jump to navigation

હું નથી! માર્ચ 20, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , , , ,
trackback

હું નથી!

હું સૂરજ નથી, હું તપતો નથી
હું ના ઊગતો, આથમતો નથી

હું ચાંદો નથી શાની ચાંદની
છૂપાતો નથી ખોવાતો નથી

ના ફૂલ પાંદડા પતઝડની ફિકર
ના મ્હેકું ભલે કરમાતો નથી

હું દરિયો નથી આંધી-ઓટ ના
ના હું ક્ષારતો, ઘૂઘવતો નથી

હું સરિતા નથી સાગરમાં ભળું
ના ડૂબાળતો, છલકાતો નથી

પાણી ઊડતું થૈ બાષ્પીભવન
ના તરસાવતો, ઢોળાતો નથી

હું ના હિમ, ઠરું ના હું ઓગળું
ના લપસાવતો, થીજવતો નથી

હું શમણું નથી ગાયબ જે થતું
ના લોભાવતો, તડપાવતો નથી

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે
રે પાપી જરા પસ્તાતો નથી
– જગદીશ ક્રિશ્ચિયન માર્ચ ૨૦૧૦

છંદ વિધાન: ગા ગાગાલગા ગા ગાગાલગા

ભસ્મ બુધવાર (Ash Wednesday) થી ઈસ્ટર સુધીના સમયગાળાને ખ્રિસ્તી લોકો તપઋતુ (Lenten Season) ગણે છે. આ સમય દરમ્યાન લોકો ઉપવાસ કરે છે, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને ફરી પાપ ન કરવાનો દૃઢ નિર્ણય કરે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે “જેમ તારી જાત પર પ્રેમ કરે છે એવો બધાને પ્રેમ કર”. પણ આવું કરનારા કેટલા છે એ મોટો પ્રશ્ન છે.

Advertisements

ટિપ્પણીઓ»

1. વિશ્વદીપ બારડ - માર્ચ 20, 2010

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી
sundar creation..

2. dhavalrajgeera - માર્ચ 20, 2010

વધસ્તંભે ચડાવે છે ઈસુને,
માનવ રોજ તું, શરમાતો નથી.

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે,
રે પાપી જરા પસ્તાતો નથી.

હું સૂરજ નથી, હું તપતો નથી,
હું ના ઊગતો, આથમતો નથી.

Who is that હું નથી ?

Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org

3. sapana - માર્ચ 20, 2010

જગદિશભાઈ સરસ ગઝલ થઈ છે ઈશુની લાઈન ખુબ સરસ થઈ આભાર..
સપના

4. rajeshpadaya - માર્ચ 20, 2010

જગદીશ સાહેબ, સરસ રચના છે, અને પ્રભુ યીશુના શબ્દો તો પરમેશ્વરના અનુગ્રહ હોય તો જ સમજાયને, બાકી હુ તો મદમાં, અભિમાનમાં, ગુમાનમાં, અજ્ઞાનમાં, પોતાની ડફ હાંકે જ જાઉ છુ પછી મરીને બળીને ભટકતો જ જાઉ છુ, યશાયાહ ૫.૨૦ દ્વારા પરમેશ્વર સાચુ જ કહ્યુ છે કે “હાય એ લોકો પર જે પાપના કામોને ધરમ કહે છે અને ધરમના કામોને પાપ કહે છે, અને અંધકારને પ્રકાશ અને પ્રકાશને અંધકાર ઠરાવે છે, કડવાને ગળ્યુ અને ગળ્યાને કડવુ કહે છે”, ૫.૨૧ “હાય એ લોકો પર જે પોતાની જ દ્રષ્ટીમાં જ્ઞાની અને પોતે જ પોતાને બુધ્ધિમાન આલેખે છે.” આ લોકો પોતાના અંધકારમાં જ આત્મિક રીતે નષ્ટ થઈ રહ્યા છે અને બચવા માંગતા જ ન હોય એ સહુને પ્રભુ યીશુ સદબુધ્ધી આપે એવી પ્રાર્થના આખા જગતના બાપ પ્રભુ ઈશુના નામે માંગુ છુ…

5. rajeshpadaya - માર્ચ 20, 2010

પાપના કામો એટલે ગલેશૈન.૫.૧૯-૨૦ “વ્યાભિચાર, ગંદા કામ, લુચ્ચાઈ, મુર્તિ પુજા, મંત્ર-તંત્ર, વેર, ઝઘડા, ઈર્ષ્યા, ક્રોધ, ખુન(વધ), ચોરી (અન્ય વિચારોની, બ્લોગ પણ, વિદેશી દારુ સ્વદેશી ના નામે પધરાવુ) વિરોધ, ફુટ, વિધર્મ (પરામાત્મા થી વિરુધ્ધ), ડાહ (કપટ, એકથી વધુ મળીને) , નશાખોરી (એમા પાન-મસાલો પણ આવી જાય છે, સ્વ અભિમાન), નાટકકળા, અને એવા અન્ય ઘણા કામો …અને આવા કામો કરનારાઓ પરમેશ્વરના રાજ્યાના વારસદાર નહિ બની શકે….અને એટલે જ આપણે આવા પાપી અજ્ઞાની લોકો માટે પરમેશ્વરના રહેમની પ્રાર્થના કરવાની છે જેથી ભારતમાં બોંબબ્લાષ્ટ ન થાય અને લોકો ના મરે, જે પરમેશ્વરનો જ ખોફ છે…. તો જ આપણો ઉપવાસ સાર્થક થાય છે.. પ્રભુ યીશુએ આ જ સુળી ઉપરથી લોહી નિંગળતી હાલતમાં જ પિતાને કહ્યુ જ હતુને કે “હે પિતા આ લોકોને માફ કર કેમ કે તેઓ નથી જાણતા તેઓ શુ કરી રહ્યા છે.”………..

6. Victor Macwan - માર્ચ 20, 2010

Dear Jagadishbhai,
Huu Nathii….is the very good gazal. In all lines, everywhere, Hu natgi, is Right…but at last….we confirm that IT IS ME…really very good.. Ishu ne roj vadhasthambhe hu’j jadi dau chhu….great. keep it up.
Vicky Macwan.

7. atuljaniagantuk - માર્ચ 21, 2010

શ્રી જગદીશભાઈ,

બહુ સુંદર વાત શાંતિથી કહી. અને શીરાની જેમ ગળે ઉતરી ગઈ. અને અહીં પ્રતિભાવોમાં જ આપે અનુભવ્યું હશે કે આપની ગઝલને અનુરુપ પ્રતિભાવો ન આપવાથી કેટલો બધો ત્રાસ થાય છે. સત્ય – સત્ય હોય તો પણ આપની જેમ શાંતીથી કહેતા સહુને શીખવે તેવી પ્રભુ યીશુને પ્રાર્થના કરુ છું.

8. Ramesh Patel - માર્ચ 21, 2010

પ્રકૃતિ અને પરમ શક્તિ બંનેને

સાચી રીતે ઓળખી જાણે એજ

આવી ભાવભરી ગઝલ દ્વારા

અંતરને સ્પર્શતો સંદેશ આપી શકે.

ગઝલ સર્વાંગ સુંદર છે એનાથી વિશેષ

ભાવના અને માનવી ના વ્યવહારો

માટે દર્પણ ધરી જાયછે તેછે.

અભિનંદન જગદિશભાઈ.

રમેશ પટેલ(આકાશદીપ)

9. વિવેક ટેલર - માર્ચ 21, 2010

સુંદર રચના…

A.V.John. - માર્ચ 21, 2010

Dear Jagdishbhai,

very nice poem good presentation and well arranged, short,simple and effective.

Congratulations.

10. Narendra Jagtap - માર્ચ 21, 2010

સર્વાગ સુંદર રચના…પ્રભુ સર્વસ્વ છે જે પ્રભુ ભણી દ્રષ્ટી ધરી અંત:કરણ થી ભજે છે તેના તરફે અચૂક પ્રભુની આશિષ ઝરે છે …ખુબ ખુબ અભિનંદન જગદીશ્ભાઇ

11. Lina Christian - માર્ચ 21, 2010

Very nice…I love it !! Congratulations !!

12. Fr. Mari Joseph - માર્ચ 21, 2010

Dear Jagdishbhai,
Good poem and keep it up. May God bless you.
yours,
Fr. Joseph

13. rajeshri panchal - માર્ચ 21, 2010

dear jagdishabhai,
very nice rachana.realy i like it

14. Harnish Jani - માર્ચ 21, 2010

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે
રે પાપી જરા પસ્તાતો નથી

તમે એવું તો નથી ઇચ્છતાને કે જગદીશ પાપી છે- તમારા એ વિચાર સાથે સહમત થાંઉ?
બહુ સરસ ગઝલ.

nita dabhi - માર્ચ 21, 2010

very nice, maza avi after a long time !

15. JOSEPH WALTER - માર્ચ 21, 2010

Mr. Jagadish,
indeed that was a good one,
it seems you have gone through a deep agony,
and yeah its right time for coffession.
so keep it up and have a grea time.

16. arvind adalja - માર્ચ 22, 2010

શ્રી જગદીશ ભાઈ
સરસ સુંદર રચના ! મજા આવી !

સ-સ્નેહ
અરવિંદ

17. Amrut Macwan - માર્ચ 22, 2010

very nice and love it…….
see cross is moveing froward and back. that remind us to be
frogiveness and when it froward tell us see what i gave my life for you and when it going back tell us come to me I am your God and I LOVE YOU ALL
thank for jahadish bhai nice poem

18. cyril macwan - માર્ચ 23, 2010

good poem.please keep it up regard to your Mom ,Dad and all there.

cyril uncol ctm ahmedbaad 380021
23td March 2010 at 13.25hrs (IST)

19. cyril macwan - માર્ચ 23, 2010

good poem. please keep it up. Regardss to your Dad, Mom and all
there.

from cyril uncle, CTM,Ahmedabad 380026
gujarat india at 13.30 hrs( IST)

20. Patel Popatbhai - માર્ચ 23, 2010

મા.શ્રી જગદીશભાઈ

“પ્રકૃતિ અને પરમ શક્તિ બંનેને
સાચી રીતે ઓળખી જાણે એજ
આવી ભાવભરી ગઝલ દ્વારા
અંતરને સ્પર્શતો સંદેશ આપી શકે ”
રમેશ પટેલ(આકાશદીપ) સાથે સંપૂર્ણ સહમત

સમયથી પાછળ રહેનારાઓને એ લોકો મુર્ખ કહે છે,આ એજ લોકો હોય છે જે સમયથી આગળ રહેનાર અવતારોને વધસ્તંભ પર ચઢાવે છે. તેઓ માટે ઈશુ (અવતાર ) કહે છે,

” પ્રભુ આ બધાને માફ કરજે આ લોકોને ખબર નથી શું કરી રહ્યા છે.”

ખૂબજ સરસ રચના

21. Dilip Gajjar - માર્ચ 24, 2010

હું સૂરજ નથી, હું તપતો નથી
હું ના ઊગતો, આથમતો નથી

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી

સુંદર રચના અનેક્વાર વાંચવી વિચારવી ગમે તેવી સુંદર મેસેજ આપે છે તમારી ગઝલો..

22. નટવર મહેતા - માર્ચ 28, 2010

સરસ રચના.. મારે તમારૂં ટ્યુશન લેવું પડશે. આ છંદની વાત સમજવા માટે…

23. chandravadan - માર્ચ 30, 2010

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે
રે પાપી જરા પસ્તાતો નથી

Nice ! Jagdishbhai !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on my Blog for the Post on Health !

24. Tejas Shah - એપ્રિલ 25, 2010

સરસ રચના. વાહ !

પાણી ઊડતું થૈ બાષ્પીભવન
ના તરસાવતો, ઢોળાતો નથી

હું ના હિમ, ઠરું ના હું ઓગળું
ના લપસાવતો, થીજવતો નથી

સુંદર નિરુપણ


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: