jump to navigation

બાપુનું ‘હાં રે અમે ગ્યા’તા…..’ સપ્ટેમ્બર 17, 2009

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
trackback

અત્યારે નવરાત્રનું વાતાવરણ જોર પકડી રહ્યું છે ત્યારે કવિ શ્રી. રમેશ પારેખનું એક અનોખું કાવ્ય અહીં રજૂ કરું છું. પ્રખ્યાત સ્વરકાર અને ગાયક શ્રી. અમર ભટ્ટની ચાર સીડીના સંચય “સ્વરાભિષેક” માં તેમણે જણાવ્યું છે કે “આપણી ભાષા એક ધોધમાર કવિને પામીને ધન્ય થઈ ગઈ, કવિ શ્રી. રમેશ પારેખ. અનેકવિધ વિષયો પર એમણે ગીત લખ્યાં છે. એ ૯૯ વર્ષના રાજપૂતનું ઊર્મિગીત લખે, મદારીનું પ્રણયગીત લખે, એ વૃક્ષ સંવનનાર્થીનું ગીત લખે. આ કવિએ મીંરાની મનોદશામાં પહોંચીને “મીંરા સામે પાર” કાવ્યસંગ્રહ આપ્યો. ૬ અક્ષરનું નામ, તો ફાંસી પહેલાંની ઇચ્છા એવાં કાવ્યો આપ્યાં”

તો આવા ધોધમાર કવિનું આ કાવ્ય કાઠિયાવાડી બોલીમાં લખેલું છે એટલે વાંચવામાં કદાચ જોઈએ તેટલી મઝા ન પણ આવે. જો કોઈ કઠિયાવાડીના અવાજમાં સાંભળીએ તો મઝાજ અલગ મળે. અને વળી જો કવિ શ્રી. રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળીએ તો તો ભયો ભયો! તો સાંભળો.

નવભારત કૉમ્યુનિકેશન દ્વારા કવિ શ્રી. રમેશ પારેખની કવિતાની બહાર પડેલી સીડી “અવસર અવાજનો…”  માંથી આ કવિતા લીધી છે.

બાપુનું હાં રે અમે ગ્યાતા…..

નવરાતરી આવી છ્.

બાપૂ કહે: ભગલા,

રામગર બાવો તો આરડે છ્.

ગરબી તો અમે ગવરાવતા.

ઈ ય એવી કે

જોગણીયું વાદાકોદ કરે :

હું રમું ને તું નહીં; હું રમું ને તું નહીં.

ભગલે ઈ વાતનો ઢંઢેરો પીટ્યો

એટલે જુવાનિયાઉએ હઠ લીધી:

બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.

આવા માતાજીના કામમાં

બાપુથી ના નો પડાણી: ક્યે:

‘ભલે ત્યારે, ગવરાવશું,

એક એકનું માથું ભાંગ એવે ગરબી.’

હડૂડૂડૂ કરતા સૌ થ્યાં ભેળાં.

રોશનિયું-બોશનિયું થઈ ગઈ છ્

હૈયેહૈયું દળાય છ્.

જુવાનિયા અમથાઅમથા

ડાંદિયા ઉલાળે છ્

સૌના પગમાં હરખ આંટો વાઢી ગ્યો છ્

વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્

ઓહોહોહો, બાપ આજ તો ઘણી ગરબી ગવારે છ!

બાપુ મૂછ ઝાટકી

ખોંખારો ખાઈ ઉપાડે છ્ ગરબી:

‘હાં રે મને ગ્યા’તાં…’

ને શિવો ગોર ઓટલેથી બરાડ્યો:

‘એલા અહૂરું ઘંટી કોણ ફેરવે છ્?’

કીકિયારામાં કોઈને સંભળાણું નહીં.

ભગલો ક્યે:

‘કોઈ સાંભળતું નથી, બાપુ,

સાવઝ જેવો અસલી અવાજ કાઢોને!’

‘લે ત્યારે,’ – એમ બોલી

બાપુએ મ્યાનમાંથી તલવાર્ય કાઢતા હોયએમ

ગળામાંથી આંતરડાતોડ હાંક કાઢી

‘હાં રે અમે ગ્યા’તા…’

– ને સરરર કરતું કાં’ક ફાટ્યું.

એકબે ધાવણાં બી ગ્યાં.

બાયું ભેરાંટી રહી.

જુવાનિયા ડાંડિયા ફેંકીને દોડ્યા : ‘શું થિયું, શું થિયું?’

ભગલો ક્યે:

‘થાય શું? ઈ તો બાપુએ ગરબી ગવરાવી.’

ભગલામે ફોડ પાડ્યો ને બાપુને પોરસાવ્યા:

‘થાવા દ્યો બાપ, થાવા દ્યો.’

બાપુએ છાતી ફૂલાવી પોઝીશન લીધી.

એક હાથ લાંબો કર્યો.

બીજા હાથને કાન પર મૂક્યો.

પછી હોઠ હલ્યા.

જડબાં ઊઘડ્યાં.

છાતી ઊંચીનીચી થઈ.

આંખ્યું તગતગી.

મૂછો થથરી.

પરસેવા હાલ્યા.

ત્યારે ઊંદરડી મૂતરે એટલોક અવાજ નીસર્યો:

‘હાં રે અમે ગ્યા’તા…’

ભગલો બોલ્યો:

‘અરેરે, તમારો અવાજ તો

સાવ બેસી ગ્યો, બાપુ…’

બાપુ મૂછે તાવા દઈને બોલ્યા:

‘બેસે જ ને?

એક હાંકે દુશ્મનની છાતીયું

બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં?’

– રમેશ પારેખ

Advertisements

ટિપ્પણીઓ»

1. Pancham Shukla - સપ્ટેમ્બર 18, 2009

અદ્ભુત……ઓડિયો ન સંભળી શક્યો.

2. agnes - સપ્ટેમ્બર 19, 2009

jagadish, thanks…
i really enjoyed it..

3. Vicky Macwan - સપ્ટેમ્બર 21, 2009

Dear Jagadish
I have really enjoyed the GARBI…very nice….thanks.
Vicky Macwan.

4. સુરેશ જાની - ઓક્ટોબર 31, 2009

એક હાંકે દુશ્મનની છાતીયું

બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં?

વાહ! બહોત ખુબ .. હાસ્ય દરબાર ચલાવનારને આ વ્યંગ બહુ જ ગમ્યો. ડલાસમાં શોભિત દેસાઈના અવાજ/ અભીનયમાં ર.પા.ના જીવનને માણવાનો અનુભવ ન્યારો હતો.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: