jump to navigation

એટલે બસ! નવેમ્બર 1, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , ,
trackback

એટલે બસ!

જીવવાનો એહસાસ રહે અનામત એટલે બસ
હાર્દને દરદ સહવાસ મળે યથાવત એટલે બસ

દોષ મારો ના ગણો મજબૂર મારી લાગણીનો
પ્રેમ આપો ના ભલે રાખો અદાવત એટલે બસ

રોજ વાગોળી શકું એવી નથી યાદો છતાં પણ
ઠોકરો આપી અનોખી છે સલામત એટલે બસ

શોધવા બેઠા મને આકાશના તારાભવનમાં
હાજરી ટાણે બતાવેલી બગાવત એટલે બસ

ફાગણી આબોહવા ને મોસમ મઘમઘાટ છે પણ
ચીમળેલા પાનની તોરણ સજાવટ એટલે બસ

એ જ છે સોલ્લાક ને ગાયો મલ્હાર મધુર છે તો પણ
પાંદડા ના ફૂટવાનો આ તફાવત એટલે બસ

ગઝલની જારી રહે આવી લખાવટ એટલે બસ
સાંભળે ‘જગદીશ’ તું એવી ઇબાદત એટલે બસ

– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૮, ૨૦૦૯
છંદ વિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગલગાગા

સોલ્લાક વિષે: વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કાપી માટીમાં રોપાવી કુમારપાલના ગવૈયા સોલ્લાકે શુદ્ધ મલ્હાર રાગ ગાયો. એટલે તે ડાળીને પાંદડાં આવ્યાં. તે ઉપરથી મહારાજાએ તેને બાર ગામ ઇનામમાં આપ્યાં. (આભાર – Gujaratilexicon.com)

Advertisements

ટિપ્પણીઓ»

1. dr sudhir shah - નવેમ્બર 1, 2009

સુંદર અતિ સુંદર

2. P Shah - નવેમ્બર 1, 2009

ગઝલની જારી રહે આવી લખાવટ એટલે બસ
સાંભળે ‘જગદીશ’ તું એવી ઇબાદત એટલે બસ

સુંદર રચના !

3. વિવેક ટેલર - નવેમ્બર 1, 2009

ગઝલના છંદ-રદીફ-કાફિયા વિશે આપના ખ્યાલોમાં ઘણી વિસંગતતા નજરે ચડે છે. મત્લાના શેરમાં (પહેલા શેરમાં) યથાવત્ એટલે બસ – બંને મિસરામાં (કડીમાં) આવે છે એટલે એ રદીફ થાય અને આખી ગઝલમાં એ જળવાવી જોઈએ. પહેલા શેર પ્રમાણે રહે અને મળે કાફિયા થાય પણ બીજા શેરથી કાફિયા યથાવત્ ને મળતા જોવા મળે છે. આ સંજોગોમાં પહેલા શેરની કોઈ પણ એક કડીમાંથી યથાવત્ કાઢી નાંખી એની જગ્યાએ અદાવત, બગાવત, આદત જેવો બીજો કોઈ કાફિયો પ્રયોજવો જોઈએ…

છંદની બાબતમાં પણ આવી જ ઢીલાશ નજરે ચડે છે…

jagadishchristian - નવેમ્બર 1, 2009

ડૉક્ટર સાહેબ તમારી વાત સાચી છે. ગઝલ વિષે મારું જ્ઞાન સીમિત છે. મતલામાં યથાવતનો બંને મિસરામાં ઉપયોગ કરવાથી એ રદીફનો ભાગ બની જાય છે. પહેલા મિસરામાંથી યથાવતને હટાવી અનામત લગાવી ભૂલ સુધારી લીધી છે. ધ્યાન દોરવા બદલ અને જ્ઞાન આપવા બદલ આભાર. ગઝલ બંધારણ સમજાવતું કોઈ પુસ્તકનું નામ જણાવશો તો અભ્યાસ કરી ક્ષતિ ટાળવાનો પ્રયત્ન કરીશ.

dhufari - નવેમ્બર 5, 2009

શ્રી જગદીશભાઇ
જરા પણ નિરાશ થયા વગર ગઝલ લખવાના પ્રયત્નો કરતા રહેશો.મારા એક શિક્ષકવર્યના શબ્દોમાં કહું તો……
“કરતા જાળ કરોળિયો,ભોંય પડી ગભરાયઃ
પણ વણ તૂટેલે તાંતણે ઊપર ચડતો જાય……લગે રહો
છંદશાસ્ત્રનું થોડું ગણું માર્ગદર્શન કદાચ મારા બ્લોગની વિઝીટ લીધા બાદ મળી રહે.
અસ્તુ
પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

http://dhufari.wordpress.com
http://www.dhufari@yahoo.com
http://www.dhufari@gmail.com

4. Dr Robin Christian - નવેમ્બર 1, 2009

good gazal on the theme of satisfaction.
what ever situation may be,i am satisfied.
congregulations.

5. Capt. Narendra - નવેમ્બર 1, 2009

Beautiful! Reference to Sollak and its context to the theme of the Gazal is marvelous.

6. સુરેશ જાની - નવેમ્બર 1, 2009

ગઝલની જારી રહે આવી લખાવટ એટલે બસ
સાંભળે ‘જગદીશ’ તું એવી ઇબાદત એટલે બસ
——————–
જગદીશ, ઇબાદત અને ક્રીશ્ચીયનની કલમે ..

વાહ ! સરસ અને અનુકરણીય ધર્મ નિરપેક્ષતા ..

બધા વિચાર બહુ ઊંડું ચિંતન માંગી લે તેવા છે. તમારી ગઝલોનું ભાવ જગત તાકાતવાન છે.

7. સુરેશ જાની - નવેમ્બર 1, 2009

થોડીક હળવી વાત કરું તો માઠું ન લગાડતા ..

મને હસવું, હસાવવું પણ (!) ગમે છે – એના આધાર પર …

બસ… કયા નંબરની?

dhufari - નવેમ્બર 5, 2009

શ્રી જાનીભાઇ
તમારી કોમેંટ વાંચીને જગદીશભાઇએ પ્રતિભાવ આપ્યો કે નહી નથી ખબર પણ મારા મનમાં તરત જે વિચાર આવ્યો એ કહું? બસને છોડો ને શાહી સવારી વિક્ટોરિયા નંબર ૨૦૩ પકડો.
અસ્તુ
પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

8. agnes kstephan. - નવેમ્બર 1, 2009

good gazal..congratulation…keep it up…

9. Dilip Gajjar - નવેમ્બર 2, 2009

જગદીશભાઈ બહુ સરસ ગઝલ છે.. માણવા અને કદર નો અહેસાસ રહે એટલે બસ ઘણીવાર દોષદર્શનથી મજા જ મરી જાય..વિચાર ને ભાવ કેવો છે તે ય જરુરી..છંદ તો શીખી લેવાશે…થોડી જ મથામણની વાત છે જો કે શીખવાનો ભાવ રાખવો ..
આશિત હૈદ્રાબાદી ની તમારે ગઝલ શીખવી છે…આવાજ પ્રકાશન નવસારી…

10. નટવર મહેતા - નવેમ્બર 2, 2009

સરસ ગઝલ જગદીશભાઈ.

મને છંદ રદિફ કાફિયાની ન કોઈ ગતાગમ
માણુ હું તો દરેક રચના હોય એવી યથાવત

ગમતાને કરું ગુલાલ, સહુને રહી નમતા
આપણે તો નથી કરવી અહિં કોઈ બગાવત

આવી જ રીતે લખતા રહો જગદીશભાઈ
ને રહો તમે આ બ્લોગ જગતમાં સલામત

લો,મેં પણ કંઈ લખી નાંખ્યુ જોડકણા જેવું
કંઈ નથી, એ તો છે ખાલી કોઈ લખાવટ.

દિલીપભાઈએ કહેલ આશિત હૈદ્રાબાદીની ‘તમારે ગઝલ શીખવી છે…?’ આવાજ પ્રકાશન નવસારીથી હું મંગાવી રહ્યો છું તમારી નકલ માટે પણ કહી દઈશ.આજ કાલમાં ફોન કરવાનો જ છું.

દિલીપભાઈનો આભાર! એમણે એ પુસ્તક મને પણ ભલામણ કરેલ છે.

આ સિવાય રઈશ મણિયાર સાહેબનું પણ કોઈ પુસ્તક છે એનું શિર્ષક અને પ્રકાશકની વિગતો કોઈ પાસે હોય તો જણાવવા કૃપા કરશો…

આભાર!!

11. Kshitij Das - નવેમ્બર 3, 2009

Nice thought!
I like it & I enjoyed it.
Keep it up!

12. arvindadalja - નવેમ્બર 4, 2009

સરસ રચના મજા આવી ! બાકી મને ગઝ્લમાં બહુ સમજણ નથી તેમ છતાં વાંચવી ગમે સાંભળવી વધુ ગમે અને માણવી પણ ! ખરેખર મજા આવી !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: