jump to navigation

આદત! ઓક્ટોબર 25, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , ,
trackback

આદત!

રોજ સાંજે ઘર તરફ પ્રયાણ, આદત ફકત આદત, 

રોજ અટકે મયકદાને દ્વાર, આદત ફકત આદત!

આમ તો જોયાં નથી મેં ઊંઘ માંહે સોણલાંઓ

આંખ ખૂલી માણવાની સતત, આદત ફકત આદત! 

સાંજથી જુઓ કરી છે આગમનની રાહ આમજ

દોષ કોનો છે, નથી, શા કાજ, આદત ફકત આદત!  

પ્રેમના વાદા કરી ભૂલી ગયા હો એમ માની 

રાહ જોવાની અમારી એજ, આદત ફકત આદત!

આ રણ વચાળે ભમું છું કેટલા ભવથી છતાંયે

ઝાંઝવાં પીધાં કરું હર બાર, આદત ફકત આદત!

ફૂલ ડૂબે છે જુઓ તરતા રહે પથ્થરો છતાંયે

ઝૂઝવાની જીવવાની એજ, આદત ફકત આદત! 

લો ફરી પેલો જ પથરો છે વચાળે એજ માર્ગે

રોજ એને મૂકવો કિનાર, આદત ફકત આદત!

ના કરે સારું કદાચિત્ હોય “જગદીશ” તવ આદત

થાય ના સારું, કરું ભૂંડું ન, આદત ફકત આદત!

 જગદીશ ક્રિશ્ચિયન  ઑક્ટોબર ૨૦, ૨૦૦૯

છંદ વિધાન – ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા

Advertisements

ટિપ્પણીઓ»

1. Lina Christian - ઓક્ટોબર 26, 2009

Good one..I enjoyed it very much..
Lina

2. agnes - ઓક્ટોબર 26, 2009

great ……congrats..i enjoyed it…keep it up..

3. Capt. Narendra - ઓક્ટોબર 26, 2009

“આ રણ વચાળે ભમું છું કેટલા ભવથી છતાંયે
ઝાંઝવાં પીધાં કરું હર બાર, આદત ફકત આદત!”

વાહ! તમારા કવિહૃદયની અભિવ્યક્તિ ઘણી ગમી. જીવનના રણમાં ચાલતી તમારી વણઝારને રોકાવા ન દેજો. ઝાંઝવાના જળની પાર કોઇક વાર oasisનો છાંયડો મળી રહે છે.

4. સુરેશ - ઓક્ટોબર 26, 2009

Yes , we are a bundle of habbits.
Good Gazal.

5. Pancham Shukla - ઓક્ટોબર 26, 2009

સરસ રચના.

લો ફરી પેલો જ પથરો છે વચાળે એજ માર્ગે
રોજ એને મૂકવો કિનાર, આદત ફકત આદત!

આવી સમાજ ઉપયોગી આદત સહુને વળગતી રહે તો આદત શબ્દ સાથે જોડાયેલા ભાવને નવી અર્થચ્છાયા મળે.

6. Fr. Mari joseph - ઓક્ટોબર 26, 2009

Der Jagdishbhai,
Congrats and i enjoyed reading your gazal. It is good one and i wish that you write more and more expressing your innner self and wisdom.
Wish you many more of such literary works.
With love and praryers,
Fr. joseph

7. નટવર મહેતા - ઓક્ટોબર 26, 2009

આ રણ વચાળે ભમું છું કેટલા ભવથી છતાંયે
ઝાંઝવાં પીધાં કરું હર બાર, આદત ફકત આદત!

વાહ મજા આવી ગઈ.
મને છંદમાં નથી લખતા આવડતું એનો થાય છે અફસોસ.
બાકી તો શું કહું વાંચવાની મજા , આદત ફકત આદત!

8. Dilip Gajjar - ઓક્ટોબર 27, 2009

લો ફરી પેલો જ પથરો છે વચાળે એજ માર્ગે

રોજ એને મૂકવો કિનાર, આદત ફકત આદત!
ખુબ સુંદર ગઝલ આ વખત છંદમાં મજા આવૂ ગઈ.સંદેશો સારો મળે તેવી ગઝલ થઈ છે..માણસોને આ જ જીવન લાગે છે પણ આથી વિષેશ કંઈ છે તે જ શાયર જાણે કહેવા માંગતો હોય તેવુ છે…

છંદ…રણ વચાળે હું ભમુ છું કેટલા ભવથી છતાંયે

9. Dr Robin Christian - ઓક્ટોબર 27, 2009

excellent gazal.grammetically perfect.
nararting the result outcome of each adat.
easy to compose with music. congratulation.

10. વિવેક ટેલર - ઓક્ટોબર 28, 2009

સુંદર રચના…

11. P Shah - ઓક્ટોબર 29, 2009

ઝૂઝવાની જીવવાની એજ, આદત ફકત….

saras !

12. ઈશ્ક પાલનપુરી - ઓક્ટોબર 29, 2009

વાહ ! સરસ ! ગઝલ મજા આવી ગઈ
આ બે શેર વિશેષ ગમ્યા !

લો ફરી પેલો જ પથરો છે વચાળે એજ માર્ગે
રોજ એને મૂકવો કિનાર, આદત ફકત આદત!

પ્રેમના વાદા કરી ભૂલી ગયા હો એમ માની
રાહ જોવાની અમારી એજ, આદત ફકત આદત!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: