jump to navigation

સર્જકો સાથે સાંજ – ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા જૂન 7, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, મારી કવિતા, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
trackback
જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

રવિવાર જૂનની ૬ તારીખે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાંજે સાંજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ કવિ ગઝલકાર અને નાટ્યકાર શ્રી. ચિનુ મોદી “ઇર્શાદ” મુખ્ય અતિથિ તરીકે હાજર હતા અને તેમણે સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપી હતી. કાર્યક્રમનું સંચાલન અમારા ન્યુ જર્સીના જાણીતા હાસ્યરસિક સાહિત્યકાર શ્રી. હરનિશ જાનીએ કર્યું હતું. કાર્યક્રમમાં બાર સ્થાનિક સર્જકોએ પોતાની ગદ્ય-પદ્ય રચનાઓ રજૂ કરી હતી. સૌથી પહેલાં મેં મારી એક ગઝલ રજૂ કરી હતી. બીજા સર્જકોમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ, ડૉક્ટર નીલેશ રાણા, શ્રી. વિરાફ કાપડિયા, મોના નાયક “ઊર્મિસાગર”, શ્રીમતી હંસા જાની, શ્રી. પવિણ પટેલ “શશી”, શ્રીમતી બિસ્મિલ મન્સુરી, શ્રી. રોહિત પંડ્યા, ચિરાગ પટેલ રચના ઉપાધ્યાય અને શ્રી. અશોક વિધવાંશ અને શ્રી. હરનિશ જાનીએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.

શ્રી. ચિનુ મોદીની સૂચના પ્રમાણે મારી ગઝલ સુધારી છે તથા એક શેર પણ ઉમેર્યો છે. જે હાઈલાઈટ કરેલ છે. આ ગઝલ ડિસેમ્બરમાં આજ બ્લોગ પર મૂકી હતી.

હોય છે!

આંસુ હર્ષનું હોય કે દુઃખનું મારું જ હોય છે
સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે

આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધારું જ હોય છે 

આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભારું જ હોય છે

રેલના પૈડાં ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે

તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે

આમ તો મિત્રો ઘણાં દુશ્મન પણ એટલા જ છે
આવશે જો મોત એ તો નોંધારું જ હોય છે

જીવતાં શાયદ મળે ના છો ‘જગદીશ’ નામના
કબર ને કબ્રસ્તાન શણગાર્યું સારું જ હોય છે
-જગદીશ ક્રિશ્ચિયન  જૂન ૦૭ ૨૦૧૦

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાગાલ ગાલગા

કાર્યક્રમના અંતે એકેડેમીના પ્રમુખ શ્રી. રામ ગઢવીએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના એક ભાગ તરીકે યોજાનાર એક કાર્યક્રમની જાહેરાત કરી હતી. પૂજ્ય શ્રી. મોરારી બાપુની સાત દિવસની કથા એડિસન ન્યુ જર્સી ખાતે આવેલા એક્ષ્પો સેંટરમાં યોજવામાં આવી છે. જુલાઈની ૩-૧૧ સુધી ચાલનાર આ કથા દરમ્યાન સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Advertisements

ટિપ્પણીઓ»

1. sapana - જૂન 7, 2010

જગદિશભાઈ અભિનદન તમને. તમારી ઈમેઇલ આવીને ગઝલ તમારા સ્વમુખે સંભળ્વાની મજા આવી ચીનુભાઈ પાસેથી ઘણુ શિખવા મળે એવું લાગે છે તમે નસીબદાર છો> ગઝલ પણ સરસ થઈ છે.
સપના

2. Kaushik Amin. - જૂન 8, 2010

Congratulations Jagdishbhai,
I was late when you presented your Gazal. The video clipping made it easy to feel that missing part.
Jivanamaa, bhojana naa nimaka ni khaaraash anivarya chhe temaj, palakoni paachhal chapatik khaarash- te pachhi harsha ni hoy ke dukh ni, pan te hovi jaruri chhe!!!!!!!!!!
I enjoyed reading and watching this.
Regards.
Kaushik Amin.
Jersey City, NJ. USA.
201-936-4927.

3. P Shah - જૂન 8, 2010

જગદિશભાઈ આપને સુંદર લાભ મળ્યો. અભિનદન !
તમારી ગઝલ તમારા સ્વમુખે સાંભળવાની મજા આવી.
ચીનુભાઈ પાસેથી તમને ઘણુ શિખવા મળશે તમે નસીબદાર છો.
આ ગઝલ પણ સરસ થઈ છે. સુધારો તથા નવો શેર ગમ્યા.
અભિનંદન !
thanks for sharing the event

4. dhufari - જૂન 8, 2010

ભાઇશ્રી જગદીશભાઇ,
વાહ! માનનીય શ્રી ચીનુ મોદી જેવા પ્રખર સાક્ષર સાથે સંગાથ અને સંવાદનો લાભ મળ્યો એ માટે આપની એ ખુશનશિબી માટે અભિનંદન.આપની વિડીઓ ક્લિપ પણ સાંભળી આનંદ થયો.
રેલના પૈડાં ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે
તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે
આ બન્ને શે’ર વાંચી/સાંભળી આનંદ થયો
અસ્તુ,

5. નટવર મહેતા - જૂન 8, 2010

અભિનંદન જગદિશભાઈ, અને આ ગઝલ તો અદભુત છે, મારે અન્ય રોકાણ હતું, એટલે આવી ન શક્યો પણ આપે આ વિડીયો અપલૉડ કર્યો એટલે હાજરી પુરાઈ ગઈ.

6. Pancham Shukla - જૂન 8, 2010

સરસ જગદીશભાઈ.

7. cyril macwan - જૂન 8, 2010

Very Good Jagdish. Please go on. hope for the beat efforts in futrue events. Regards to all at home.

cyril uncle and family ctm,
ahmedabad 380026 (Gujarat)
8th June ,2010.

8. cyril macwan - જૂન 8, 2010

please red Best effort in earlier message.

9. sachin shah - જૂન 8, 2010

Very Nice Jagadishbhai. I really enjoed it. Sorry I was bit lake for the program but I enjoyed it now. Very nice

10. Chirag - જૂન 8, 2010

સરસ ગઝલ હતી જગદીશભાઈ. ચિનુભાઈ પોતે વિવેચન કરે અને આપણે એ માણીએ એવો લ્હાવો ક્યાં મળે?

11. Peter Jadav - જૂન 8, 2010

Congratulations,we proudly say,’Go on you’re doing great.”Thanks for your spirit of sharing.

12. alfred John - જૂન 8, 2010

Jagdishbhai,

thanks for nice gazal, your every creation is well prepared and arranged in heart touching words.

13. હિરેન બારભાયા - જૂન 8, 2010
14. Dr P A Mevada - જૂન 8, 2010

Dear Jagdishbhai,
I shaw your video reciting gazal and comment made by Shri Chinu Modi. Felt like meeting you in person. Congrates!
“Saaj” Mevada

15. agnes kstephan. - જૂન 8, 2010

dear jagadish,
congratulation…
its awsome..
i really enjoyed it .thanks …

16. rajeshpadaya - જૂન 8, 2010

જગદિશ ભાઈ, અભિનંદન, અતિ ઉત્તમ કાર્ય કર્યુ છે આપે…ધન્યવાદ !!

17. યશનામી…..રમેશ પટેલ(આકાશદીપ) « આકાશદીપ - જૂન 14, 2010
18. વિશ્વદીપ બારડ - જૂન 14, 2010

congratulation.good gazal..

19. Ramesh Patel - જૂન 15, 2010

જગદિશ ભાઈ, અભિનંદન,ચીનુભાઈ પાસેથી આપને સુંદર લાભ મળ્યો.
સ્વમુખે સંભળ્વાની મજા આવી.

યશનામી…..રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/

With regards
Ramesh Patel

20. nilam doshi - જુલાઇ 12, 2010

અભિનંદન….ખૂબ સુન્દર…

21. Kaushik A. Mevada - સપ્ટેમ્બર 29, 2010

Thank you very much Jagdishbhai for your words


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: