jump to navigation

શું થશે? ફેબ્રુવારી 6, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , , ,
trackback

શું થશે?

નસીબને કોસવાથી શું થશે?
અતીતને દોષવાથી શું થશે?

મુકામ તરછોડવાથી શું થશે?
કમોત પોકારવાથી શું થશે?

સદા નડે માર્ગ મધ્યે પ્હાણ તું!
તનેજ બસ ટોકવાથી શું થશે?

ભરાવવો હોજ તો છે દૂધથી!
સફેદ જળ ઢોળવાથી શું થશે?

નયન ખુલે પણ તરે જો તિમિર તો!
તરંગ ફંફોસવાથી શું થશે?

કપટ પ્રપંચો જ, પ્રમાણિક નથી!
લલાટ પર છોડવાથી શું થશે?

નથી તમારા દિલે ‘જગદીશ’ તો!
દરે-ખુદા ઠોકવાથી શું થશે?

– જગદીશ ક્રિશ્ચિયન નવેમ્બર ૧૫, ૨૦૦૯
છંદ વિધાન: લગાલગા ગાલગાગા ગાલગા

Advertisements

ટિપ્પણીઓ»

1. Ramesh Patel - ફેબ્રુવારી 6, 2010

નયન ખુલે પણ તરે જો તિમિર તો!
તરંગ ફંફોસવાથી શું થશે?

કપટ પ્રપંચો જ, પ્રમાણિક નથી!
લલાટ પર છોડવાથી શું થશે?

શ્રી જગદીશભાઈ

ગઝલને એક વિચાર ભાવથી સાચે જ સુશોભીત બનાવી છે.

સરસ,વાંચવાનું મન થાય તેવી કૃતિ.

રમેશ પટેલ(આકાશદીપ)

2. himanshupatel555 - ફેબ્રુવારી 6, 2010

પ્રશ્નથી અનુત્તર તરફ ગતિ કરતી ગઝલ એક જ સંવેદનાને પોષે છે.ગમી.

3. Dilip Gajjar - ફેબ્રુવારી 6, 2010

મુકામ તરછોડવાથી શું થશે?
કમોત પોકારવાથી શું થશે?

ધ્યેયનું મહત્વ છે જીવનમાં…
ખુબ સુંદર ગઝલ લઈ આવ્યા જગદીશભાઈ ઘણો મેસેજ મળે છે અને જીવન કાવ્ય જેવું સુંદર બનાવવાનું મન થાય..

4. Patel Popatbhai - ફેબ્રુવારી 6, 2010

Vyakti na Vykatitv ( Sva ) Upar Lakhayel Gazal Vanchavi
Gami. Saras.

5. atuljaniagantuk - ફેબ્રુવારી 7, 2010

બહુ સુંદર સંદેશો. માત્ર નકારાત્મક ભાવનાઓને પોષવાથી કશું જ વળે તેમ નથી. પુરુષાર્થ માટે પ્રેરણા આપતી સુંદર અભિવ્યક્તિ.

ધન્યવાદ.

જરાક જીવનમાં ઉતારવાનો પ્રયાસ તો કર “આગંતુક”
માત્ર ધન્યવાદ આપીને બેસી રહેવાથી શું થશે ?

6. Suresh Jani - ફેબ્રુવારી 7, 2010

Very good words and Chhand.
I am sorry, I can’t type in Gujarati, as I am a diff. place.

jagadishchristian - ફેબ્રુવારી 7, 2010

મુરબ્બી સુરેશભાઈ, આપનો આભાર. ગુજરાતીમાં ન લખી શકવાનો અફસોસ એ માતૃભાષા પ્રત્યેનો તમારો પ્રેમ છે. આજકાલ બ્લોગ પર ગુજરાતી ભાષા વિષે ઘણી ચર્ચાઓ થાય છે. મને એક વાત યાદ આવે તે જણાવું છું કે મોટે ભાગે આપણે ભાષાના ઉપયોગને સ્થૂળ રીતે લેતા હોઈએ છીએ. જ્યારે ગાંધીનગરનું (ગુજરાતની રાજધાની) નિર્માણ થયું ત્યારે ગુજરાતી ભાષાને મહત્વ આપવા માટે બધા road ના નામ બારાખડી પ્રમાણે આપેલા – ક માર્ગ, ખ માર્ગ વગેરે. પણ શહેરના અલગ અલગ વિભાગોને sector-20 વગેરે નામ આપ્યા તો આમાં ગુજરાતી ભાષાની અસ્મિતા ક્યાં જળવાઈ?

7. Narendra Jagtap - ફેબ્રુવારી 7, 2010

નથી તમારા દિલે ‘જગદીશ’ તો!
દરે-ખુદા ઠોકવાથી શું થશે?

વાહ વાહ સરસ ગઝલ …અને અઘરા છંદમાં સારો પ્રયાસ…. સારા કાફીયા અને સરસ રદીફ… અભિનંદન

jagadishchristian - ફેબ્રુવારી 7, 2010

નરેન્દ્રભાઈ આપનો આભાર. વિચારો, કાફિયા અને રદીફ તો મારા છે પણ છંદદોષ નિવારણ તો શ્રી. પંચમ શુક્લના માર્ગદર્શનથી થયેલ છે. નિઃસ્વાર્થ ભાવે વિનમ્રતાથી એ માર્ગદર્શન આપતા રહે છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભારી છું.

8. પંચમ શુક્લ - ફેબ્રુવારી 7, 2010
9. Vicky Macwan. - ફેબ્રુવારી 8, 2010

Dear Jagadishbhai,
There are too many Questions..in the LIFE…SHU THASHE…??? it is a very nice Gazal…
Life is a way….we are all RAHI…very good..keep it up.Vicky Macwan.

10. dilip - ફેબ્રુવારી 15, 2010

sunder ghazal….life is mistry …badhu manvinu dharyu nathi thatu..tethi j dhaaryu dhani nu htay tem kahevaayu….chhata manve nirash thavane badle aashavan thavu…sunder ghazal…chintan chhe..

11. dhavalrajgeera - ફેબ્રુવારી 16, 2010

“નથી તમારા દિલે ‘જગદીશ’ તો!
દરે-ખુદા ઠોકવાથી શું થશે?”
Nice Gazal.

Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org

12. Rajul - ફેબ્રુવારી 16, 2010

નસીબને કોસવાથી શું થશે?
અતીતને દોષવાથી શું થશે?

તદ્દન સાચી વાત અંકે ૧૦૦%.નસીબમા જે લખાયું છે તે જ થાય છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: