jump to navigation

પાણી વગરની નદી નવેમ્બર 13, 2009

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags: , , , , , ,
trackback

મારી વાર્તા સિટિઝનશીપને આપ બધાનો સારો આવકાર મળ્યો એના માટે આભાર. આજે એક અછાંદસ રચના લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે. આપના ટેકા અને ટીકા આવકાર્ય છે.

પાણી વગરની નદી…fishing2

સુક્કિ ભટ્ટ રેતીથી ભરેલી
નદી કિનારે,
હાથમાં માછલી પકડવાનો
કાંટો લઈ બેઠો છું હું.

કોઈ હસીને ગયું,
કોઈ ખસીને ગયું,
કોઈએ મૂરખ કહ્યો,
કોઈએ ગાંડો કહ્યો!

મને કોઈએ પૂછ્યું નહીં!

પછ્યું હોત તો કહેતો,
કે કાલે બન્ને કિનારે
છલ્લોછલ ભરેલી
નદીમાં ઉદકફુદકતી
સેંકડો માછલીઓ વચ્ચે
સવારથી સાંજ સુધી, ઉમંગભેર
કાંટો નાખ્યાં છતાં
કાંઈ ન મળ્યું!

આજે પાણી નથી!
આજે માછલી નથી!
માછલી પકડવાનો કાંટો છે,
ને હું છું!

– જગદીશ ક્રિશ્ચિયન એપ્રિલ ૦૪, ૨૦૦૪

Advertisements

ટિપ્પણીઓ»

1. સુરેશ - નવેમ્બર 13, 2009

માછલી હોય કે ન હોય…
ફળ મળે કે ન મળે ..

બસ રમત રમવાનો આનંદ માણતા રહો …
માણતા જ રહો …

2. P Shah - નવેમ્બર 13, 2009

duniya to samrudhdhi thee bharelee chhe
pan badhu aapanu kyaa chhe

3. Tejas Shah - નવેમ્બર 13, 2009

આજે પાણી નથી!
આજે માછલી નથી!
માછલી પકડવાનો કાંટો છે,
ને હું છું!

મઝાની અભિવ્યકક્તિ. સુંદર રચના. અભિનંદન.
-તેજસ

4. kashyap - નવેમ્બર 14, 2009

aaj pani nathi to kai nahi.
bapu,
prem no dariyo chhe !

prem ubhray chhe !

biju shu joi e ?

bas aavo ne aavo prem varsavta rahe sho !

5. નટવર મહેતા - નવેમ્બર 14, 2009

આજે હું માછલી નથી પકડતો
કાંટાથી જાણે મને પકડું છું…

ખોવાયેલ મારા માનો હું
ક્યાંક હું મને જકડું છું…

મળું છું સહુને હસી હસીને
સહુ કેમ કહે હું બહુ અકડું છું??

નથી પાણી, નથી લહેર નથી માછલી..

તરસ્યો છું ને પણિયારે ખાલી છે માટલી..

લો જગદીશભાઈ આપે રેલાવેલ ખાલી નદીનો રેલો મેં વધારે લાંબો કર્યો.

6. Vicky Macwan - નવેમ્બર 14, 2009

Jagadishbhai,
Really it is a very good..KAVITA…and also I like too much the opinion..Kavita..of ..Shri Natvar Mehta Saheb…Keep it up..Thanks.Vicky Macwan.

7. Dilip Gajjar - નવેમ્બર 14, 2009

માછ્લી જેવી ચન્ચળ ઈચ્છાઓ પુરી થતી નથી છતાંય તમે જ એકલા નહિ બધાય જાળ નાંખીને બેઠા છે કોઇને કાંઇ ને કાંઈ પકડવું છે તે આશામા જાળ નાખ્યે રાખે છે..કિર્તિની માછલી..ને જાત જાતની ..જીવનની નદીની કોને પરવા છે ?રમત ચાલ્યા કરે છે માત્ર જોવાનો પણ આનંદ આવે …હંમેશા જાળ નાખવાથી આનંદ આવે તેમ જ થોડું છે ….

8. Fr. Mari joseph - નવેમ્બર 21, 2009

Dear Jadgishbhai,
this poem has a lot of imagination and expresses reality of life. Congratulations. Keep up the good work you are doing.
with love,
Fr. Mari Joseph

9. Sandy - ફેબ્રુવારી 26, 2012

Shalom !!
Very Nice ,, kanto to apde janmya che tyar thi jodayelo che apdi sathe kanta ni sathe rahi ne j chaltu rahevanu che apde ekla nathi.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: