jump to navigation

દેશી ટીવી ચેનલનો ત્રાસ! January 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
trackback

દર સપ્તાહ એક પોસ્ટ મૂકવી એવો એક લક્ષ્ય રાખ્યો છે. આજે કોઈ ગઝલ કે વાર્તા મારા સંપાદન માટે તૈયાર નથી તો એક લેખ ઑગસ્ટ મહિનામાં તૈયાર કરેલો તે કોઈપણ કારણસહ પ્રકાશિત નથી કરી શક્યો તે આજે પ્રસ્તુત કરું છું.

દેશી ટીવી ચેનલનો ત્રાસ

પેટ ચોળીને પીડા વહોરી એ કહેવત એકદમ યથાયોગ્ય પુરવાર થઈ જ્યારે પૈસા ખરચીને દેશી ચેનલો લીધી. ડિશ નેટવર્કનું જોડાણ લેવાથી મહિને ૫૩ ડોલરમાં ૨૦૦ અમેરિકન ચેનલ જોવાનો લાવો મળે. આ ૨૦૦ ચેનલ ન્યૂઝ થી માંડીને વિવિધ વિષયને લગતી મનોરંજન સાથે માહિતી પીરસે છે. ખેલજગત, વિજ્ઞાન, આધ્યાત્મિક વગેરે જાત જાતની માહિતીની મોટા ભાગે જીવંત પ્રસારણ સાથે (ખાલી અમેરિકા સ્થિત નહીં પણ દુનિયાના કોઈ પણ ખૂણેથી) દરેક રસના દર્શકોને મનોરંજન સાથે જાણકારી, માહિતી, શિક્ષણ અને દેશ-વિદેશની વિવિધતાના રસદર્શન કરાવે છે. પણ મહિને ૬૦ ડોલર ખરચીને દેશી ચેનલ લેવી પડે છે.  (અત્યારે ૧૫ ચેનલ છે – દરેક ચેનલ બીજી ચેનલને વાંધો હોય, તકલીફ થાય, હરીફાઈ કરવી પડે એવા કોઈજ પ્રયત્ન અજાણે પણ કરતી નથી. અને બધી ચેનલ સાથે મળી કેવી રીતે કેટલા ડોલર એકઠા કરવા એના માટે એકમત થઈ આ વિષય વગરની વાત કરવામાં રસ લેતા જ નથી. કારણ એ સિવાયની વાત આવે તો હરીફાઈ આવે અને હરીફાઈ આવે તો મહેનત કરવી પડે, ખર્ચ કરવો પડે વગેરે વગેરે). સૌ પ્રથમ તો આ દેશી ચેનલ લેવાથી ખોટો ખર્ચ થાય છે. ઘરમાં જો એક કરતાં ઓછાં ટેલિવિઝન હોય તો બિનજરૂરી ઝગડાનું કારણ બને છે. બાળકો અને પતિને બલિદાનમૂર્તિ સ્વરૂપ સ્ત્રીના માટે બલિદાન આપવાની અનોખી પરિસ્થિતિ પેદા કરે છે. અરે આ તો ટીવી સિરિયલનો નવો સબ્જેક્ટ થઈ ગયો! હવે આ દેશી ચેનલમાં નામ એવાં લક્ષણ નથી હોતાં. હવે જો કોઈએ ડૉક્ટર થવું હોય અને મેડિકલ કૉલેજમાં જાય અને અને થિયોલોજીના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! જો કોઈ સાહિત્યના રસને લઈ આર્ટ્સ કૉલેજમાં જાય અને ગણિતના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! હેડલાઈન્સ ટુડે, આજતક કે સમય પર સવારે ૬-૮ વચ્ચે દુનિયામાં કોઈપણ સ્થળે તો શું પણ ભારતમાં કોઈ નવાજૂની થતી હોય તો એની પરવા કર્યા વગર આધ્યાત્મિક કાર્યક્રમ યથાવત્ ચાલતા હોય છે જે બાકીની ૧૩ ચેનલો બતાવતી જ હોય છે (જોકે દરેક ચેનલના પોત પોતાના સંતો અને સાધ્વીઓ હોય છે.) આનો મતલબ એ ન કરતા કે મને આધ્યાત્મિકતા સાથે વાંધો છે. મારા વખાણ નથી કરતો પણ માણસાઈ ન ચૂંકું એનું સતત ધ્યાન રાખું છું. પણ આજ ન્યૂઝ ચેનલો સંજય દત્ત ક્યારે જેલમાં પહોંચશે અને છૂટશે એનું જીવંત પ્રસારણ કરશે, અમિતાભ ક્યારે કયા મંદિરમાં પહોંચશે એનું જીવંત પ્રસારણ કરશે, બીજા બધા કાર્યક્રમને રદ કરીને. આધ્યાત્મિક હોય કે દેશજનના હિતમાં હોય એવા કોઈ પણ કાર્યક્રમને રદ કરી એમની ચેનલને મહત્તમ દર્શકો મળે એવા પ્રયોજન કરે છે. હમણાં એકાદ અઠવાડિયા પહેલાં હું ઑફિસમાંથી નીકળતો હતો અને એક ન્યૂઝફ્લેશ જોઈ કે હીન્દી મહાસાગરમાં આંદામાન નજીક ૭.૧ તીવ્રતા વાળો ધરતીકંપ થયો છે અને સુનામી થવાની શક્યતાની ચેતવણી જાહેર કરી છે. જેમાં ભારત સિવાયના નજીકના ઘણા દેશમાં નુકશાન થવાની ચેતવણી હતી. ઘરે પહોંચતા મને લગભગ કલાક જેવું થાય છે. ઘરે પહોંચી તરતજ મેં દેશી ન્યૂઝ ચેનલ ઑન કરી અને એક કલાક સુધી ત્રણ ચેનલને વારાફરતી બદલતો રહયો પણ એ બધા તો એમની સાથી-સખી-ભગિની ચેનલાના reality show (વાસ્તવિકતાનું પ્રદર્શન??) ના અંશ કે બોલિવુડની નવાજૂની બતાવવામાં મશગૂલ હતા. ઈશ્વરકૃપાથી બે કલાક પછી આ ચેતવણી રદ કરવામાં આવી હતી. (કદાચ મારી માન્યતા ખોટી પણ હોઈ શકે કે આ ચેનલોનું જીવંત પ્રસારણ થાય છે)

આ ત્રણ ન્યૂઝ ચેલનને છોડીને બાકીની ૧૩ ચેનલોમાંથી એક સંગીતની ચેનલ છે જે લગભગ ચોવીસ કલાક નવાં આધુનિક ગીતો બતાવે અને જુનાં ગીત હોય ખરાં પણ એ remix. બાકીની ૧૨ ચેનલ એજ જુના-પૂરાણા સાસુ-વહુ દેરાણી-જેઠાણી ના ઝગડા અને ઘરને નર્ક બનાવવાના પ્રપંચો વાળી ધારાવાહિક. પૈસાનો ભભકો આધુનિક સુવિધાનો વધુ પડતો દેખાવ સ્ત્રી-પાત્રની હીણ કક્ષાની વિલનગીરી વગેરે સમાજમાં જાગૃતિ ક્યાંથી લાવી શકે. સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય નજરે પડતી નથી. અને આપણી ભારતીય સ્ત્રીઓ (થોડા પુરુષો પણ ખરા) ટેલિવિઝનની આ ધારાવાહિક શ્રેણી જોવા માટે કલાકોના કલાક બગાડતા હોય છે. ભારતીય કલા, સંગીત, મૂલ્યો કે સૌજન્યને ઉજાગર કરે એવી ધારાવાહિક બનાવવી જોઈએ. અને આજ ચેનલો બે-પાંચ વર્ષ જુની મૂવિ બતાવે જે લગભગ આ બારે બાર ચેનલ પર લગભગ દર અઠવાડિયે બતાવતા હોવા છતાં એની જાહેરાત કરે તો જણાવે કે only on this channel. આ ચેનલો પર ક્યારેય ગઝલનો, કાવ્યપઠનનો, મુશાયરાનો, ખેલ-કૂદનો કે શૈક્ષણિક કોઈજ કાર્યક્રમ આવતા નથી. ZEE TV વાળાઓએ હદ કરી જ્યારે તેમણે ICL શરૂ કર્યા પહેલાં અમેરિકામાં ZEE SPORTS (વળી પાછી અલગ પૈસા ખરચીને લેવાની) ચેનલ શરૂ કરી એવી જાહેરાત સાથે કે હવે અમેરિકાસ્થિત ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટથી વંચિત નહીં રહેવું પડે. બિલકુલ જૂઠ.

આ દેશમાં દરેક ચેનલ એમના કાર્યક્રમ દરમ્યાન એક કે બે મિનિટની કમર્શિયલ મૂકતા હોય છે. આપણી દેશી ચેનલ ૧૫-૨૦ મિનિટ સુધી કમર્શિયલ મૂકતા હોય છે અને એકજ જાહેરાત એક કરતા વધારે વખત ફરી ફરી બતાવીને કાર્યક્રમ જોવાની મઝા તો બગાડે છે પણ કિંમતી સમય બરબાદ પણ કરે છે. એ જાહેરાત આપનારા અને ચેનલ વાળા એમ માનતા હોય કે એનાથી એ જાહેરાત કરનારી કંપનીને ફાયદો થશે તો એ માન્યતા ખોટી છે. હું તો આ જાહેરાતની એક પણ વસ્તુ જરૂર હોય અને કોઈ પર્યાય ન હોય તો પણ ન લેવાની તરફેણમાં છું. હમણાં ઓગસ્ટની ૧૬ તારીખે ન્યુ યોર્ક શહેરમાં ભારતીય સ્વતંત્રતા દિવસની પરેડનું જીવંત પ્રસારણ પહેલી વખત કરવામાં આવ્યું. એ પ્રસારણ એટલું નબળું અને અવ્યવસ્થિત હતું જે અપેક્ષાથી જોજન દૂર હતું. આ પ્રસારણમાં સંકળાયેલા લોકોએ આ દેશમાં યોજાતી કોઈ પણ પરેડના જીવંત પ્રસારણનો પૂર્વ અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી એ ઊડીને આંખે દેખાતું હતું.

Comments»

1. Vijay Macwan(Bhumel) - January 30, 2010

Nice. you have made people to realize about it.

2. arvind adalja - January 30, 2010

આપે કદાચ મોટા ભાગના લોકોની હૈયે રહેલી વાત હોઠે લાવી દીધી ! દેશી એટલે કે અહીંની ચેનલો કોઈ પણ સીરીયલના 30 મિનિટના ટાઈમ સ્લોટમાં 20 મિનિટ જાહેરાતો દેખાડે છે અને 3-5 મિનિટ વાર્તાનો ફ્લેશ બેક દેખાડે છે. આમ ખરેખર સીરીયલની વાર્તાને આગળ વધવા માટે 3-5 મિનિટનો સમય મળે છે અને તેમ છતાં મોટા ભાગના ખાસ કરીને મહિલાઓ રસ પૂર્વક ટીવી જોવા બધા કામ પડતા મૂકી ગોઠવાઈ જતા રહે છે. આપની એક વાત સાથે હું સહમત છું અને આપ જેવો જ મત ધરાવું છું કે જે કોઈ પ્રોડક્ટસની જાહેરાત ટીવી ઉપર આવે તે વસ્તુ તો નહિ જ ખરીદવાની અને હું તેનો મક્ક્મતાથી અમલ પણ કરું છું ગમેતેવા કચરા જેવા સમાચારો પણ બ્રેકીંગ ન્યુસને નામે માથે મારવામાં આવતા રહે છે. 24 કલાક ચાલતી સમાચારોની ચેનલો માં સમાચારોની એક લાઈન નીચેને ભાગે તો એક ઉપર અને વચ્ચમાં કોઈ સીરીયલ કે તે ચેનલવાલાની બીજી ચેનલમાં દર્શાવી દીધેલા ટૂકડા ચાલ્યા કરે અને સમાચાર વાંચનાર પણ સમાચારો વાંચ્યા કરતો રહે ! ટીવી જોનારાને કદાચ શતાવધાની માનતા હશે આ ચેનલો વાળા !!!!

સ-સ્નેહ
અરવિંદ

3. Pancham Shukla - January 30, 2010

True. Your points are valid.

4. arvind - January 30, 2010

આપે હૈયે હતી તે વાત હોઠે લાવી દીધી ! ચેનલો પ્રેક્ષકોને બાપલા-બિચારા જ સમજે છે અને તેમને ઠીક પડે તે માથે માર્યા કરે છે ! 30મિનિટની સીરીયલમાં 20 મિનિટ જાહેરાતો અને 5-7 મિનિટ ફ્લેશ બેક્ રહી 3-5 મિનિટ વાર્તાને આગળ ધપાવવા અને આવી સીરીયલો જોવામોટા ભાગના ઘરની સ્ત્રીઓ બધુ પડતું મૂકી જમાવી દે છે ! સમાચારોની 24 કલાક ચાલતી ચેનલોમાં બ્રેકીંગ ન્યુસને નામે ગમે તેવા સમાચારો આખો દિવસ માથે માર્યા કરે છે ! આ ઉપરાંત નીચેના ભાગમાં કોઈ સમાચારની લાઈન ઉપરના ભાગમાં બીજા સમાચારની લાઈન અને મધ્યમાં જૂની સીરીયલો કે ફિલ્મોના પ્રો જીકમ જીક તો સાથે સમાચારો વાચનાર પણ સમાચારો વાંચ્યા કરતો રહે અને આમાં કઈ બાબતને પ્રાધાન્ય આપવું તેમાં જોનારા મૂઝાતા રહે છે! ટીવી આવતી કોઈ પણ ચીજ વસ્તુની જાહેરાતથી કોઈએ પણ દોરવાય નહિ જતા તે ચીજ તો નહિ જ ખરીદવી તેવો નિરધાર કરી લેવો રહ્યો. હું તો નથી જ ખરીદતો કારણ આ જાહેરાતો ગ્રાહકોને મૂર્ખ બનાવા માટે અને કિમતો વધારી દેવાની યુકતિ સિવાય કંઈ નથી. ગ્રાહકો અને ટીવી જોનારાઓ જાગો જાગો અને આ ચેનલો વાળાને પાઠ ભણાવો !

સ-સ્નેહ
અરવિંદ

5. Harnish Jani - January 30, 2010

ટી વી વાળાઓને ખબર છે કે દર એક મિનીટે ઉલ્લુ પેદા થાય છે.ઉલ્લુઓ જાણે છે કે પોતે ફસાયા છે-છ્તાં બુદ્ધિ આવતી નથી. ભાઇ શ્રી ક્રિશ્ચિયન- કઢાવી નાખો એ ડિશ અને ” યુ ટ્યુબ” જુઓ.વાંચો- તમારો બ્લોગ વિકસાવો. ૫૩ ડોલરનો સદૌપયોગ કરો.-અને આ મહારાજોએ ટી વી પર વરસાવેલા જુલમને કારણે-મારા જેવાનો ધર્મ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે,–અમેરિકન ટી,વીમાં કાંઇ ઓછા દૂષણો નથી- જે હોય તે તમારો બળાપો યોગ્ય છે-

Eric Leo - January 30, 2010

You are right. I am agree with your point.

6. atuljaniagantuk - January 31, 2010

જે વસ્તુ જે અપેક્ષા રાખીને લીધી હોય તે અપેક્ષાને તે સંતોષતી ન હોય તો તેને છોડી દેવામાં જ શાણપણ છે. હા, આ પ્રકારના રીવ્યું આપવા જોઈએ જેથી બીજા લોકો ફસાતા અટકે.

7. Rajul - January 31, 2010

ટીવી વાળાઓએ એક ટોપીક ને લઇ ને ત્રાસ ફેલાવે છે.અને હવે તો રીયાલિટી શોમાં તથા ન્યુઝ ચેનલમાં પણ સિનેમા ની જાહેરાતની ભરમાર ચાલુ થઈ છે. સિરીયલોમાં દર્શાવાતી અવાસ્તવિકતા તો અતિ અસહ્ય હોય છે. આમાં તો એક જ ઉપાય છે અને તે મારી માફક ટી વી જોવાનુ બંધ કરવુ તે.

8. DHIRAJ REMING PEREIRA - January 31, 2010

I agree with your eye site

you r absolutely right

thanks for this topic.

9. DHIRAJ REMING PEREIRA - January 31, 2010

tamaru avlokan saachu cha.

10. નટવર મહેતા - January 31, 2010

એમાં ય પેલા બાબાઓ, જ્યોતિષાચાર્યોની જાહેરાતો કરતા ટીવીના સ્ટારો..!!
મા. હરનિશભાઇએ કહ્યું એમઃ ટી વી વાળાઓને ખબર છે કે દર એક મિનીટે ઉલ્લુ પેદા થાય છે.ઉલ્લુઓ જાણે છે કે પોતે ફસાયા છે!

हर शाख पर एक उल्लु बेठा है…लुटलो जितना लुटना है।

હમણા એક દિવસ ભુલથી એક ચેનલ દેશી ચેનલ જોઈ તો એના પર વરસો પહેલાં હોળીનો કોઈ કાર્યક્રમ ક્યાંકથી ઉઠાવેલ હશે કે કેમ એ ક્રિસમસ પર આવી રહ્યો હતો. આવું ક્યાં સુધી? તો લોકો જુએ ત્યાં સુધી!
હા, શનિવારે એવીએસ (એશિયન વેરાયટી શો) સરસ હોય છે. એમાં આવતા હિન્દી સિનેમાના રિવ્યુ, ગીતો, દર્શકોનો અભિપ્રાય સરસ, નિસ્પશ્ક હોય છે એ જરૂર જોવા વિનંતી..
બાકી તો…

11. Ramesh Patel - February 2, 2010

સમાચાર ચેનલો ,પાછા સાત આઠ વર્ષથી એવૉર્ડ જીતવાની વાતો કરતા,પક્ષપાતી

અને વ્યુહ ઘડી વાતાવરણ અને બદનામી કરતા આ ત્રાસદાયી તત્ત્વો થઈ પડ્યા છે.

ખરાબાએ વહાણ ચઢાવતી સીરીયલો,તમે જગદીશભાઈ ઘણા બધા સાચાછો.

રમેશ પટેલ(આકાશદીપ)

12. alfred john - February 2, 2010

yes news channels are doing business only for money and popularity, their presentation is based on their own interest and influence of political party/business persons,

13. Rajesh Padaya - February 21, 2010

hu aapanee saathej choo, aavaaj avhu lekho lakhataa rehjo brother, thaee shake to maaru kaam pan juvone saheb at http://www.rajeshpadaya.wordpress.com and if like, add some words in comments please.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: