jump to navigation

ચંદ્રારોહણ જુલાઇ 21, 2009

Posted by jagadishchristian in અવનવું, મારી કવિતા, વિચાર-મંથન.
trackback

૨૦ જુલાઈ ૧૯૬૯ – ચંદ્ર પર માણસનો પગપેસારો.

આજે બરાબર ૪૦ વર્ષ થયાં નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઓલ્ડ્રીન અને માઈકલ કૉલીંસ ની ચંદ્રયાત્રાને તથા માણસજાતના પ્રતિનિધિ તરીકે નીલ આર્મસ્ટ્રોંગની ચંદ્ર પર પાડેલી પા પા પગલી ને. અત્યાર સુધીમાં બાર વ્યક્તિઓએ ચંદ્ર પર પગ મૂક્યો છે અને એ બધાજ અમેરિકન છે. જુઓ આ ૪૦ વર્ષ પહેલાની વિડીયો:

૪૦ વર્ષ પૂરાં થયાની ઉજવણીના ભાગ તરીકે ત્રણેય એસ્ટ્રોનોટ્સનું પ્રેસિડેન્ટ ઑબામા એ વ્હાઈટ હાઉસની ઓવલ ઑફિસમાં સ્વાગત કરી અભિવાદન કર્યું હતું 

Obamaapoll11astronauts

 

ઈશ્વરે દુનિયા બનાવી માણસજાતને સોંપી ત્યારથી માણસ એના રહસ્યને પામવાના પ્રયત્ન કરતો રહ્યો છે. ચંદ્ર સાથે આપણો નાતો-સંબંધ યુગોથી છે. લગભગ દરેક જુની સંસ્કૃતિમાં કેલેન્ડરનું માળખું બનાવવામાં ચંદ્રનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય, ઈજીપ્શયન, યહૂદી, ચાઇનીઝ વગેરે સમાજના ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ચંદ્ર ખૂબ મોટો ભાગ ભજવે છે. લગભગ બધા ધાર્મિક તહેવારો ચંદ્રની પરિસ્થિતિ પર આધારિત હોય છે. આપણા દેશમાં હિન્દુ પરિણીત સ્ત્રીઓ કરવાચોથ ના દિવસે ઉપવાસ રાખી ચંદ્રદર્શન કરી પોતાના પતિ ના હાથે પારણા કરે છે. શરદ પૂનમનું પણ આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાત માં એક આગવું મહત્વ છે. તો મુસલમાન લોકો ની ઈદ ચંદ્રદર્શન પર આધારીત હોય છે. યુગોથી પુરુષ પોતાની પ્રિયતમાના રૂપની સરખામણી ચંદ્ર સાથે કરતો રહ્યો છે. હિન્દી મુવીમાં એનો ભરપૂર ઉપયોગ થતો રહ્યો છે. ચૌદવીકા ચાંદ હો તુમ, ચાંદસી મેહબુબા દો મેરી વગેરે વગેરે. પોતાની પ્રિયતમાને ચાંદ-તારા તોડી લાવવાની અશક્ય લાલચ પણ આપતો રહ્યો છે. તો માતા પોતાના દીકરાને ચાંદ સાથે સરખાવતી હોય છે – ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું. અને ચંદ્રને બાળકોના મામા પણ બનાવી દીધા છે – ચંદામામા દૂરકે.

આ રીતે દરેક વ્યક્તિએ કોઈને કોઈ રીતે ચાંદા સાથે સંબંધ બાંધી લીધો છે. મેં પણ જરૂરત પ્રમાણે ચાંદા સાથે દોસ્તી કરી છે. થોડાં વરસો પહેલાં લખેલી એક કવિતા કે જેમાં ચાંદ સાથેની દોસ્તી અને દુનિયાદારીની થોડી વાત કરી છે. આશા છે કે તમને ગમશે.

 હું અને ચાંદ !!!

 “આવ ભાઈ હરખા આપણે બે સરખા”

ચાંદલિયો અને હું બન્યા પરસ્પર સખા!

માણસ તારો આભાર કાલે અને આજે,

ગણે ખૂબસૂરત ઓરત અને ચાંદને સરખા!

ફરિયાદ તો એટલી, લોભાવે કેમ તું એને?

“તોડી લાવું ચાંદ-તારા” પછી બસ વલખાં!

ભૂલી છે આજની ઓરત હવે “કરવાચોથ”ને!

”ડાયેટ” તો કરે પણ ઉપવાસને ગણતી ડખા!

”રામે” તાંબાકુંડીમાં જોયો એજ ચાંદ છે આજે,

શોધું સીતા, મીરા, રાધા તારામતી ખામખાં!

–          જગદીશ ક્રિશ્ચિયન જાન્યુઆરી ૨૩, ૨૦૦૪

આ પોસ્ટ કાલે મુકવાની હતી પણ થોડી ટેકનિકલ ખામીના કારણે ન કરી શક્યો.  તો આજે માણો અને ગમે તો પ્રતિભાવ આપજો. આભાર.

Advertisements

ટિપ્પણીઓ»

1. પંચમ શુક્લ - જુલાઇ 22, 2009

આખે આખી પોસ્ટ માણી. ચંદ્ર ઉપરની તાજા માહિતીથી માંડીને રામની તાંબાકુંડી સુધીની વાત તમારા વિવિધ વિષય રસના દ્યોતક છે.

2. atuljaniagantuk - જુલાઇ 22, 2009

ભાઈ, આ ચાંદાની વાત જ મજાની છે અને આજે તો આ ચાંદ એવો ખીલ્યો કે ઘડીક તો ધોળા દિવસે સુર્યને ય ઢાંકી દીધો.

3. સુરેશ - જુલાઇ 22, 2009

નીલ આર્મસ્ટ્રોંગ વીશે બે લેખ વાંચવા ગમશે –
http://gadyasoor.wordpress.com/2008/08/05/first_man_on_moon/

અને

http://gadyasoor.wordpress.com/2008/08/06/firstman_moon_2/

4. સુરેશ જાની - જુલાઇ 24, 2009

આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:
===========

आपने कहा था ..

ગદ્યસુર બે વર્ષ પુરાં કરે છે.
http://gadyasoor.wordpress.com/2009/07/24/gs_2_yr/


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: