jump to navigation

મોસમ પ્રેમની – કવિ શ્રી. તુષાર શુક્લ ફેબ્રુવારી 21, 2010

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત.
Tags: , , , , , , , ,
trackback

હજુ ગયા રવિવારે વેલેન્ટાઈન દિવસ બધાંએ ઊજવ્યો અને કેટલાય “આઈ લવ યુ” હવામાં ગુંજ્યા હશે. પણ આ પ્રેમની મોસમ એક દિવસ માટે મર્યાદિત નથી. આ મોસમ તો બારે માસ સદાબહાર હોય છે. પ્રેમ તો વાતો, ગીતો, અનુભવ, મિલન, વિરહ, વેદના, હસવું, રડવું, રડાવવું, મનાવવું એવી રોજરોજની જીવનની ઘટના સાથે જોડાયેલ છે. પ્રેમની કબૂલાત માટે આજકાલ “આઈ લવ યુ” વાક્ય બહુ હાથવગું હોય છે. એ વાક્યને સમજાવતું કવિ શ્રી. તુષાર શુક્લનું એક સુંદર ગીત આજે તમારી સાથે માણીને તમારા તરફનો મારો પ્રેમ વ્યક્ત કરું છું. ગીતનું સ્વરાંકન શ્રી. ગૌરાંગ વ્યાસનું છે અને કંઠ દીપ્તિ દેસાઈનો છે. (શબ્દો ગીત સાંભળીને લખ્યા છે તો કોઈ ભૂલ હોય તો જણાવશો).

આમ જુઓ તો સીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ…

આઈ હંમેશાં  કેપિટલ છે આઈ એટલે હું
પહેલાં આવે આઈ હંમેશાં સૌની છેલ્લે યુ
શાનમાં સમજી લીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ…

આઈ અને યુ ની વચ્ચે છે લવ નામનો સેતુ
એજ બેઉને જોડી રાખે એજ જીવનનો હેતુ
આ સૌ સમજી લીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ…

પડવાનો નહીં ઊડવાનો છે સંદેશો આ લવમાં
આંખો સાથે પાંખો ખૂલે પ્રેમ તણા અનુભવમાં
સમજી વિચારી કીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ

Advertisements

ટિપ્પણીઓ»

1. Ramesh Patel - ફેબ્રુવારી 21, 2010

આઈ અને યુ ની વચ્ચે છે લવ નામનો સેતુ
એજ બેઉને જોડી રાખે એજ જીવનનો હેતુ
Really enjoyed this nice geet.

Ramesh Patel(Aakashdeep)

2. arvind - ફેબ્રુવારી 22, 2010

પડવાનો નહીં ઊડવાનો છે સંદેશો આ લવમાં
આંખો સાથે પાંખો ખૂલે પ્રેમ તણા અનુભવમાં
લવમાં પડતાં જ પાંખો ખુલે અને અનુભવ તો જાણે વહેતા રહીએ લવમાં સતત વહેતા રેવાની કલ્પના જ ભરપૂર રોમાંચક બની રહે ખરું ને ? ખૂબ જ સંદર ! મજા આવી ગઈ !

સ-સ્નેહ
અરવિંદ

3. Dilip Gajjar - ફેબ્રુવારી 22, 2010

જગદીશભાઈ, ખુબ મજા આવી સાંભળવાની ગીતના શબ્દો અને સંગીત તથા સ્વર ઉત્તમ છે.
આઈ હંમેશા કેપિટલ છે આઈ એટલે હું
અને છેલ્લે…
સમજી વિચારી કીધું છે આ
મેં મારા ગીતમાં સુધારો કરી લીધો છે અને મૂળ પંખીડાને પણ ગાયું….

jagadishchristian - ફેબ્રુવારી 22, 2010

દિલીપભાઈ, શબ્દ સુધારા જણાવવા માટે આભાર. શબ્દો સુધારી દીધા છે. તમારું ગીત ફરી સાંભળી લઈશ. અને ‘પંખીડાના’ આવાવાની રાહ જોઉ છું.

4. નટવર મહેતા - ફેબ્રુવારી 23, 2010

એમ તો આઈ લવ યુ કહેવું લાગે સીધું છે.
કોણ જાણે એ કહેતા ય મન કેટલું બીધું છે!

મેં તો બસ સનમને આપ્યા કર્યું સ્નેહામૃત
કોણ જાણે એણે ક્યાં ઢોળ્યું કે પછી પીધું છે.

એણે ક્યાં આપ્યા ક્યાં ઝખમો ને ક્યાં મલમો
આપણે તો એણે જે આપ્યું બસ લઈ લીધું છે.

આંસુ સુકવ્યા છે વિરહ ગીતો ગાઈ ગાઈને
દર્દ દીલનું આપણે તો ક્યાં કોઈને કીધું છે?

કોણ જાણે એ કહેતા ય મન કેટલું બીધું છે!
બાકી તો આઈ લવ યુ કહેવું લાગે સીધું છે.

લો,આ તો જોડકણું બની ગયું..
હજુ ય કોઈને આઈ લવ યુ કહેતા હું ડરું છું.
શા માટે કહેવું એને જે હંમેશ એને હું કરું છું.

5. atuljaniagantuk - ફેબ્રુવારી 23, 2010

I અને you વચ્ચે સેતુ બનતા love નું સુંદર કાવ્ય. જે You છે તે પોતાને I કહે છે અને જે I છે તે બીજાને You કહે છે. જ્યારે દરેક I કહેનારને સમજાય કે you માં પણ મારી જેવી જ ચેતના રહેલી છે, સંવેદના રહેલી છે, ભાવનાઓ રહેલી છે ત્યારે તેના માનસમાંથી I અને you તેવી જુદારાની ભાવના દુર થાય છે અને તેને સમજાય છે કે I અને you બંને એક જ ચૈતન્યથી પ્રકાશીત છે ત્યારે તેને આ you પ્રત્યે Love થાય છે. જો આકર્ષણ આ ચૈતન્યનું હશે તો Love હશે. પણ જો આકર્ષણ દેહનું હશે તો વાસના હશે. પ્રેમમાં ચડતી અને વાસનામાં અધોગતી. પ્રેમ પંથ ઘણો કઠીન છે, સમજીને ચાલવા જેવું છે નહીં તો ગરબડ થવાની પુરી સંભાવના છે. અને શ્રી નટવરભાઈ કહે છે કો જો એક વાર કુંડાળામાં પગ પડી જાય તો બહાર નીકળવું અતીશય કઠીન થઈ પડે છે. શ્રી નટવરભાઈ ની શક્તીશાળી કલમે આલેખાયેલી વાર્તા “કુંડાળું” વાંચવા જેવી છે.

ખાસ નોંધ:- સમય લઈને જ વાંચવા જવું, નટવરભાઈની વાર્તા લાંબી હોય છે અને એક વાર શરુ કર્યા પછી અધુરી છોડી શકાતી નથી.

http://natvermehta.wordpress.com/2010/02/21/%E0%AA%95%E0%AB%81%E0%AA%82%E0%AA%A1%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81%E0%AA%82/

6. manhar m.mody ('mann' palanpuri ) - ફેબ્રુવારી 23, 2010

enjoyed the song jagdishbhai. thank you.

7. Patel Popatbhai - ફેબ્રુવારી 24, 2010

Saras Geet Shabdankan-Svarankn Banne Rite
Diptiben ne Paheli var sanbhalyan.

Aa Badhanma Sauthi Saras Aap SAUNI comment Vanchva Mali.

Shree Natvarbhai ae to Comment ma Puru kavya Rachi Aapyun, Dil Dardnu………………….Ane, Sha Mate………….
Aa be Panktio Sparsi Gai. Setu Hetu Sahit.

Atulbhai ” I ” Uparthi Aek Kartun Yad Aavyun. Kongres ” I ”
Hari Hati Tyare Morarji Kaka Aemni Lakdi na Vanka Valankthi ” I ” Khenchi Pade Chhe.
” I ” no Marma Samajva Jevo To Chhe J.
Mari aa Comment Ahin Yogya na pan Hoi shake.

8. Rajeshri panchal - ફેબ્રુવારી 25, 2010

Jagadishbhai,
khub maja aavi sabhalvani ane swarankan pan khub sunder chhe. realy fine.

9. Rajeshri panchal - ફેબ્રુવારી 25, 2010

Jagadishbhai,
khub sunder rachana che.

10. Narendra Jagtap - ફેબ્રુવારી 25, 2010

JAGDISHBHAI…… khub j saras rachanani moj karavi… Thanks

11. chandravadan - માર્ચ 1, 2010

Jagdishbhai Nice to be on your Blog …Nice Post !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Not seen you on Chandrapukar for a long time…Hope to see you soon for the Post on MITRATA & Others !

12. sapana - માર્ચ 8, 2010

જગદિશભાઈ સરસ રચના લાવ્યા !! તમારુ ઈ મેઈલ શ્ધતી હતિ મારા બ્લોગમા આવવા માટે આભાર માનવા..તમારા બ્લોગમાં પ્રથવાર આવી ..થૉડા ગિત સાંભળ્યા ખુબ સરસ બ્લોગ છે!! ફરી ફરી આવિશ..આભાર તમારો બ્લોગમા પધારવા માટે..
સપના


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: