jump to navigation

ઘર ઘર રમીએ! May 2, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
trackback

Image from web

ઘર ઘર રમીએ!

ચાલ પાછાં બાળપણના ઓટલે ઘર ઘર રમીએ
રાજરાણી ભોળપણના પોટલે ઘર ઘર રમીએ

ઓઢ ઢાંકી દે વદન ઘૂંઘટ થકી શરમાળ થા તું
આવ પેલી નાસમજના ટોડલે ઘર ઘર રમીએ

ચાલ છોડ ગુલાબગુછ ખુશબો રહિત ઠાલા તમાશા
રાતરાણી ફૂલ ફોરમ ખોબલે ઘર ઘર રમીએ

સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ
પાળ તોડી નિષ્કપટના ગોખલે ઘર ઘર રમીએ

આતમા પર છે પડેલો તિમિર મીટાવી દઈને
આવ પારસમણિ રતનના મોભલે ઘર ઘર રમીએ

હાશ રે સારું થયું “જગદીશ” માની એ ગયા તો
ગોળ ઘી ને બાજરીના રોટલે ઘર ઘર રમીએ
– જગદીશ ક્રિશ્ચિયન – એપ્રિલ ૨૦૧૦
છંદ વિધાન ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

ઘર ઘર રમીએ વિષય પર લેખ અને બીજી કવિતા માણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર સપ્ટેમ્બર ૦૫ ૨૦૦૮ – શ્રી. કાંતી ભટ્ટનો સરસ લેખ

ગુજરાત સમાચાર ઑક્ટોબર ૧૪ ૨૦૦૮

સપનાબેનની કવિતા

પ્રવિણાબેન કડકિયાની કવિતા 

આ કવિતા જ્યારે પ્રકાશિત કરી હતી ત્યારે પ્રવિણાબેનની અટક ખોટી જણાવી હતી એના માટે ખેદ સાથે દિલગીરી વ્યક્ત કરું છું.

ઘનશ્યામભાઈ – શબ્દનું સરોવર – ઘર વિષેની ઘણી કવિતાનું સંપાદન

ડો. નીલેશ રાણાની કવિતા શ્રી. નયનેશ જાનીનું સ્વર નિયોજન અને સોલી તથા નિશા કાપડિયાના આવાજમાં મિજાજ આલ્બમનું આ ગીત સાંભળો રણકાર.કોમ પર.

Comments»

1. Megha - May 2, 2010

hello uncle, great gazal…..it took me to my childhood memories……wonderful gazal……..

2. SARYU PARIKH - May 2, 2010

હળવાશ સાથે ગંભીર વિચારો સરસ રીતે ગોઠવી દીધા છે.
સરયૂ
http://www.saryu.wordpress.com

3. પટેલ પોપટભાઈ - May 2, 2010

મા. શ્રી જગદિશભાઈ

બચપન ઉપર સુંદર ગઝલ રચના બનાવી. વાંચી અનંદ આવ્યો.

સાથે મા.શ્રી કાન્તિભટ્ટ,મા. સપનાબેન અને મા. પ્રવિણાબેનની રચનાઓ પણ માણી.

” સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ
પાળ તોડી નિષ્કપટના ગોખલે ઘર ઘર રમીએ

રાતરાણી ફૂલ ફોરમ ખોબલે ઘર ઘર રમીએ
આતમા પર છે પડેલો તિમિર મીટાવી દઈને ”

“પ્યારું ઘર મારું
માતાએ મુજને જયાં અમૃત
ધાવણ ધવડાવ્યું”

” હે માનવ, તારું જે ઘર છે તેમાં તું મહેમાન તરીકે જ વર્તન કર.”
“આપણે બધુ ભૂલીને
ઢીંગલા ઢીંગલી રમીએ, ”

“મનને મનાવ્યું, દિલને સમજાવ્યું
એકલા થાકી જવાય ચાલને ઘર ઘર રમીએ”

“પ્રભુ !નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો !”

4. Rev. Ashok Parmar - May 3, 2010

I enjoyed your new Gazal and it reminds our old days. Cogratulation.

5. Rev. Ashok Parmar - May 3, 2010

Cogratulation. It is very good.

6. sapana - May 3, 2010

જગદિશભાઈ તમે મારી લિન્ક મૂકિ એના માટે આભાર…અને મારા થોડા વિચારોને ગઝલરુપ આપ્યું તે વાંચીને આનંદ થયો..ઘણી સરસ ગઝલ બની ગઈ છે.
સપના

7. Ramesh Patel - May 3, 2010

આતમા પર છે પડેલો તિમિર મીટાવી દઈને
આવ પારસમણિ રતનના મોભલે ઘર ઘર રમીએ

હાશ રે સારું થયું “જગદીશ” માની એ ગયા તો
ગોળ ઘી ને બાજરીના રોટલે ઘર ઘર રમીએ
– જગદીશ ક્રિશ્ચિયન – એપ્રિલ ૨૦૧૦
બચપન ઉપર સુંદર ગઝલ
Truely we enjoyed childhood.
Ramesh Patel(Aakashdeep)

8. Dilip Gajjar - May 3, 2010

સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ
પાળ તોડી નિષ્કપટના ગોખલે ઘર ઘર રમીએ

હાશ રે સારું થયું “જગદીશ” માની એ ગયા તો
ગોળ ઘી ને બાજરીના રોટલે ઘર ઘર રમીએ…..ખુબ સુંદર પંક્તિ !!

જગદીશભાઈ,ખુબ સુંદર ગઝલ નિર્દોષ ભાવ અને જીવનનું તત્વજ્ઞાન કહી જાય તેવી શીખ આપી જતી રચના ખુબ શ્પર્શી જાય છે..
‘સપના’ ની રચના, ચાલ અપણે ઘર ઘર રમીએ’ યાદ આવી ગઈ…અભિનંદન

9. atuljaniagantuk - May 3, 2010

શ્રી જગદીશભાઈ,

જલ્દી જલ્દી ગોળ, ઘી અને બાજરીનો રોટલો આપી દ્યો. બપોરના પોણા બે વાગ્યા છે અને બજારમાં આથડવાથી અને ગ્રીષ્મનો ધોમ ધખતો તાપ સહન કરવાને લીધે બરાબર કકડીને ભુખ લાગી છે.

સુંદર રચના

ધન્યવાદ.

10. cyril macwan - May 3, 2010

good carry on ……

cyril uncle and family ctm ahmedabad

3rd may 2010.

11. rajeshpadaya - May 3, 2010

simply great !!!!!!!

12. sachin shah - May 3, 2010

remembrance of childhood . Great ..

13. વિશ્વદીપ બારડ - May 3, 2010

સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ
પાળ તોડી નિષ્કપટના ગોખલે ઘર ઘર રમીએ

આતમા પર છે પડેલો તિમિર મીટાવી દઈને
આવ પારસમણિ રતનના મોભલે ઘર ઘર રમીએ
very nice…

14. Vicky Macwan - May 3, 2010

Dear Jagadish,
Bachapan….Balpan…..it is the real Bank Deposit..in our life….GOD, GHEE and ROTLA…ane OTLA….Yad Avi Jay Chhe……but….we can not get it back the life….of those days..the Golden days…..I will also never forget..
also I like the Opinion…coments of Shri Patel Popatbhai…..And that is why Jesus told us in Bible that…Be like a Child….because Kingdom of God is like the CHILD…….because…child has no prejudise…no politics…always open to all…Forget and Forgive….Keep it up…thanks.
Vicky Macwan.

15. યશવંત ઠક્કર - May 3, 2010

સરસ.

ઘર બાબત અમારા તરફથી …

ચોપડા લઈને નિરાંતે બેસશું

આપણાં ખાતાં થશે સરભર કદી.

આંખમાં સામેલ છે એ દ્શ્ય પણ

આપણે રમતાં હતાં ઘરઘર કદી

16. Pratiksha - May 3, 2010

Hi………jagadish fuaa…..!!!!! wt’s up?? nice gazzal ,yar !! i like it very mch.. GREAT ! I also like to read and write gazal…. O.K. Than if u write ur anoyher gazal than sent it ok bye… Siya ! give my love to Clera foe nd Rodney Bro…..!! Bye Take care !!!! Have a lovely nd joyful day !!!!!

17. agnes k stephan - May 3, 2010

dear jagadish,
its wonderful gazal..i simply enjoyed it…
it reminds me my karamsad childhood…
thanks….n congrats for awsome gazal…..

18. alfred john - May 3, 2010

Dear Jagdishbhai,

Nice gazal , thank you for taking back to wonderful dreamland of old memories of my childhood, yes indeed childhood is the best and wonderful beginning of life journey

19. KASHYAP VACHHRAJANI - May 4, 2010

GHAR GHAR RAMIE

WE SIMPLY ENJOYED WITH OLD FRIENDS !

EXCELLENT !

20. Narendra Jagtap - May 4, 2010

વાહ વાહ જગદીશભાઇ … મઝા આવી ગઇ..ખુબ સરસ ગઝલ …ભોળપણ ના પોટલે …ના સમજના ટોડ્લે… નિષ્કપટના ગોખલે….આ બધુ ખુબ જ સરસ લીધુ છે…અભિનંદન

21. Peter Jadav - May 4, 2010

Excellent and insirational for everyone’s childhood,sweetest stage of human life,this reminds me Kavi Nanalal and Tolstoy.

22. himanshupatel555 - May 4, 2010

તમારી ગઝલ સાથે અન્ય સાહિત્યિક સામગ્રી માણવા લઈ આવ્યા તે તમારુ નિખાલસ બાળપણ જ છે.નિર્દોષ્તા સાથે જીવનની ગહનતા વ્ય્ક્ત કરતી સુંદર ગઝલ.

23. Harish parmar - May 7, 2010

wonderful gazal, every body like it. keep it up

24. Sandy - February 22, 2012

Shalom!!
So beautiful Gazal !!!
Gol Ghee Ne Bajri na Rotle Ghar Ghare Ramiye,,, Its touching words for me,, bkoz i use to play ghar ghar with bajrina rotla and Gol .. It Was a Lovely days. Thanks.

25. Pravina Avinash Kadakia - January 28, 2018

‘ઘર ઘર રમીએ ‘કવિતા પ્રવિણા કડકિઆની છે.

http://www.pravinash.wordpress.com

jaust pointing it out

thanks

jagadishchristian - February 4, 2018

પ્રવિણાબેન નમસ્તે. કુશળ હશો. લાગે છે કે તમે ફક્ત રચનાનું મથાળું જોઈને એ કહેવા માંગો છો કે મેં તમારી રચના ચોરીને મારા બ્લોગ પર પ્રકાશિત કરી છે. લાગે છે તમે એ લિન્ક ખોલીને મારી રચના વાંચી નથી. ફક્ત શિર્ષક જોઈને જ તમારું અનુમાન કરી લીધું છે. જો તમે જોયું હોત તો ત્યાં મારી રચનાની નીચે જ “ઘર ઘર રમીએ” વિષય પર લખાએલ લેખ અને કવિતાની લિન્ક આપેલી છે જેમાં એક લિન્ક તમારી રચનાની પણ છે જ. મારી ગઝલનો રદીફ “ઘર ઘર રમીએ” છે એટલે ગઝલનુ શિર્ષક એ રાખ્યું છે. શિર્ષક સિવાય તમારી રચના અને મારી રચના એકદમ અલગ છે. કૃપા કરી થોડો સમય ફાળવીને નીચેની લિન્ક ખોલીને જોઈ લેશો તો તમારો સંદેહ દૂર થઈ જશે. આભાર.
https://jagadishchristian.wordpress.com/2010/05/02/%e0%aa%98%e0%aa%b0-%e0%aa%98%e0%aa%b0-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%80%e0%aa%8f/

26. pravina - February 4, 2018

અરે ભાઈ શું કામ ગેરસમજ ઉભી કરો છો ? તમે પ્રવિણા શાહ લખ્યું હતુ એટલે મેં પ્રવીણા કડકિઆ કર્યું. મારો કોઈ ઈરાદો ઝઘદો કરવાનો કે ચોરીનો આરોપ મૂકવાનો નથી. જો ગેર સમજ થઈ હોય તો ક્ષમા માગું છું આ ઢળતી ઉમરે આવું તોફાન ન શોભે. તમે ભલે જુવાન હો, “હું નથી “.

jagadishchristian - February 4, 2018

માફ કરજો તમારું નામ ખોટું લખાયું એ માટે. તમારી ટૂંકી ટિપ્પણીથી મને ગેરસમજ થઈ અને નામ પર ધ્યાન જ ના ગયું. મેં ફક્ત ખુલાસો કરવા માટે જ જવાબ આપ્યો. જેની પાછળ જઘડો કરવાનો કોઈ જ ઈરાદો ન હતો. ખેર મારી ગેરસમજ માટે દિલગીર છું. મને પણ ૬૨ થયાં એટલે જુવાન તો કદાચ ના કહેવાય! તમારું નામ સુધારી લીધું છે. બસ તો હવે ગેરસમજનો અંત.

pravina - February 5, 2018

You are good sportsman. 70 plus, add as many as you want.

if possible visit my blog and face book.

http://www.pravinash.wordpress.com

Happy velantine day.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: