jump to navigation

સ્વર્ગસ્થ કવિ શ્રી. રાવજી પટેલ વિષે February 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , ,
trackback

હમણાં એક બ્લોગ પર કવિશ્રી સ્વ. રાવજી પટેલના સાહિત્ય પ્રદાનના વખાણ કરનારની આ કવિ વિષેની બિનજાણકારી એ મજાક અને ચર્ચાનો વિષય બન્યો હતો. કોઈપણ સાહિત્યકાર, કલાકાર કે પ્રખ્યાત વ્યક્તિના જન્મદિવસ કે મરણદિવસ કે તેમની હયાતીપણાની જાણકારી એ વિશિષ્ટ જ્ઞાન માગી લે છે. અને દરેક વ્યક્તિને એ જ્ઞાન હોય જ એ જરૂરી નથી. અને આ જ્ઞાન એ સામાન્ય જ્ઞાનની પરિભાષામાં આવતું નથી. અને જીવિત કે મૃત વ્યક્તિના વખાણ કરવા કે એમણે કરેલાં કાર્યના અભિનંદન આપવા એમાં ખોટું શું છે?

સામાન્ય જ્ઞાન એટલે કે common sense નું અર્થકરણ નીચે પ્રમાણે છે.

Common sense – Noun

Sound practical judgment that is independent of specialized knowledge, training, or the like, normal native intelligence.

આ પોસ્ટ મૂકવાનો આશય કોઈનું પણ અપમાન કરવાનો નથી. પણ મારી પાસે એક પુસ્તક છે એમાંથી સ્કેન કરીને એમના વિષે થોડી માહિતી અને એમનાં બે કાવ્યો એમના પોતાના હસ્તાક્ષરમાં અને એમની બે ગઝલ અહીં રજૂ કરું છું. તે પહેલાં એમનું અમર ગીત “મારી આંખે કંકુનાં” સાંભળો.

અહીં ક્લિક કરો શ્રી. રાવજી પટેલ વિષે શ્રી. રઘુવીર ચૌધરીના પોતાના અનુભવ “રાવજી એટલે રાવજી”

બે ગઝલ – કવિશ્રી. સ્વ. રાવજી પટેલ 

૧.
આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
લ્યો ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે – થાકી ગયાં.
રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.
આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.

૨.
કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.
અટારી નીચે વૃક્ષ ઊગ્યું’તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.
કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.
નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.
પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.
હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

Advertisements

Comments»

1. himanshupatel555 - February 15, 2010

“હમણાં એક બ્લોગ પર કવિશ્રી સ્વ. રાવજી પટેલના સાહિત્ય પ્રદાનના વખાણ કરનારની આ કવિ વિષેની બિનજાણકારી એ મજાક અને ચર્ચાનો વિષય બન્યો હતો.”
સુરેશ દલાલે કરેલા સંપાદનમાં પણ ભૂલો થઈ છે, એમાં તો કોઈના કાવ્યો અને કોઈ તેનો કવિ.તાદર્થ્યના અંકમાં લેખો છાપ્યા તે અને પાછળ અનુક્રમણીકામા નામો છાપ્યાતે કોઈ સંબંધ નહતો, ભૂલો કરાતી નથી થઈ જાય છેઃ ટીકા કરવાથી અને આંગળીઓ ચીંધવાથી
આપણે દૂર રહેતા શીખવું પડ્શે?
જગદીશભાઈ મેં આણંદ રાવજીના હસ્તાક્ષર જોયા હતા અને તાદર્થ્યનો રાવજી વિશેશાંક થયો તેમાં મેં વાંચ્યા છે.આ વધારાના અને નવા છે મારે માટે, આભાર.ઉપર મૂકેલો અંક તમારી પાસે હોય તો મારે જોઈએ છે,મારો ફોન તમારી પાસે છે જણાવજો.

2. P Shah - February 15, 2010

ખૂબ સરસ !
સુંદર રચના વાંચી આનંદ થયો.

3. Harnish Jani - February 15, 2010

બહુ સુંદર બ્લોગ બન્યો છે-રાવજી વડે.
રાવજીને તેના જ ઘરમાં મળવાનું થયુંહતું તેને મેં મારી પહેલી વાર્તા વંચાવી હતી.
મારી આંખે કંકુના. સૂરજ………. ગુજ સાહિત્યમાં અમર રહેશે.

4. SARYU PARIKH - February 15, 2010

મારી આંખે કંકુના સૂરજ….. સાંભળવુ ગમ્યુ. મોકલવા બદલ આભાર.
સરયૂ પરીખ
http://www.saryu.wordpress.com

5. Ramesh Patel - February 16, 2010

Thanks for sharing such poems having innermost
feelings.
Ramesh Patel(Aakashdeep)

6. વિવેક ટેલર - February 16, 2010

રાવજી પટેલના અજરામર ગીત ‘મારી આંખે કંકુના સૂરજ’ વિશે વધુ વાંચવાની ઇચ્છા ખરી?

http://layastaro.com/?p=2732

7. Narendra Jagtap - February 16, 2010

વાહ દોસ્ત ખુબ ખુબ આભાર… મારે ખરેખર આ ગીત સાંભળવાની ખુબ ખુબ ઇચ્છા હતી… અને તમે શ્રી રાવજી પટેલ ની 2 ગઝલો મુકી ખુબ જ સારુ કામ કર્યુ છે… અભિનંદન

8. સુરેશ - February 16, 2010

તેમની જીવન ઝાખી વાંચો . જો કોઈ ભુલ હોય તો જરુર જણાવશો.
http://sureshbjani.wordpress.com/2006/08/26/ravji_patel/

9. Dilip Gajjar - February 16, 2010

જગદીશભાઈ, સુંદર માહિતિ રાવજી પટેલ વિષે અને મારી ‘આંખે કંકુના’ સાંભળી આનંદ થયો..આ પોષ્ટ મુકવા બદલ અનિનંદન.

10. પંચમ શુક્લ - February 16, 2010

Superb post.

11. atuljaniagantuk - February 17, 2010

કશું લખવા માટે કી બોર્ડ ઉપર આંગળી નથી ફરતી.

12. Vicky Macwan - February 17, 2010

Dear Jagadishbhai,
Ravji Patel Etle Ravji Patel…..Ravji ni Ankhe Kanku na Suraj Athamiya…
Potana dukh ne adbhoot rite raju karnar….Ek Matra Virlo..Mot ne Nazar
same joi ne ….atli Karuna sabhar Rachna Lakhnar…Ravji Patel…Ek AMAR KAVI….Premi…ne Umda Inshan….Emna vishe vadhare janvu gamse….keep it up…very good….thanks.
Vicky Macwan.

13. Pinki - February 20, 2010

great post !

Just before few days , I posted same song

if u permit me, I will like to put it in his own handwriting ?!!

thanks !!!

14. Patel Popatbhai - March 2, 2010

Shree Jagdishbhai

Svg, Ravjibhai ni Rachana Dard-Kudarat na DARSAN Karave Chhe.

Mahiti Badal Aabhar.

Granthalay (Vidhapithna) man Joya Hata,Bus-Stand Upar Pan. Sivay Koi Leva Deva Nahin, To Pan, Teosriae Pote Gujarati Sahitya Vachak (Mane ) Jagatne Aetlu SundarSarvottam Sarjan Dai Gaya!!!!!!

Aaje 42 Vars Pachhi Pan Aankho Bharai Gai, Drad Thyun Dil man. ” Jene Kudrat ne Chahi Aene Kudarat !!!! Karmave ???? ”

Tarat Tamne Javab Na Aptan 15 Divas Nikali Gaya.
Mare Gujarati Lipi man Lkhvu Hatun. Na Favyun.
Be Mitrona Pryatna Chhatan.

Pujya Raghuvir Choudgri, Pujya Chandrakant Sheth
Ane Pujya Mohanbhai Patel Hindi GUjarati na Adhyapako Hata.

15. Patel Popatbhai - March 2, 2010

” MARA ” Adhyapako Hata. Vanchva Vinanti

16. રાજેશ આહીર - August 24, 2013

મારા નેટ જગતના સાહિત્યના ઈતિહાસમાં મે સોથી વધારે રાવજી પટેલના સાહિત્ય અને જીવને શોધ્યુ છે જે અત્રે પૂર્ણ થયું


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: