jump to navigation

મારી કવિતા! ડિસેમ્બર 18, 2009

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , , ,
trackback

મારી કવિતા!

મને,
રસ્તામાંથી એક કવિતા મળી!
રખડતી, રઝળતી,
પગમાં અથડાતી, કૂટાતી,
કવિતા.
તેના શબ્દોને વાચા હતી.
એણે મારા કાનમાં કહ્યું,
‘તને કવિતા કરતાં આવડે છે?’
શું બોલું હું?
ના.
‘તો ઉપાડી લે મને’
અને?
‘લખી નાખ છેડે તારું નામ!’
આંખોએ કવિતા ઉકેલી
“સાભાર પરત” અને……
ગુસ્સાથી,
ડિસેમ્બરની ઠંડીમાંય
પરસેવાથી ભીંજાઈ ગયો.
અંધારી રાત્રે તારો પ્રકાશ્યો
પૂર્વમાં પૂંછડીઓ,
લોકો હર્ષઘેલાં,
સોનું, બોળ, લોબાનનું બજાર,
ગરમ હતું.
મારી નિદ્રાદેવી,
ગરબે ઘૂમવા નાઠી.
હુંય ગયો ‘શું છે ભાઈ?’
કોઈ બોલ્યું,
‘તારણહાર ઈસુ જન્મ્યા છે “જગદીશ”!’
-જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૧૯૭૬
(૧૨/૧૫/૧૯૭૬ ના “દીપક” માસિક માં છપાઈ હતી. બે વર્ષ પહેલાં મારો ભાઈ ઇન્ડિયાથી લેતો આવેલો)

Advertisements

ટિપ્પણીઓ»

1. Capt. Narendra - ડિસેમ્બર 18, 2009

જગદીશભાઇ,
તમારી કવિતા ગમી. નાતાલ શબ્દ ઘણી સુંદર ઉર્મિઓ જગાડે છે અને યાદ આવે છે લંડનમાં અમારા ઘરના આંગણે ક્રિસ્ટમસ કૅરલ ગાવા આવતાં બાળકો. મને સૌથી વધુ નાતાલનું ગીત ગમ્યું હોય તો અનુરાધા શ્રીરામે ફિલ્મ “સપને”માં ગાયેલ “રોશન હુઇ રાત….” છે. તમે અાપણું આ ભારતીય કૅરલ તમારી સુંદર કવિતાની સાથે અહીં મૂકી શક્યા હોત તો આનંદમાં પૂર્ણીમાની ભરતી આવી હોત!

2. Tejas Shah - ડિસેમ્બર 18, 2009

કલ્પનાઓનું સુંદર પ્રયોજન

3. Ramesh Patel - ડિસેમ્બર 19, 2009

માનવ જાતના કલ્યાણ માટેના અવતાર અને

આપના ભાવનાથી ભરેલા હૄદયના સ્પંદનો કવિતામાં

સરસ રીતે મઢાઈ ગયા.

રમેશ પટેલ(આકાશદીપ)

4. Bharakumar Parikh - ડિસેમ્બર 19, 2009

excellent… we wish you A Happy Christmas and Happy New Year.

5. પંચમ શુક્લ - ડિસેમ્બર 19, 2009
6. PAUL CHRISTIAN - ડિસેમ્બર 19, 2009

Jagdishbhai, Jay hooo.

Paul Christian

7. joyce - ડિસેમ્બર 19, 2009

Aflatoon!!!!!

Can you not present “Roshan hui raat”? like Capt. Narendra has suggested?

Thanks

Joyce

8. joyce - ડિસેમ્બર 19, 2009

Isu khristna name bajar garam rahe chhe!!!!! Good for economy!!!

Can you not present “Roshan hui raat”? like Capt. Narendra has suggested?

Thanks

Joyce

9. Dilip Gajjar - ડિસેમ્બર 19, 2009

Sunder Kavita Taranhar ishu perni ane painings pan saru..

10. DR ROBIN CHRISTIAN - ડિસેમ્બર 19, 2009

dear jagadishbhai,
excellent excellent effort telling the story of christmas.
HAPPY CHRISTMAS to all your readers & well wishers &
all your family members.

11. arvind - ડિસેમ્બર 20, 2009

ખૂબજ સરસ ! મજા આવી !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: