jump to navigation

મજ્જાની લાઇફ – આરજે ધ્વનિત – રેડીઓ મિર્ચી March 7, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , ,
trackback

હજુ હમણાં અમદાવાદે એના ૬૦૦ વરસની ઉજવણી કરી. ગઈકાલે મારા મિત્ર, સંગીતકાર જયેશ સરૈયા જે “સંગીત” સ્ટોરના માલિક પણ છે તેમના સ્ટોર પર ગયો તો તેમણે ધ્વનિતનું આલ્બમ “મજ્જાની લાઇફ” બતાવ્યું તો લઈ લીધું. ૨૦૦૮ માં “ચાલો ગુજરાત” દરમ્યાન પહેલી વખત એને સાંભળવાનો અને મળવાનો મોકો મળ્યો હતો. આ આલ્બમમાં અમદાવાદને લગતું એક ગીત છે તો અમદાવાદને જન્મદિવસની વધામણી માટે અહીં રજૂ કરું છું. ઓન લાઈન જઈ થોડી શોધખોળ કરી થોડી માહિતી મેળવી નીચે આપી છે.

દેશગુજરાત અને સંદેશના લેખમાંથી નીચેની માહિતી:

સપ્ટેમ્બરની પહેલી તારીખે પોતાના કર્ણપ્રિય અવાજથી ‘હેલ્લો અમદાવાદ’ કહીને લોકોને જગાડનાર આર.જે.ધ્વનિતે પોતાના અવાજમાં ગાયેલા આઠ ગીતો  ‘મજ્જાની લાઇફ’ શીર્ષકવાળા આલ્બમ સાથે રિલીઝ કર્યા છે. આ પ્રસંગ હોટેલ એપ્સિલોન ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના ખ્યાતનામ ગાયકો શ્યામલ મુનશી દેવાંગ પટેલ ઐશ્વર્યા મજમુદાર અને કવિ શ્રી. તુષાર શુક્લ ફોટોગ્રાફર સંજય વૈદ્ય વગેરે હાજર હતા. આ આલ્બમના ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે જ્યારે સંગીત બાવીસ વરસના પાર્થ ઠક્કરે આપ્યું છે.

આ આલ્બમનું એક ગીત ‘પપ્પા તો ડ્યુડ છે.’ નવા જમાનાના ફાધરની વાત કરતું ફાસ્ટ બીટ ગીત છે. તો ‘પરી’ શીર્ષકવાળું સોફટ ગીત કોઈ અજાણી છતાંય સપનામાં આવતી છોકરી માટે ગવાયેલું ગીત છે. પહેલા પ્રેમની શીર્ષકવાળું ગીત ખરેખર પહેલા પ્રેમના રોમાંચ ને સંગીતમય છતાંય સરળ રીતે રજૂ કરે છે જ્યારે બાળપણની યાદો તાજી કરાવતું ગીત ‘ફૂલ-ટુ મસ્તી’ નવી દુનિયા સાથે દોડી રહેલા માણસને જરા થંભીને મસ્તીથી જીવી લેવા માટે અપીલ કરે છે. ઈશ્વર એક છે નો સંદેશ આપતું ‘હરિ ઓમ’ ગીત ઈશ્વર પ્રાર્થનાના બહાને પોતાનો અહં મોટો કરવાની પ્રવૃત્તિ પર હળવો કટાક્ષ કરી જાય છે જ્યારે ‘જિંદગી’ ગીત ખરેખર જિંદગી જીવવાની સાદી છતાંય અસરકારક ફિલોસોફી સમજાવે છે.

એલઆઈસીમાં કર્મચારી તરીકે પોતાની વ્યાવસાયિક કારકિર્દી શરૃ કરનાર ધ્વનિત, રેડીઓ મિર્ચી ૯૮.૩ એફ.એમ.નું આર.જે. હંટ જીતી અમદાવાદના શ્રોતાઓના હૃદયને જીતનારો રેડીઓ જોકી તો બની જ ગયો હતો પણ હવે તાજગીસભર સંગીતથી સજેલા આલ્બમ ‘મજ્જા ની લાઈફ’ના રિલીઝ સાથે આર.જે. ધ્વનિત ગાયક પણ બની ગયો  છે. તે કહે છે કે, ‘‘મજ્જાની લાઈફ આલ્બમ દ્વારા મારે શ્રોતાઓને એજ સંદેશ આપવો છે કે ગુજરાતી મ્યુઝિક એટલે ખાલી ગરબા અને ભજન એવું નથી. બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ આધુનિક પ્રકારનાં ગીતોનું સર્જન થઈ શકે તેવા હળવા અને ગમતાં શબ્દો આપવા સમર્થ છે.

યુટ્યુબ પરથી નીચેનો વિડીયો મળી ગયો તો થયું કે ખાલી ઓડીયો નથી મુકવી. તો માણો…

Comments»

1. himanshu patel - March 7, 2010

અમદાવાદ તને “સખ્ખત” પ્રેમ કરું છું.જગદીશભાઈ સારી માહિતિ પુરી પાડી મારા જેવા માટે.ગુજરાતીઓ બદલાઈ રહ્યા છે અને હું તેનો સાક્ષી નથી!!!

2. Patel Popatbhai - March 7, 2010

Jagdishbhai

Aath Varsnu AMDAVAD Vidhyarthi Jivan Yad Kravyun
Jivan man Je Malyu Te AMDAVAD manthi J Mane To Malyun
Badha Sathe Blogman Rahevanu Karan pan Aaj Chhe.

AMDAVAD TO AMADAVAD J CHHE Kem Bhulai ???!!!

3. Patel Popatbhai - March 7, 2010

Sangi ni Maza Mani.

4. Harnish Jani - March 8, 2010

મઝા આવી ગઇ-ખૂબ સરસ વિડીયો. આભાર.

5. I. D/ Parmar-March 9, 2010 - March 9, 2010

Jagadishbhai, excellent song. We both enjoyed. Congrates and thanks.

6. Ramesh Patel - March 12, 2010

અમદાવાદ …we visited just now.
મઝા આવી ગઇ-ખૂબ સરસ વિડીયો.
જગદીશભાઈ સારી માહિતિ પુરી પાડી
Thanks જગદીશભાઈ
Ramesh patel(Aakashdeep)

7. narendrajagtap - March 12, 2010

ખુબ જ ફાઇન જગદીશભાઇ તમે આજે સુંદર ગીત સંભળાવ્યું તે બદલ…આભાર

8. Pancham Shukla - March 12, 2010

ઘણા વખતથી ગુજરાત/ભારતની બહાર રહેનાર તરીકે આ બધું નવું અને રોમાંચક લાગે છે.

દેવાંગ પટેલના ‘મારી મરજી’ બાદ આ પ્રકારના ગુજરાતી ગીત/સંગીતથી સાવ અજાણ્યોજ હતો.

સરેરાશ નવી પેઢીને ગુજરાતીથી જોડાયેલી રાખવામાં આવા સર્જનશીલ RJ અને માધ્યમો કારકર નીવડી રહ્યા છે તેનો આનંદ જ હોય.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: