jump to navigation

પથ્થર! મે 16, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
trackback

Image from web

પથ્થર!

શેર માટી ની ખોટ ગામેગામ પૂજ્યા પથ્થર
ખીણ-ખડકો નાળાં-નદી પગથાર રોળ્યા પથ્થર

દોરધાગા તાવીજ મંદિર અર્જ મંતર જંતર
ટોપલાઓ શ્રીફળ તણા કેટલાય ફોડ્યા પથ્થર

સંત હઝરત મોઈનુદીનહસન સુફી અજમેરી 
ફૂલચાદર મન્નત ભરી પયગામ ઓઢ્યા પથ્થર

મુંબઈની લાંબી મજલ માઉન્ટ મેરી દેવળ
માથું ઢાળી બે પગ થકી ઘૂંટણિએ ટેક્યા પથ્થર

પાછલા અંધારા દિવસ, ના દીકરો દીવો બને
સાંભળો મમતાનો કરુણ ચિત્કાર પાક્યા પથ્થર

મોત પાછળનો આ જુઓ “જગદીશ” આડંબર તો
ફૂલમાળા તખતી કબર આરસ મઢાવ્યા પથ્થર

– જગદીશ ક્રિશ્ચિયન મે ૨૦૧૦
છંદ વિધાન – ગાલગાગા ગાગાલગા ગાગાલગા ગાગાગા

ખાસ નોંધ: ગયા રવિવારે અમેરિકા અને બીજા ઘણા દેશમાં માતૃદિનની ઉજવણી થઈ. ઘણા બધાએ માતાના વખાણ કરતાં કાવ્ય, ગઝલ કે લેખ લખ્યા. આનંદ થયો. પણ અહીં અમેરિકામાં ઘણાં એવા મા-બાપ છે જેમને તેમના દીકરાઓ (છોકરાઓ) બહુ સારી રીતે રાખતા નથી. તો એવી માતાની પીડાને વાચા આપતી આ ગઝલ લખી છે. આશા છે કે તમને ગમશે. તમારા મૂલ્યવાન અભિપ્રાય, સલાહ-સૂચન, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડશે. એક વાતનો અફસોસ છે કે સમયના અભાવે હું દરેક પ્રતિભાવ આપતા મિત્રોને વ્યક્તિગત ઈમેલથી આભાર વ્યક્ત નથી કરી શકતો. પણ બધા મિત્રો જે મારા બ્લોગની મુલાકાત લે છે એમનો અને ખાસ કરીને જે પ્રતિભાવ આપે છે એ બધાનો હું ઋણી છું.

Advertisements

ટિપ્પણીઓ»

1. himanshupatel555 - મે 16, 2010

પથ્થર આપણી સ્થગતી.,છતાં પથ્થર એટલા પૂંજ્યા દેવ.
આ બદલાતા સમાજમાં આપણી અટકી ગયેલી લાગણી તમારી ગઝલના મૂળમાં છે.
મારી હયાતિ વિશે મને કશું ખબરનથીઃ- એ એમની નવિ વાણી છે.
જીવનની ઈતર વાસ્તવિક્તા તરફ તમે ધ્યાન દોર્યું તે ગમ્યું.

2. sapana - મે 16, 2010

મોત પાછળનો આ જુઓ “જગદીશ” આડંબર તો
ફૂલમાળા તખતી કબર આરસ મઢાવ્યા પથ્થર

જગદીશભાઇ સરસ ગઝલ !!અર્થપૂર્ણ..આ લાઇનો ખુબ સરસ થઈ આખી રચાનુ સરવૈયુ છે..અને સાવ સાચી વાત છે૧૦૦%
સપના

3. રાજની ટાંક - મે 16, 2010

સરસ ગઝલ,

પાપ પુણ્યથી પર છે પથ્થર,
એટલે રામ છે પથ્થર,ને રહિમ છે પથ્થર !

4. Ramesh Patel - મે 17, 2010

મોત પાછળનો આ જુઓ “જગદીશ” આડંબર તો
ફૂલમાળા તખતી કબર આરસ મઢાવ્યા પથ્થર
જગદીશભાઇ સરસ ગઝલ..પાક્યા પથ્થર
Ramesh Patel(Aakashdeep)

5. P Shah - મે 17, 2010
6. cyril macwan ctm ahmedabad - મે 17, 2010

very good ….please carry on….. it will be better to have the replt to thef “anndhli maa no kagal” is published in this forum by you.

rest all is okeyeed and regards to all.

cyril uncle ctn Ahmedabd
17th May,2010. 16.55 hrs.

7. નટવર મહેતા - મે 17, 2010

મર્મ સ્પર્શી ગઝલ…

8. rajeshpadaya - મે 17, 2010

અતિઉત્તમ………. અતિઉત્તમ………….. અતિઉત્તમ…….!!!!!!

સત્ય ફક્ત…..અહિયા જ છે……….અહિયા જ છે…………અહિયા જ છે……………….!!

9. venunad - મે 17, 2010

Really touching! More and more parents are feeling this now a days.
You can also see similar poem in my blog, http://venunad.wordpress.com ‘Apexani Upexa’
‘Saaj’ Mevada

10. A,v.John - મે 17, 2010

very good gazal, yes it is the reality of life and well presented in very effective/touching words

11. Harnish Jani - મે 17, 2010

મોત પાછળનો આ જુઓ “જગદીશ” આડંબર તો
ફૂલમાળા તખતી કબર આરસ મઢાવ્યા પથ્થર

ખરેખર સુમ્દર શેર છે-

12. Capt. Narendra - મે 17, 2010

Touches the heart. Well written, Jagdishbhai.

13. પટેલ પોપટભાઈ - મે 18, 2010

મા. શ્રી જગદીશભાઈ

કરૂણ સ-ચિત્ર સહિત સરસ મઝાની વાંચવી ગમી, તમારી અર્થપૂર્ણ ગઝલ.

“શેર માટી ની ખોટ ગામેગામ પૂજ્યા પથ્થર”

“પાછલા અંધારા દિવસ, ના દીકરો દીવો બને,
મોત પાછળનો આ જુઓ “જગદીશ” આડંબર તો
ફૂલમાળા તખતી કબર આરસ મઢાવ્યા પથ્થર”

સારી નરસી બન્ને બાજુ વચ્ચે માનવતાની ઉપર ચડવા સિડી ને !!!

14. narendrajagtap - મે 18, 2010

ખુબ જ ફાઇન ગઝલ …અને છંદ વિધાન પણ થોડુ ટીપીકલ લીધુ છે.. અને સારો ન્યાય આપ્યો છે… અભિનંદન

15. manhar mody - મે 19, 2010

gharda ma-bap ni vyatha ne sari rite samjya chho,jadishbhai. hamanaa trane mahinaathi ahi amdavadma ek vrudhashram na gruhpita(manager) tarike seva apu 6u. ane gharda maji-kakaoni vato saambhali teno padgo tamari aa gazal maa ranake 6e.

manhar m.mody (;mann’ palanpuri)

16. cornelius p. christie - મે 19, 2010

BIBLE, kahe chhe ke, tara, mabap nu sanman kar, nitivachan, ma, lakhyu, chhe. tari, ma vrudh, thai, tyare, tene. tuchh, n, gan. je, koi. teni. janeta, ne. nasadi, muke, chhe. tene. khin, na, kagda. kochi. kadhse. ‘[ bible]

17. Mahesh Paul Macwan - મે 20, 2010

Jagadishbhai,
The gazal is really heart touching and you expressed the real pictures of parents in society. I remembered a family staying in Karamsad long back. The family consisted of 4 boys and a mother. The mother faced the same music what you expressed here, after marriages of her sons. Now one of boys face the same situation. You know, as you sow so shall you reap!! Really this gazal is laudable. Hat off!!!!
Mahesh Paul Macwan, Mata Pole, Christian Street, Karamsad 388 325, Taluka & Dist. Anand, Gujarat, India.

Eric Leo - મે 22, 2010

Jagadishbhai,

Really very nice gazal, where I am working there are many vrudh (old) people. I have experience there problems. Its really touches heart

18. Jayshree Parmar - નવેમ્બર 8, 2010

My name is Jayshree Parmar. Now i m doing b.ed and m make a project of vrudh(old) people.Plz give some real old people photograph.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: