જાન્યુઆરીની ૧૬, તારીખે મારા નાના ભાઈને હિન્દ-રતન મળ્યાના આનંદના સમાચારમાં આપ સૌ મિત્રો સામેલ થયા હતા. આપ સૌ મિત્રોના અભિનંદન અને શુભેચ્છા માટે હું અને મારું કુટુંબ આપના અભારી છીએ. એ પોસ્ટ દરમ્યાન એક બીજી પ્રતિભાનો પરિચય આપને કરાવેલો – દેશના નિખિલ ભાવસાર જેણે મારા ભાઈની કવિતાનું સ્વર નિયોજન-સંગીત નિયોજન કરી પોતાના સુમધુર સ્વરથી રેકોર્ડ કર્યું હતું. એ જ દેશનાને અભિનંદન સાથે આશિર્વાદ આપવાનું ટાણું આવ્યું છે.
સપ્તધારા ફેસ્ટીવલ ઝોનલ કક્ષાની સ્પર્ધા નવસારીમાં નારણલાલા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની દેશના નિખિલ ભાવસારે શાસ્ત્રીય સંગીત, હળવું કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાધ્યમાં તબલા તેમજ સોલોવાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લા તેમજ દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટ કોલેજ ઓફ એપ્લાયડ સાયન્સ વલસાડનું ગૌરવ વધાર્યું છે. આગામી ૩૦-૩૧ જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં દેશના ભાવસાર વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દેશના ભાવસારની રાજ્ય કક્ષામાં પસંદગી થતાં દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટના પરિવારે શુભેચ્છા પાઠવી છે.
મારા અને મારા કુટુંબ તરફથી દેશનાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે તે રાજ્ય કક્ષાએ પણ પોતાની કળાના કામણ પાથરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે. આપ પણ સાથે છો ને?
આપણી ભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની એક અતૃપ્ત ખેવનાને હજુ જાળવી રાખી છે. સમય, સત્સંગના અભાવ અને વતનથી દૂર હોવા છતાં થાય તે કરવાનો પ્રયત્ન છે. મારા બ્લોગની મુલાકાત લેવા માટે આપનો આભાર.
deshanaa
stats aagaL vadhataa raho evI shubhechChaao
vijay shah
Congratulations to Deshana.
Congratulations to Deshana Bhavsar…keep it up….God bless you.
Congratulations અને આગળની સ્પર્ધામાં પણ એવુંજ થાય તેવી શુભેચ્છા.
Dear Nikhil ji,
Congrates, and i wish you all the best in future,god bless you.
Hasmukh Mecwan,Gandhinagar.
આગામી ૩૦-૩૧ જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દક્ષીણ ગુજરાતનું ગૌરવ વધારો એવી હાર્દીક શુભેચ્છાઓ…
Congratulations.Thanks for sharing this great news.
congrats deshna…my best wishes and prayers are always with you…keep going and achieve even bigger mile stones then this…
god bless you…
Deshana.. proudly make your head high. …Congratulation.
Ramesh Patel(Aakashdeep)
Abhinanadan Deshna..
મુબારક અને સફળતા માટે શુભેચ્છા.