jump to navigation

દિશા-દર્શન, દશા-વર્ણન જુલાઇ 9, 2009

Posted by jagadishchristian in મારી કવિતા, વિચાર-મંથન.
trackback

ભૌગોલિક ધોરણ પ્રમાણે મુખ્ય ચાર દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. અને કેટલીક પેટા દિશાઓ છે. સૂર્યોદયનો ઉજાસ માણવા પૂર્વ દિશા તરફ મિંટ માંડવી પડે, તો સૂર્યાસ્તના સમયે આંખો પશ્ચિમની ક્ષિતિજ પર હોવી જોઇએ. યોગ્ય દિશા મળે પણ યોગ્ય માર્ગ ન મળે તો મંઝિલે પહોંચવું આસાન નથી. અને દશા જો માફકસર ન હોય તો યોગ્ય દિશા, યોગ્ય માર્ગ મળ્યા છતાં મંઝિલ ઝાંઝવાંના જળ જેવી હાથવેંત હોય એમ લાગવા છતાં હાથ વગી નથી થતી.

હવે પ્રશ્ન એ છે કે યોગ્ય દિશાની પરિભાષા કઈ સાચી અને સારી છે. સચોટ દિશા શોધવામાં દિલ-દિમાગ, બુદ્ધિ-જ્ઞાન, તકદીર-તુક્કો, શ્રદ્ધા-અંઘશ્રદ્ધા, જોગ-સંજોગ, જિગર-જોખમ, સ્વપ્ન-કલ્પના, અપેક્ષા-ઇચ્છા, ગમો-અણગમો, હિંમત-કમજોરી, મોકો-મજબૂરી, દોરા-ધાગા, જંતર-મંતર વગેરે પરિબળો મહત્વની ભૂમિકા નીભાવતા હોય છે. આખરે દરેક વ્યક્તિ આ પરિબળો વચ્ચે ચાલતી દિલ અને દિમાગની હારજીતને આધારે પોતાની દિશા નક્કી કરે છે. માનવ મન સામાન્ય રીતે દિશા પસંદગીનું લક્ષ સુખ-સંપત્તિ માનીને, એને મેળવવા વલખાં માર્યા કરે છે. સફળતા મળે તો પોતાની જાત પર અભિમાન કરે છે અને જો નિષ્ફળતા મળે છે ત્યારે દોષારોપણ માટે બીજી કોઈ વ્યક્તિને શોધતા હોય છે. જો દુન્યવી વ્યક્તિ ન મળે તો આખરે ઈશ્વર તો મળીજ રહે છે.          

હવે મારા જ વિચારોની દિશા તરફ ખેંચી જવાનો મોહ છોડીને (કષ્ટપૂર્ણ કામ છે!!) આ વિષયને અનુરૂપ આપણા ગુજરાતના ખ્યાતનામ કવિ-ગઝલકારોના શેર અને પંક્તિ અહિં રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે.

 કવિ શ્રી રવિ ઉપાધ્યાય એમની ગઝલમાં લખે છે,

“મંઝિલ ને ઢૂંઢવા દિશા કપરી જવું પડે

 છોડી જુનું વતન નવી નગરી જવું પડે”

તો સાંભળો આ ગઝલ ગુજરાતી સુગમ સંગીત ના શહેનશાહ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠમાં.

આલ્બમ- ગુલમહોર

“ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી 

 કે સારા હોય છે એની દશા સારી નથી હોતી”

– બરકત વીરાણી ‘બેફામ’

“સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુ:ખી છું 

 શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?”

– મરીઝ  

“’બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું

  નહિ તો જીવનનો માર્ગ છે ધરથી કબર સુધી”

– બરકત વીરાણી ‘બેફામ’ 

“આ દિવસનો માર એને પણ પડે છે, જોઈ લ્યો 

 સાંજ પડતાં તો સૂરજ રાતો-પીળો થૈ જાય છે”

– સુધીર પટેલ

“શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને 

 રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ”

– ગની દહીંવાલા

“તું ફક્ત નિર્ભર તર્ક પર ને જ્ઞાન પર 

 થોડીક શ્ચદ્ધા જોઈએ ભગવાન પર”

– હિતેન આનંદપરા

“મંઝિલની ધૂનમાં ન હું જાણી શક્યો જરી 

 કે સાથમાં તમે હતા મારા પ્રવાસમાં..”

– જમિયત પંડ્યા ‘જિગર’

કવિ શ્રી જવાહર બક્ષી લખે છે એમની ગઝલમાં,

“દસે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે 

 શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે

તો સાંભળો ઊભરતા યુવાન કલાકાર આલાપ દેસાઈ (શ્રી આસિત-હેમાબેન દેસાઈ ના સુપુત્ર) ના કંઠે..

આલ્બમ- કાવ્ય સંગીત સમારોહ 2007 સમન્વય અને ગુજરાત સમાચાર પ્રસ્તુત

“નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો

 અનિલ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો”

– રતિલાલ ‘અનિલ’

કવિ શ્રી બરકત વીરણી “બેફામ” દશાના બદલાવનું સરસ વર્ણન આ ગઝલમાં કરે છે,

“દશા બદલાય છે જ્યારે એ બધા બદલાઈ જાય છે

 હકીકતમાં જુઓ તો કલ્પના બદલાઈ જાય છે”

તો સાંભળો ગુજરાતી સંગીતના શહેનશાહ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત મઢ્યા કંઠે..

આલ્બમ- લંડન લાઇવ

“દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,

 નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ 

 દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ 

 કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ! 

દશા તો છે સડક જેવી સડક ચાલી નથી શકતી 

સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી.”

– વેણીભાઈ પુરોહિત

 

 “સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતા

 દિશા બદલતો નથી હું જહાજ બદલું છું”

– રાજેન્દ્ર શુક્લ

“સંજોગ ના ઇશારે જેઓ ફરી રહ્યા છે 

 મ્રુત્યુ વિના બિચારા એ સૌ મરી રહ્યા છે”

– શેખાદમ આબુવાલા

અને આખરે, last but not the least (મોહ છોડ્યે થોડો છૂટે છે) મારી પોતાની ગઝલ રજૂ કરું છું જેમાં પણ દિશાને લગતો એક શેર છે. આશા છે તમને ગમશે અને ગમે તો દાદ જરૂર આપજો.

Pointing_Finger

 

      આરોપ

 

 

વાયદાના બધા કાયદા તોડવાનો આરોપ તમારા પર

ન ચર્ચા, ન ખુલાસો આપવાનો આરોપ તમારા પર

મેં તો વાગોળી કાલની બધી જ વાતો તમારી સમક્ષ

રે! “આજ” પણ ન આપી શકવાનો આરોપ તમારા પર

મન મૂકી શણગાર્યુતું મેં મારું મોટું આ ઘર રુઆબથી

પોતીકું સમજી, ન સંભાળવાનો આરોપ તમારા પર

હતું કે દનિયાને નવી દિશા અને રાહ આપી જઇશ

જગ આખું હસે છે, મોકો દેવાનો આરોપ તમારા પર

સાંભળ્યુતું કે સમયની સાથે સમઝણની સરવાણી ફૂટશે

નામ “જગદીશ” એ બોળવાનો આરોપ તમારા પર.

– જગદીશ ક્રિશ્ચિયન

મોટા ભાગના આપણને દિશા-સૂચન ગમતું નથી અને આ કોઈ દિશા-સૂચનનો પ્રયત્ન નથી પણ દિશા-દર્શનનો અનુભવ કરાવવાની ચેષ્ટા છે. અરીસો જાતે જોવાની તો મઝા જ કંઈ જુદી જ હોય છે પણ કોઈ બતાવે તો લગભગ ગમતું નથી.

વેબસાઇટ શરૂ કર્યા પછી થોડું જાણતા, સમઝતા અને વાપરતા થોડો સમય લાગ્યો. પણ પ્રયત્ન કરીને જાણ્યું અને સમઝીને વાપરવાનો આ પ્રયત્ન છે. આશા છે તમને ગમશે. આભાર.

Advertisements

ટિપ્પણીઓ»

1. Babu Varma - જુલાઇ 10, 2009

This is an excellent progress in gujarati language. Your community services are appreciated. Keep it up. Thank you so much.

2. Raj - જુલાઇ 10, 2009

good….excellent start with a BANG……bhangi nakho….todi nakho…bhukka kadhi nakho….web jagat na….. LOL

3. Tejas Shah - જુલાઇ 10, 2009

હતું કે દનિયાને નવી દિશા અને રાહ આપી જઇશ
જગ આખું હસે છે, મોકો દેવાનો આરોપ તમારા પર

વાહ! સરસ રચના. સુંદર વિચાર/ કલ્પના

4. સુરેશ જાની - જુલાઇ 11, 2009

મોટા ભાગના આપણને દિશા-સૂચન ગમતું નથી અને આ કોઈ દિશા-સૂચનનો પ્રયત્ન નથી પણ દિશા-દર્શનનો અનુભવ કરાવવાની ચેષ્ટા છે. અરીસો જાતે જોવાની તો મઝા જ કંઈ જુદી જ હોય છે પણ કોઈ બતાવે તો લગભગ ગમતું નથી
——————
એકદમ સાચી વાત છે. પણ એક વાક્ય ક્યાંક સાંભળેલુંૢ તેનો મને આવડે તેવો અનુવાદ કદાચ અહીં પ્રસ્તુત લાગશે –

જે બીજાના અનુભવ પરથી શીખે છે તે ઉત્તમ છે.
જે પોતાના અનુભવ પરથી શીખે છે તે મધ્યમ છે
પણ્

જે અનેક અનુભવ થયા છતાં કશું શીખતા નથીૢ તે કનીષ્ઠ છે.

——————–
બ્લોગીંગ એ પ્રતીભાવોના આપલેના વ્યવહારનું અને નેટવર્કીંગનું પ્લેટફોર્મ બની ગયું છે- તે ન ગમે તેવી ૢ છતાં કડવી વાસ્તવીકતા છે.

5. પંચમ શુક્લ - જુલાઇ 11, 2009

બ્લોગવિશ્વમાં સ્વાગત. તમારું ચિંતન અને કાવ્ય માણ્યા. આજ રીતે મળતા રહીશું.

6. વિશ્વદીપ બારડ - જુલાઇ 11, 2009

welcome to Gujarati blog world. it’s very nice blog..Good luck.

7. Dilip Gajjar - જુલાઇ 11, 2009

દિશા દર્શન, દશા વર્ણન..જગદીશભાઈ આપનું બ્લોગજગતમાં સ્વાગત.આપનો ફોટો જોતા મને આપ ખુબ જ ભાવસભર અને કરુણાસભર લાગો છો..તમને માનવ્યની ખુબ ચિંતા હોય ને દુઃખી માનવની એવા કરવાની આપમાં ઘણી ઝંખના જણાય છે. ગુજરાતી ભાષાની પણ આપ સારી સેવા કરી રહ્યા છો..મળતા રહીશું આપની ગઝલ પણ વાંચી અને આરંભ પણ…કોમ્યુટરનું જ્ઞાન ધીરે ધીરે વધતું જાય તેવી શુભેચ્છા પાઠવું છું…

8. Govind Maru - જુલાઇ 12, 2009

“મંઝિલ ને ઢૂંઢવા દિશા કપરી જવું પડે
છોડી જુનું વતન નવી નગરી જવું પડે”

“પોતીકું સમજી, ન સંભાળવાનો આરોપ તમારા પર
હતું કે દનિયાને નવી દિશા અને રાહ આપી જઇશ
જગ આખું હસે છે, મોકો દેવાનો આરોપ તમારા પર
સાંભળ્યુતું કે સમયની સાથે સમઝણની સરવાણી ફૂટશે
નામ “જગદીશ” એ બોળવાનો આરોપ તમારા પર.”

ગુજરાતી બ્લોગજગતમાં આપનું હાર્દીક સ્વાગત છે..

9. પ્રવિણ શ્રીમાળી - જુલાઇ 12, 2009

ગુજરાતી બ્લોગ જગત માં તમારું હાર્દિક સ્વાગત. મળતાં રહીશું !!

10. atuljaniagantuk - જુલાઇ 12, 2009

Nice Opening. Best of Luck.

11. Capt. Narendra - જુલાઇ 12, 2009

Best wishes on your new venture. I wish you all success.

12. રોહિત વણપરીયા - જુલાઇ 18, 2009

…સચોટ દિશા શોધવામાં દિલ-દિમાગ, બુદ્ધિ-જ્ઞાન, તકદીર-તુક્કો, શ્રદ્ધા-અંઘશ્રદ્ધા, જોગ-સંજોગ, જિગર-જોખમ, સ્વપ્ન-કલ્પના, અપેક્ષા-ઇચ્છા, ગમો-અણગમો, હિંમત-કમજોરી, મોકો-મજબૂરી, દોરા-ધાગા, જંતર-મંતર વગેરે પરિબળો મહત્વની ભૂમિકા નીભાવતા હોય છે. આખરે દરેક વ્યક્તિ આ પરિબળો વચ્ચે ચાલતી દિલ અને દિમાગની હારજીતને આધારે પોતાની દિશા નક્કી કરે છે….
એકદમ સચોટ અને સત્ય વાક્ય. મંઝિલ સુધી પહોંચવામાં આ જ તો મહત્વનો ભાગ ભજવતા હોય છે.

13. અપેક્ષા – અપેક્ષાભંગ « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા - ઓગસ્ટ 30, 2009

[…] આગળની પોસ્ટ “દિશા-દર્શન દશા-વર્ણન” માં મુકેલી કવિ શ્રી રવિ ઉપાધ્યાયની […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: