jump to navigation

આઝાદીના ૬૨ વર્ષ ઓગસ્ટ 15, 2009

Posted by jagadishchristian in અવનવું, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
trackback

indiaflag

The Times of India August 15, 1947

The Times of India August 15, 1947

આજે આપણા ભારત દેશને આઝાદ થયા ૬૨ વર્ષ થયાં એના માટે દરેક ભારતીયને અભિનંદન. દરેક ભારતવાસીને અભિનંદન અને દેશને વધુ મજબૂત અને ઉજ્જ્વળ બનાવવા માટે પ્રયત્ન કરવાની વિનંતી અને શુભકામના. એનો મતલબ એ નથી કે એનઆઈઆર તરીકે અમે એ જવાબદારીમાંથી છટકી જવા માગીએ છીએ. પણ અમારું યોગદાન સીમિત છે. અમે તો દીકરી અને પારકી થાપણ જેવા છીએ. ભારત દેશે પેદા કર્યા, પાળ્યા-પોષ્યા અને વળાવી દીધા પારકા ઘરે. અને એક સંસ્કારી દીકરીની માફક આ નવા ઘર-દેશને પોતાનું કરી અજવાળવાની જવાબદારી સંભાળવાની છે. પણ પિયર તરફની લાગણી, પ્રેમ અકબંધ જાળવી રાખ્યાં છે. અને સમયાંતરે જે શક્ય હોય તે કરવા માટે કટીબદ્ધ છીએ. હવે અહીં આવ્યા કે આવવું પડ્યું એને નસીબ ગણો કે કમનસીબ. બાકી ઇતિહાસ તરફ નજર માંડીએ તો ક્રિસ્ટોફર કોલંબસ એના ત્રણ જહાજ નિના, પિન્ટા અને સાન્ટા મારીયા લઈને ભારત પહોંચવાની આશા લઈને ઑગસ્ટ ૩, ૧૪૯૨ ના દિવસે નીક્ળ્યો હતો. કારણ કે તે સમયે ભારતમાં સોના, ચાંદી, હીરા-મોતી, રેશમ-જરી અને તેજ મસાલા ના ભંડાર હતા. અને ઑગસ્ટ ૧૪૯૨ થી ઑગસ્ટ ૧૯૫૫ (મારો જન્મ થયેલો – ઉંમર ગણવાનું છોડી આગળ વધીએ). પણ કોલંબસ ભારતની જગ્યાએ ઑક્ટોબરની ૧૨ તારીખે અમેરિકા પહોંચી ગયો જ્યાં નાગાં-પૂગાં માણસો હતાં.. જુલાઈ ૪ ૧૭૭૬ ના દિવસે અમેરિકાએ સ્વતંત્રતા મેળવી. ભારતની જાહોજલાલી ૧૪૯૨-૧૯૪૭ ના સમય દરમ્યાન ક્યાં ગઈ એ વાત માટેના વિરોધાભાસી અને ઘણા બધા જૂઠાંણા સાંભળ્યા છે પણ એની વાત ફરી ક્યારેક કરીશું.     

સ્વતંત્રતા એટલે શું? ઘણી બધી વ્યાખ્યા છે. ગુલામીમાંથી છુટકારો, સ્વાવલંબી, પોતાની માલિકીપણાનો અહેસાસ વગેરે વગેરે. આપણે આપણી સ્વતંત્રતા ત્યારે ગુમાવીએ છીએ જ્યારે આપણે આપણું રક્ષણ કરવા શક્તિમાન નથી હોતા, એકતા કેળવી નથી શકતા અથવા અને આપણો લોભી-લાલચી સ્વભાવ ક્ષણિક લાભ માટે બીજાને શરણે જાય છે. આપણા દેશ માટે કંઈક એવું જ બન્યું હતું. ચાલો ભૂતકાળને તો આપણે બદલી નથી શકતા પણ આપણા વર્તમાનને મજબૂત બનાવી, આયોજન કરી ભવિષ્યને તો વધારે પ્રગતિશીલ બનાવી શકીએ છીએ. મેરા ભારત મહાન કે East or West India is The Best જેવા નારા લગાવી આત્મસંતોષ લેવાથી કશું વળવાનું નથી. જ્યારે દુનિયાના બીજા બધા દેશ આપણા દેશની પ્રગતિ અને સાર્વભૌમકતા ના વખાણ કરે તો ખરું.    

આઝાદીનો મતલબ એ નથી કે દરેક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે કર્યા કરે. આપણે આપણા જીવનને કેવી રીતે જીવવું એના વ્યક્તિગત નિયમો બનાવી એને અનુસરતા હોઈએ છીએ. તો દરેક કુટુંબના, ગામના, સમાજના, ધર્મના, રાજ્યના, દેશના અને આંતરરાષ્ટ્રીય નિયમો હોય છે. અનુશાસન વગરની આઝાદી અંધકાર તરફ લઈ જાય છે.

છાશવારે ધર્મના નામે જાતના નામે હુલ્લડ-તોફાન કરવા, લૂંટફાટ કરવી, જાનહાની કરવી, જાહેર મિલકત કે જે બનાવવા, વાપરવા અને સંભાળવાની જવાબદારી ભૂલી એનું નુકશાન કરવું કે જે મિલકતના ભાગીદાર આપણે પણ છીએ. બસ ટ્રેન કે મકાનો-દુકાનો બાળી આપણે કોનું નુકશાન કરીએ છીએ? જો જીવન આપવા આપણે અસમર્થ છીએ તો કોઈનો જીવ લેવાનો અધિકાર કોણે આપ્યો? આ અમેરિકા એ તો વસાહતીઓનો દેશ છે. દરેક દેશના, રંગના, જાતના અને ધર્મના લોકો અહીં વસે છે પણ મારા ચોવીસ વરસના વસવાટ દરમ્યાન જાત કે ધર્મના નામે કોઈ મોટાં તોફાન નથી જોયાં. પ્રાથમિક શાળાના દિવસો દરમ્યાન એક ડોસો અને ત્રણ દિકરા ની વાત આપણે બધાંએ વાંચી છે કે એક લાકડી તોડવી સહેલી છે પણ લાકડાના ભારાને તોડવો અઘરો છે. આટલી સામાન્ય વાત હજુ આપણે સમજી શક્યા નથી.

આપણા હિન્દી મૂવી બનાવવામાં ઘણું પરિવર્તન આવ્યું છે અને નવી વિચારધારાને વાચા આપતા સારા સારા મૂવી બની રહ્યાં છે. પણ નાના પડદાની વાત કરીએ તો એજ જુના-પૂરાણા સાસુ-વહુ દેરાણી-જેઠાણી ના ઝગડા અને ઘરને નર્ક બનાવવાના પ્રપંચો. પૈસાનો ભભકો આધુનિક સુવિધાનો વધુ પડતો દેખાવ સ્ત્રી-પાત્રની હીણ કક્ષાની વિલનગીરી વગેરે સમાજમાં જાગૃતિ ક્યાંથી લાવી શકે. સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય નજરે પડતી નથી. અને આપણી ભારતીય સ્ત્રીઓ (થોડા પુરૂષો પણ ખરા) ટેલિવિઝનની આ ધારાવાહિક શ્રેણી જોવા માટે કલાકોના કલાક બગાડતા હોય છે.   

જાગવાની જરૂર છે, એકતા કેળવવાની જરૂર છે. ચાલો આઝાદીના નવા વર્ષને સોનેરી બનાવવા પ્રતિજ્ઞા લઈએ.

ભારત દેશ અમર રહે.

વંદે માતરમ્.

image002

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ તિરંગા લાઈટ્સ સાથે ૦૮-૧૫-૨૦૦૮

Advertisements

ટિપ્પણીઓ»

1. નટવર મહેતા - ઓગસ્ટ 15, 2009

મેરા ભારત મહાન.
૬૨ વરસ ઘણા કહેવાય. અહિંની ભાષામાં કહું તો સોશ્યલ સિક્યુરીટી મળવામાં બહુ વાર નથી!!
આ ૬૨ વરસોમાં સહુથી વધુ નુકશાન જો દેશને કર્યું હોય તો આપણા નપાવટ, લાંચિયા રાજકારણીઓ! લાંચ-રૂસ્વતની બદીએ. પરદેશ આવવાનું અને પારકી ભુમિ પર વસવાનું કંઈ દિલને ગમતું નથી. રોજ ઉઠીને પહેલાં દેશના સમાચારો જ વાંચુ છું. થેંક્સ ટુ ઈંટરનેટ. અને એ સમાચારો વાંચ્યા પછી એમ થાય કે હજુ ય કેટલા વરસો જોઈશે આપણા દેશ ને આગળ આવવા. આમ તો એ ઘણીય રીતે આગળ છે. એના માટે આખું પુસ્તક લખી શકાય. પણ એની પ્રગતિને બેડી પહેરાવી દે છે આપણા જ લુચ્ચા-લુખ્ખા (ના)રાજકારણીઓ અને (અ)કર્મચારીઓ.
હું ૨૨ વરસ દેશમાં ખેતીવાડી યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ અહિં આવ્યો. જેની પાછળ સહુથી અગત્યનું કારણ હોય તો લાંચિયા અધિકારી અને રાજકારણી. સચ્ચાઈને રૂંધી નાંખતી સિસ્ટમને કારણે… ખોટાં ખોટાં અનામતના ઊબાળાને કારણે..
જો આપણા રાજકારણીઓ દશ ટકા સુધરે તો દેશમાં પચાસ ટકા પ્રગતિ વધારે થાય.
સબકો સનમતિ દે ભગવાન…

2. વિશ્વદીપ બારડ - ઓગસ્ટ 15, 2009

Happy Independence Day..
you found news paper of 1947..great job..do have colletion of news paper or comp…

3. Govind Maru - ઓગસ્ટ 20, 2009

આપની લાગણી, પ્રેમ અકબંધ છે. એટલું જ નહીં સમયાંતરે શક્ય હોય તે કરવા માટેની આપની કટીબદ્ધતાને ધન્યવાદ..

આભાર.

4. Pinki - ઓગસ્ટ 22, 2009

Happy Independence Day….!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: