jump to navigation

હમારા ભારત મહાન! May 23, 2010

Posted by jagadishchristian in અવનવું, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , ,
trackback

હમણાં સાત-આઠ દિવસ પહેલાં ન્યુ યોર્કમાં આવેલી ઇન્ડિયન કોન્સુલેટની વેબસાઈટ પર ફ્લેશીંગ ન્યૂઝ આપ્યા હતા. અને એ ન્યૂઝના શબ્દો ભાષા વગેરે રોજ રોજ બદલાઈ રહ્યા છે.

આ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ સમાચાર વાંચીને હસવું ગુસ્સો કરવો દયા ખાવી કે તેમની સામે દાવો માંડવો દેખાવો કરવા એની ગડમથલમાં ઇન્ડિયન અમેરિકન લોકો છે. એમાં જણાવ્યું છે કે ઇન્ડિયન સિટિઝનશીપ એક્ટ ૧૯૫૫ પ્રમાણે બે દેશનું નગરીત્વ રાખવાની મનાઈ છે. અને બીજા દેશની નાગરીગતા મેળવ્યા પછી ઇન્ડિયન પાસપોર્ટ રાખવો કે એનો ઉપયોગ કરી પ્રવાસ કરવો એ ઇન્ડિયન પાસપોર્ટ એક્ટ ૧૯૬૭ હેઠળ સજાપાત્ર ગુનો બને છે. એટલે હવે ઓરિજિનલ પાસપોર્ટ જમા કરાવી $175.00 ફી ભરી અને ત્રણ વરસ પહેલા સિટિઝન થયા હોય તો $250.00 અને તે પહેલા થયા હોય તો $625.00 પેનલ્ટી ભરી ઇન્ડિયન સિટિઝનશીપ છોડવાનું સર્ટીકિકેટ મેળવવું પડશે. અને એ સરેન્ડર સર્ટિફિકેટ વગર અમને અમારી માતૃભૂમી પર જવા માટે વિઝા આપવામાં નહીં આવે.

તો હવે પ્રશ્ન એ થાય છે કે શું ઇ ન્ડિયન ગવર્નમેન્ટ ૧૯૬૭ થી ૨૦૧૦ એટલે કે ૪૩ વરસથી ઉંઘતી હતી કે બસ પૈસા પડાવવનું કાવતરું છે.  

જે પણ વ્યક્તિ અમેરિકન સિટિઝન સ્વિકારે તેમને ઇન્ડિયાના વિઝા મેળવવા તેમનો ઇન્ડિયન પાસપોર્ટ ઇન્ડિયન કોન્સુલેટને આપવો પડે છે  જે

તે વિઝા સાથે સસ્નેહ પરત કરે છે. તો હવે આજે જે લોકો અમેરિકાના ૧૫ કે તેના કરતાં વધારે વરસથી અમેરિકન સિટિઝન બન્યા હોય અને એ લોકો પાસે હવે પછી પાસપોર્ટ પાછો માગે એ કેટલું યોગ્ય કહેવાય. અને જો ખોવાઈ ગયો હોય તો પોલિસ ફરિયાદ નોંધાવી એની કોપી અને નોટરાઈઝ્ડ એફિડેવિટ રજુ કરો અને ફી તથા પેનલ્ટી ભરો તોજ તમને સરેન્ડર સર્ટિફિકેટ મળે. ભલે એ ખોવાઈ ગયો પણ પાસપોર્ટનો નંબર તમને યાદ હોવો જોઈએ (૧૫-૨૦ વરસથી જેનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ના કર્યો હોય અને ખોવાઈ ગયો હોય તો તે નંબર મેળવવો ક્યાંથી)

ઇન્ડિયન કોન્સુલેટ આ કાયદાનું પાલન કરવાનું ચૂકી ગઈ અને હવે મારી પાસે પૈસા માગે છે એમની ફરજ ના પાળવા માટે. આ તો ચોર કોટવાળને ડંડે એવી વાત થઈ.

અને આ ન્યૂઝની ભાષા અને શબ્દો વગેરે રોજ રોજ બદલાતા હોય છે. તો જ્યારે તમે કોઈ નિયમનું પાલન કરવાનું ૫૫ વરસ કે ૪૩ વરસ સુધી ચૂકી ગયા છો અને એ તમારી ભૂલ નથી પણ પાસપોર્ટ ધારણ કરનારની છે એ છાતી ઠોકી ઠોકીને બોલો છો તો કોઈ લાજ-શરમ છે કે નહીં.

બીજો એક પ્રશ્ન એ થાય છે કે અમેરિકન સિટિઝન થયા ઇન્ડિયન પાસપોર્ટ પર કેવી રીતે મુસાફરી કરી શકાય. અમેરિકન સિટિઝન બનતાં પહેલાં ગ્રીનકાર્ડ મળતું હોય છે. અને ઇન્ડિયન પાસ્પોર્ટ પર મુસાફરી કરીને પાછા અમેરિકન એરપોર્ટ પર ઉતરે ત્યારે ગ્રીનકાર્ડ રજૂ કરવું પડે અને એની ચકાસણી થતી હોય છે. જ્યારે સિટિઝનશીપ સ્વિકારતા હોઈએ છીએ ત્યારે ગ્રીનકાર્ડ પાછું લઈ લે છે અને અમેરિકન પાસપોર્ટ કઢાવવો પડે છે. એટલે અમેરિકન સિટિઝન બન્યા પછી પણ જો ઇન્ડિયન પાસપોર્ટ પર મુસાફરી કરી હોય તો જ્યારે પાછા અમેરિકા આવો ત્યારે ક્યાં તો અમેરિકન વિઝા ગ્રીન કાર્ડ અથવા અમેરિકન પાસપોર્ટ હોવો જરૂરી છે નહીં તો તમને બહાર નીકળવા ન દે.

દરેક પાસપોર્ટની મર્યાદા દસ વર્ષની હોય છે. અને દસ વર્ષ પછી એ પાસપોર્ટનો મુસાફરી માટે કે બીજા કોઈ કારણ માટે ઉપયોગ કરી શકાતો નથી.

અને જે વ્યક્તિ બીજા દેશની સિટિઝનશીપ સ્વિકાર્યા પછી પણ ઇન્ડિયન પાસપોર્ટ રીન્યુ કરાવી શકે તો એ ઇન્ડિયન ગવર્નમેન્ટની ગેરવવ્યસ્થા છે.  

ઇકોનોમિક ટાઇમ્સનો લેખ વાંચો.

ઇન્ડિયાવેસ્ટનો લેખ વાંચો.  

Comments»

1. Lina - May 23, 2010

What are we going to do now?

2. sapana - May 23, 2010

ભારત માટે ડુઅલ સિટિજન નથી?મને એમ કે તમે બન્ને પાસપોર્ટ રાખી શકો..ઓસીઆઈ કાર્ડ પણ હોય છેને?તો પછી ઇન્ડીઅન પાસપોર્ટ્ની જરૂર ના પડે ટ્રાવેલીંગ સમયે.

3. Ramesh Patel - May 24, 2010

Thanks for sharing and also if possible
add more…
Ramesh Patel(Aakashdeep)

4. krunalc - May 24, 2010

Indian consulates overseas are always money making institutes for GOI. They least bother about Indian public n always find new ways to make dollars/pounds from them.

5. jagadishchristian - May 24, 2010

GOPIO SPECIAL BULLETIN – SIGN THE PETITION DRIVE AGAINST THE NEW GOVT. OF INDIA RULES WHICH CREATE UNDUE HARDSHIPS FOR OVERSEAS INDIANS WHO HAVE BECOME NATURALIZED CITIZENS OF OTHER COUNTRIES
http://www.gopio.net/news_052510.htm

6. himanshupatel555 - May 24, 2010

જેને તંત્ર કહેવામાં આવે છે તે મૂળમાંથી દરેક સમાજને કથળેલું જ મળે છે.તમારી આવશ્યકતા હમેશા તમને નબળા જ રાખે છે,માણસ હોવું એ ગુનો છે જ્યાં એની હયાતિ
એને સતત આવશ્યકતા તરફ ઢળતો રાખે છે-પાર્થને કહો ચઢાવે બાણ, હવેતો યુધ્ધ એજ કલ્યાણ….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: