jump to navigation

સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા પેટલાદ – સુવર્ણજયંતી મહોત્સવ જાન્યુઆરી 18, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
trackback

૦૧/૧૭/૧૦: આજે સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા, પેટલાદ નો સુવર્ણજયંતી મહોત્સવ રંગેચંગે પતી ગયો. આજે એ શાળાના સુવર્ણજયંતી પર્વે આનંદ અને આભારદર્શનની લાગણી થાય છે. સ્કૂલ, શિક્ષણ અને શિક્ષકો આપણને જીવનનું અણમોલ ભાથું પુરું પાડે છે. જીર્ણ થતી એ શાળાને સંભાળવાની અને મજબૂત બનાવવી એ આપણી ફરજ છે. આપણાથી થતું યથાયોગ્ય યોગદાન આપવું એ આવશ્યક છે.  

મેં ૧૯૬૯ માં સુણાવ વી. બી. મલ્ટીપર્પસ હાઈસ્કૂલમાંથી આઠમું પુરું કરીને મરિયમપુરાની સેન્ટ મેરી હાઈસ્કૂલમાં નવમું ધોરણ શરૂ કર્યું. ત્રણ વર્ષ આ સ્કૂલમાં ભણીને ૧૯૭૨ માં એસ.એસ.સી. પાસ કર્યું. ત્યાર પછી પણ ૧૯૭૯ સુધી અમે મરિયમપુરા જ રહ્યા હતા એટલે સ્કૂલ છોડ્યા છતાં રોજ એ સ્કૂલના પ્રાંગણમાં ફરવાનો લાહવો મળતો રહ્યો. જુના શિક્ષકો તથા નવા વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળતો રહ્યો. આજે એ સ્કૂલના દિવસો તરફ પાછી નજર નાખતાં કંઈ કેટલાય ચહેરાઓ જે ધૂંધળા થઈ ગયેલા એ આંખો સમક્ષ સ્પષ્ટ થઈ રહ્યા છે. એ સમયની તારુણ્ય સભર નાદાનિયત, મસ્તી, અકારણ આકર્ષણ અને મુગ્ધાવસ્થા ભરી ગગનચુંબી અપેક્ષા પરથી વાસ્તવિકતાની સપાટી પરની પછડાટ. અને પછી મૂર્છામાંથી વાસ્તવિકતા સુધી પહોંચવાના ધાંધિયા પછી આજના સ્થિર અજવાળામાં કાલને જોવાનો રોમાંચ અદભૂત છે.  

સ્કૂલના મારા આ ત્રણ વર્ષ દરમ્યાનના શિક્ષકો અને સંચાલક:

સ્કૂલનો વિસ્તાર અને વિકાસના પ્રણેતા – ફાધર ગોરસ

અંગ્રેજી ફાધર જોન ઓલ્ફોન્સો, ફાધર વેલી પરેરા, ફાધર સર્જીઓ ડાયસ (આચાર્ય) 

ગુજરાતી જોન કાનિસ સાહેબ

હિન્દી દિનેશ પટેલ સાહેબ

સંસ્કૃત જાની સાહેબ 

ગણિત અને વિજ્ઞાન રાઠોડ સાહેબ

ઇતિહાસ ભૂગોળ માર્ટીન સાહેબ  

ચિત્રકામ જસવંત સાહેબ  

વ્યાયામ બળવંત સાહેબ 

વ્યવસ્થાપક ( Clerk) રમણ સાહેબ અને પીટરભાઈ  

અને છગનભાઈ અને એમના પત્ની દિવાળીબેન  

મારા બધા સહાધ્યાયીઓના નામ જણાવવાનું ટાળું છું. આજે પણ મારો જેમની સાથે સંપર્ક છે એમના નામ જણાવું છું. 

સિસ્ટર વર્ષા, આગ્નેસ (કેનેડા) લલિતા (અમદાવાદ) ફિલિપ (મરિયમપુરા) સેમ્યુલ (પેટલાદ) સિરીલ (અમેરિકા) જ્યોતિ (આણંદ)

આજના આ મહોત્સવમાં હાલ ભણતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો વગેરે મળીને ૩૦૦૦ કરતાં પણ મોટી સંખ્યમાં હાજર રહી પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા. આજના મહોત્સવને પેટલાદના ધારાસભ્ય શ્રી. નિરંજન પટેલના હસ્તે ખૂલ્લો મુક્યો હતો અને અમદાવાદ ધર્મપ્રાંતના પરમપૂજ્ય બિશપ થોમાસ મેકવાનના અધ્યક્ષપદે તથા ગુજરાત રાજ્યના માજી પ્રધાન શ્રી. સી. ડી. પટેલ અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી. બી. કે પટેલ ના મુખ્ય મહેમાન પદે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બીજા ઘણા મહાનુભાવો હજર હતા અને બધાના નામ લખવાનું ટાળું છું પણ નીચેના પિક્ચરમાં જોઈને ઓળખી જજો.

આ પ્રસંગના પિક્ચર કનુભાઈ પરમાર તરફથી મળ્યા છે જે જોવા માટે અહીં ક્લિક કરો.

આ સ્કૂલનો એક વિડિયો યુટ્યુબ પરથી મળ્યો છે એ જોવા અહીં ક્લિક કરો. 

જુના સમયની યાદ જાગી છે તો મારા એ સ્કૂલ દરમ્યાનનું એક પિક્ચર (એ પણ ઘણું જુનું થઈ ગયું છે)     

 

 

 

Advertisements

ટિપ્પણીઓ»

1. Peter Jadav - જાન્યુઆરી 18, 2010

Congratulations to St Mary’s Parivar.Thanks for sharing

2. Shantilal Parmar (Class of 1974-75) - જાન્યુઆરી 18, 2010

Very nice celebrations!! I was able to recognise so many old faces(my classmates and teachers).

Thank you Jagadishbhai.

3. RAMESH Patel - જાન્યુઆરી 18, 2010

સ્કૂલ, શિક્ષણ અને શિક્ષકો આપણને જીવનનું અણમોલ ભાથું પુરું પાડે છે.
…..
શ્રી જગદીશભાઈ,વતનની યાદ અને જ્યાંથી આપણા જીવનનો પાયો ઘડાયો

તેની મધુરી યાદ આપના વીડીઓ દ્વારા અમે પણ અનુભવી.

આપના હૃદયમાં એક લેખક અને કવિની ભાવના અસ્ખલીત

વહે છે અને આપના શબ્દો દ્વારા ઊભરતી લાગે છે.

આપે બાળપણ માં બોર અને રાયણ આંબલી ખાવાની

વાત એ આપણા સૌના બાળપણ સાથે વણાયેલી છે અને એનું માધુર્ય

આપે લખેલી કોમેન્ટ વારંવાર વાંચવા લલચાવે છે.

રમેશ પટેલ(આકાશદીપ)

ચંદન સ્નેહ – રમેશ પટેલ(આકાશદીપ)Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

With regards
Ramesh Patel(Aakashdeep)

4. Amrut Macwan - જાન્યુઆરી 18, 2010

thaks for photo and video of st Mary’s petlad. 50th yrs celebration. we have recohnise all our Prist, Teachers and old friends who study in school.

John Macwan
Amrut Macwan
Paul Macwan
Ignace Macwan
and Macwan Family

5. himanshupatel555 - જાન્યુઆરી 20, 2010

તમારો સમય તમ્ને તાજગીસભર યાદ છે એ જ જીવાતા સમયનો મહોત્સવ છે.અને આવા અનેક મહોત્સવ તમને અને તમારી સ્કૂલને મુબારક.

6. agnes - ફેબ્રુવારી 22, 2010

thanks for the pic n video…
i was there but couldnt go…i really missed the opportunity..

7. shashi parmar - ઓગસ્ટ 20, 2011

thanks for sharing this beautiful experience

8. javed patel - ડિસેમ્બર 24, 2011

sir

તમરા લીધે અાજે મને મારી સ્કુલ જોવા મળી.હુ કયા શબ્દોમાં આપનો આભાર માનુ એ મને સમજાતુ નથી.

9. mahesh chauhan - ફેબ્રુવારી 23, 2012

hi, how are you ? i have also there study .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: