ગુગલ અર્થ-નકશા નો ઉપયોગ July 23, 2009
Posted by jagadishchristian in અવનવું.trackback
રેચલ યંગ નામની 25 વર્ષની એક યુવતીએ આ બારાખળી ગુગલ નકશો જોઈને બનાવી છે. ફેબ્રુઆરી મહિનામાં કાર અકસ્માતમાં પોતાના ખભા, પગ અને કરોડરજ્જુની ઈજા બાદ ઘરમાં બેઠા ન્યુ યોર્ક રાજ્યના નકશા પરથી અંગ્રેજી બરાખળીના 26 અક્ષરોના નકશા શોધી અહીં રજૂ કર્યા છે. ઑસ્ટ્રેલિયાના એક ડીઝાઈનર રેહટ ડેશવુડે સૌથી પહેલા ગુગલ નક્શા પરથી દુનિયાના નકશાની બારાખળી બનાવી હતી. અને તેને છ મહિના લાગ્યા હતા. રેચલે ન્યુ યોર્કની મુલાકાત લીધી નથી છતાં પાંચ દિવસમાં આ કામ પૂર્ણ કર્યું. રેચલ ઇંગ્લેન્ડ માં રહે છે અને એક ન્યૂઝ એજન્સીમાં કામ કરે છે.
માહિતી – ન્યુ યોર્ક પોસ્ટ અને બઝફીડ.કોમ
ગુજરાતી બારાખળી શોધવાનું બીડું ઉપાડવા કોઈ તૈયાર છે ?





વાહ ..ફળદ્રુપ મગજ … મારો અમદાવાદનો ફ્લેટ મારા દીકરાનેવે મદદથી શોધી નામ આપ્યું છે.
Quite creative idea!
bhai bhai