jump to navigation

જુઓ હું શું કરું? જાન્યુઆરી 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
trackback

જુઓ હું શું કરું?

મઝધારમાં ડૂબી રહી કશ્તી જુઓ હું શું કરું? 

સાગર કરે તોફાન ને મસ્તી જુઓ હું શું કરું? 

 

લક્ષ પામવાના જેટલા પ્રયાસ સૌ નાકામ ને

ના કામ લાગી કેટલીય ભક્તિ જુઓ હું શું કરું? 

 

જોયા જમાનાના બધા આકારના સૌ આયના

મારી છતાં મળતી નથી હસ્તી જુઓ હું શું કરું? 

 

કોણે દગો દીધો ફરું છું હર ગલી હું શોધવા

છે બેવફા આખીય આ વસ્તી જુઓ હું શું કરું? 

 

આઘાતના ચોધાર છે આંસુ અમારી આંખમાં

વેચાય પ્રેમપત્રો બની પસ્તી જુઓ હું શું કરું?

 

દારૂ-દવા ના કામ લાગે છે હવે આ દર્દને

છે બેઅસર સઘળી દુઆ નિયતી જુઓ હું શું કરું?

 

જગદીશ તો બદનામ છે માને બધા એ વાતને

કરતો ખુલાસા છું જબરદસ્તી જુઓ હું શું કરું?

 

– જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૨ ૨૦૦૯

 છંદ વિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

Advertisements

ટિપ્પણીઓ»

1. Ramesh Patel - જાન્યુઆરી 16, 2010

જોયા જમાનાના બધા આકારના સૌ આયના

મારી છતાં મળતી નથી હસ્તી જુઓ હું શું કરું?
……
vaah.
very nice gazal.
these two lines establish you as poet.
Thanks for sharing.
Ramesh Patel(Aakashdeep)

ધૂળનું ઢેફું…રમેશ પટેલ(આકાશદીપ)
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

With regards
Ramesh Patel(Aakashdeep)

2. kashyap - જાન્યુઆરી 16, 2010

maja aa gayi !

3. harish - જાન્યુઆરી 16, 2010

khub saras ADIL MANSURI ni yaad aavi Gayi

4. વિવેક ટેલર - જાન્યુઆરી 16, 2010

સુંદર રચના…

5. Prabhulal Tataria"dhufari" - જાન્યુઆરી 16, 2010

ભાઇશ્રી જગદીશ,
વાહ! ક્યા બાત હૈ.સરસ રચના વાંચવા મળી
આઘાતના ચોધાર છે આંસુ અમારી આંખમાં
વેચાય પ્રેમપત્રો બની પસ્તી જુઓ હું શું કરું?
દારૂ-દવા ના કામ લાગે છે હવે આ દર્દને
છે બેઅસર સઘળી દુઆ નિયતી જુઓ હું શું કરું?આ લીટીમાં નીયતી શબ્દ જરા ખટકે છે,પણ જો આ લીટી આમ લખી હોત તો વધુ અસરકારક રહેત એમ મને લાગ્યું એટલે લખું છું કે,છે બેઅસર લાગે દુવા સસ્તી જુઓ હું શું કરૂં
અભિનંદન

6. Vicky Macwan. - જાન્યુઆરી 16, 2010

Jagadish,
This is the Real Situation and a Common Mental Position of ALL Human
Being…No Worry…We are ALL with You in the SAME MAZDAAR…its a very nice Gazal…Every Human Being may Enjoy it…keep it up…Vicky.

7. Peter Jadav - જાન્યુઆરી 16, 2010

Very romantic.Congratulatios.

8. હિમાન્શુ પટેલ - જાન્યુઆરી 16, 2010

સરસ ગઝલ છે અને ખાસ કરી આ પંક્તિઓ ગમી
“મઝધારમાં ડૂબી રહી કશ્તી જુઓ હું શું કરું?
સાગર કરે તોફાન ને મસ્તી જુઓ હું શું કરું?

9. Tejas Shah - જાન્યુઆરી 16, 2010

વાહ! ક્યા બાત હૈ….

કોણે દગો દીધો ફરું છું હર ગલી હું શોધવા

છે બેવફા આખીય આ વસ્તી જુઓ હું શું કરું?

સુંદર રચના.

10. પ્રવિણ શ્રીમાળી - જાન્યુઆરી 16, 2010

જગદીશભાઈ, તમે તો સરસ લખી શકો છો! વાઉ મને તો આજે જ ખબર પડી કે આટલું સરસ તમે લખો છો, સરસ અને દિલ ને ટચ કરતી ગઝલ. તેના એકએક શેર ચોટદાર છે.

11. Vijay Macwan(Bhumel) - જાન્યુઆરી 17, 2010

Jordar.Congrats

12. પંચમ શુક્લ - જાન્યુઆરી 17, 2010

સરસ ગઝલ.

13. alfred john - જાન્યુઆરી 18, 2010

sunder gazal sachot rajuat

14. Dilip Gajjar - જાન્યુઆરી 19, 2010

આઘાતના ચોધાર છે આંસુ અમારી આંખમાં
વેચાય પ્રેમપત્રો બની પસ્તી જુઓ હું શું કરું?

દારૂ-દવા ના કામ લાગે છે હવે આ દર્દને
છે બેઅસર સઘળી દુઆ નિયતી જુઓ હું શું કરું?

Jagdishbhaai, have khub jaami gazal sheriyat ne tamaara thoughful mesaage..fine meter chhe. Wah…


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: