jump to navigation

હોય છે! ડિસેમ્બર 11, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
trackback

Source: jazbaat-e-tehzeebblogspotcom

હોય છે!

આંસુ હર્ષનું હોય કે દુઃખનું મારું જ હોય છે!
સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે!
આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધાર્યું જ હોય છે!
આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભાર્યું જ હોય છે!
રેલના પૈડા ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે!
તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે!
જીવતાં શાયદ મળે ના છો ‘જગદીશ’ નામના
કબર ને કબ્રસ્તાન આખું શણગાર્યું જ હોય છે!
-જગદીશ ક્રિશ્ચિયન  નવેમ્બર ૨૦ ૨૦૦૯

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાગાલ ગાલગા

Advertisements

ટિપ્પણીઓ»

1. Tejas Shah - ડિસેમ્બર 11, 2009

“સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે!”..વાહ જનાબ, શું વાત છે. દરેક શેર ચોટદાર છે. અભિનંદન્!

2. PAUL CHRISTIAN - ડિસેમ્બર 11, 2009

Excellent, I love to read all ur Articles.

Thank you for providing good stuff.

Paul

3. Ramesh Patel - ડિસેમ્બર 12, 2009

આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભાર્યું જ હોય છે!
Very nice and meaningful’Thanks for sharing.
nabhakashdeep.wordpress.com Invited with request to visit my New blog .

Ramesh Patel(Aakashdeep)

4. અતુલ જાની (આગંતુક) - ડિસેમ્બર 12, 2009

સરસ
કાવ્ય, છંદ, કે ગઝલની પડે ના મુજને કશી ખબર
શબ્દોની ચોટ આવી મળે ને દાદ નીકળતી હોય છે.

5. વિવેક ટેલર - ડિસેમ્બર 12, 2009

સુંદર ગઝલ…

6. Pancham Shukla - ડિસેમ્બર 12, 2009
7. નટવર મહેતા - ડિસેમ્બર 12, 2009

સરસ ગઝલ.
મહારથીઓ જેવાંકે વિવેકજી, પંચમજી, તેજસજીએ કહી દીધું એટલે મારા જેવા નાચીઝથી ન રહેવાયું, મારે તમને ગુરૂ બનાવવા છે. પુસ્તકો અડધે રસ્તે છે. દિલીપભાઈ પણ આંગળી પકડી છે.
આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધાર્યું જ હોય છે!
મને તો આ વધારે ગમ્યું!!

jagadishchristian - ડિસેમ્બર 13, 2009

નટવરભાઈ તમારો આભાર. અને તમે જે મહારથીઓના નામ ગણાવ્યા એ બધાનો આભાર. એક મહારથીએ એમનો અભિપ્રાય હજુ આપ્યો નથી. ખાસ કરીને પંચમભાઈનો આભાર જે હંમેશા દરેકને માર્ગદર્શન આપતા રહે છે અને મને પણ આપે છે. ગુરુ બનવા જેટલી આવડત નથી પણ I am with you. પુસ્તકો આવશે ત્યારે તો આપણે જરૂર મળીશું.

8. Pastor Bharakumar Parikh - ડિસેમ્બર 12, 2009

Dear Jagdishbhai

very good and the best. I appreciate your Gazal. God bless you and your telents.

9. agnes stephan - ડિસેમ્બર 12, 2009

its amazing….i excellent work.. GOD BLESS YOU!

10. Fr. Varghese Paul, SJ - ડિસેમ્બર 14, 2009

Dear Jagadishbhai,

I enjoyed reading your ghazal. Thanks for sending it to me.

I wish you and your dear ones a very happy Christmas and a peaceful New Year 2010.

With love & regards
Fr. Varghese Paul, SJ

11. Vijay kalyanbhai - ડિસેમ્બર 14, 2009

‘Hoy Chhe’ is really a very nice gazal. A commendable creation. Continue writing.
Vijay kalyanbhai

12. દિનકર ભટ્ટ - ડિસેમ્બર 17, 2009

રેલના પૈડા ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે!

સુંદર અભિવ્યક્તી..

13. Vicky Macwan. - ડિસેમ્બર 19, 2009

Dear Jagadishbhai,
Really I enjoyed the Gazal…keep it up…Chalvu ke dodvu to Sahiyaruj Hoychhe…..very nice.Vicky Macwan.

14. rajeshri panchal - ફેબ્રુવારી 13, 2010

very nice and touchy gazal ,realy i enjoy this gazal.

15. સર્જકો સાથે સાંજ – ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા - જૂન 7, 2010

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: