jump to navigation

પાળી શકે! ડિસેમ્બર 31, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
trackback

નવું વર્ષ શરૂ થાય એટલે આપણે બધા નવી નવી પ્રતિજ્ઞા કરતા હોઈએ છીએ. મોટા ભાગના થોડા દિવસ અમલ કરી પાછાં રોજિંદાં પ્રવાહમાં વીસરી જતા હોઈએ છીએ. તો એના અનુસંધાનમાં એક નવી ગઝલ રજૂ કરું છું. આશા છે તમને ગમશે. તમારા મૂલ્યવાન અભિપ્રાય આપી અભિભૂત કરશો. સૌ મિત્રોને નવા વર્ષની શુભકામના. આભાર. 

પાળી શકે!

આપી શકે તો આપ તું એવી કસમ પાળી શકે!
ચીલા નવા ના પાડ જો જૂની રસમ પાળી શકે!

અવરોધ તો લાખો હશે આખાય આ પ્રવાસમાં
પ્રયાસ એવા રાખ જે તારા કદમ પાળી શકે!

જે ચાહશો તે પામશો માનો નહીં બનશે જ એ
આધાર એનો જો સદા સઘળા નિયમ પાળી શકે!

શોધી શકે તો શોધ તું આખી જ આ દુનિયા ફરી
કોઈ મળે જે સો ટકા ખુદના ધરમ પાળી શકે!

જો પામવો હો પ્રેમ તો તૈયાર રહેજે સર્વદા
જેવા મળે તેવા બધા હસતાં ઝખમ પાળી શકે!

”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!

– જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૨, ૨૦૦૯
છંદ વિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

Advertisements

ટિપ્પણીઓ»

1. AMRUT MACWAN - ડિસેમ્બર 31, 2009

very good and nice GAZAL

AMRUTMACWAN

2. vijayshah - ડિસેમ્બર 31, 2009

saras!
happy new year to you too!

3. Vicky Macwan. - જાન્યુઆરી 1, 2010

Dear Jagadish,
Jo pamvo ho Prem To Taiyar Raheje Sarwada
Jeva Male Teva Badha, Hasta Zakham Padi Shake……..

Prem no Sambandh…..Zakham Sathej Hoychhe. Great…Gazal…..
Keep it up…..God Bless you and your loving fly….welcoming 2010.
Now it is 00.00 of 1st….Enjoy…..take care.Thanks.
Vicky Macwan.

4. દિનકર ભટ્ટ - જાન્યુઆરી 1, 2010

નૂતન વર્ષાભિનંદન

વર્ષની શરુઆત સુંદર ગઝલથી.. ખુબ સરસ.

5. Ramesh Patel - જાન્યુઆરી 1, 2010

જો પામવો હો પ્રેમ તો તૈયાર રહેજે સર્વદા
જેવા મળે તેવા બધા હસતાં ઝખમ પાળી શકે!

”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!

સરસ ગઝલ,જગદીશભાઈ ભાવ અને પરમ શક્તિ તરફ દોરી જતી.

નવા વર્ષના અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

nabhakashdeep.wordpress.com Invited and a request to visit

With regards
Ramesh Patel(Aakashdeep)

6. Dr.Firdosh Dekhaiya - જાન્યુઆરી 1, 2010

શોધી શકે તો શોધ તું આખી જ આ દુનિયા ફરી
કોઈ મળે જે સો ટકા ખુદના ધરમ પાળી શકે!

વાહ! એકદમ હકીકત બયાન કરી છે…આફ્રીન .
એ સાથે તમારો આ શેર પણ ખોટો પડે છે:

”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!

ગઝલના છંદ બંધારણ હોવા તો જરૂરી ખરા પણ એ ન હોય તો તેનથી ગઝ્લિયત જોખમાતી નથી.મૂળ સત્વ છે વિચારમાં જે તમારા શેરનો જાન છે.

7. વિવેક ટેલર - જાન્યુઆરી 1, 2010

”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!

– જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૨, ૨૦૦૯
છંદ વિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

– સરસ ગઝલ… છેલ્લા શેરમાં છંદની વાત કરી એટલે આટલું જણાવવા પ્રેરાયો છું કે આ ગઝલનો છંદ ગાલગાગા X4 નહીં પણ ગાગાલગા X4 છે…

બીજું, પ્રયાસ અને પ્રવાસમાં ‘પ્ર’ ગુરુ તરીકે લીધો છે જે હકીકતે લઘુ છે અને એને ગુરુ તરીકે ન પ્રયોજી શકાય…

ખ્રિસ્તી નવું વર્ષ મુબારક !

jagadishchristian - જાન્યુઆરી 1, 2010

વિવેક્ભાઈ છંદ તો ગાગાલગાx4 છે પણ it’s a typo error. જે સુધારી દીધી છે. હવે પછીના ગઝલના પ્રવાસમાં પ્રયાસ કરીશ કે ગુરુ અને લઘુ યોગ્ય જગ્યાએ સ્થાન પામે. તમારા માર્ગદર્શન માટે આભાર.

8. Govind Maru - જાન્યુઆરી 1, 2010

નવલ વર્ષ 2010ના અભિનન્દન..

9. Lina Christian - જાન્યુઆરી 1, 2010

Very nice one..Jagdishbhai.. Merry Christmas and Happy New Year !!

10. નટવર મહેતા - જાન્યુઆરી 2, 2010

સરસ રચના. તમે તો બંધારણને પચાવી લીધું છે.
ડો. વિવેક ટેલરની વાહ વાહ મળી એટલે ઘણું મળ્યું.

સાહિત્ય જેના ઉરમાં છે એ જ આમ શબ્દોને પંપાળી શકે.
વહી નીકળે લાગણીનું ઝરણ એને ભલા કોણ ખાળી શકે?

આમ તો બહુ લડખડ્યો છું હું સરે રાહ ચાલતા ચાલતા
મળે જો કોઈ રાહબર હવે તો સારું, મને એ સંભાળી શકે.

આમાં કંઈ રદિફ કે કાફિયા કે મત્લા કે મક્તા નથી યારો..
લાગણી છે દિલની એને ક્યાં કોઈ શબ્દોમાં ઢાળીમાં શકે??

લો,આ તો મેં પણ ભરી મહેફિલમાં થોડું કહી દીધું દોસ્તો.
તો માફ કરશો આ તો જગદીશભાઈની ગઝલની કમાલ છે. બાકી કંઈ નથી.

11. himanshupatel555 - જાન્યુઆરી 4, 2010

સરસ ગઝલ છે. વાંચવી ગમી
વાંચો મારા કાવ્યો@http://himanshupatel555.wordpress.com
thank you

12. Ramesh Patel - જાન્યુઆરી 14, 2010

જો પામવો હો પ્રેમ તો તૈયાર રહેજે સર્વદા
જેવા મળે તેવા બધા હસતાં ઝખમ પાળી શકે!

”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!
majani gazal.
Ramesh Patel(Aakashdeep)

13. Dilip Gajjar - જાન્યુઆરી 14, 2010

જો પામવો હો પ્રેમ તો તૈયાર રહેજે સર્વદા
જેવા મળે તેવા બધા હસતાં ઝખમ પાળી શકે!

”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!
Wah Jagdishbhai very nice gazal with clear and effective thoughtful message what else I say enjoyed..perfect in meter. Keep it up

14. Rajesh Padaya - ફેબ્રુવારી 21, 2010

khubaj saras Che bhaishree.

15. Rajesh Padaya - ફેબ્રુવારી 21, 2010

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: