jump to navigation

ન શોધ! જૂન 21, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
trackback

Picture from web

ન શોધ!


આકાશનો છેડો ન શોધ
અવકાશનો ગાળો ન શોધ

પડકાર તો મળશે અનેક
કારણ તણો કેડો ન શોધ

નાકામ કે આંબી જવાય
મંઝિલ થકી તાળો ન શોધ

આભાસ તો રણમાં થશે જ
મૃગજળ તરસ રેલો ન શોધ

મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ  

થંભી ગયું તોફાન, બાંધ
નોખો, જુનો માળો ન શોધ

“જગદીશ” ધોખા છે હમેશ
નવનીત તું નેડો ન શોધ 
– જગદીશ ક્રિશ્ચિયન – મે ૨૦૧૦
છંદ વિધાન – ગાગાલગા ગાગાલગા (લ)

Advertisements

ટિપ્પણીઓ»

1. sapana - જૂન 21, 2010

નાકામ કે આંબી જવાય
મંઝિલ થકી તાળો ન શોધ
“જગદીશ” ધોખા છે હમેશ
નવનીત તું નેડો ન શોધ
ખૂબ સરસ નાની બહેરની ગઝલ!!
કાલે તમને યાદ કરેલા! મારાં પતિ સાથે ભારતની સીટીજનશીપ માટેની વાત ચાલતી હતી તમારી સાઈટ એમને મોકલીશ..સપના

2. સુરેશ જાની - જૂન 21, 2010

સુજાણ શોધે હાલની ઘડી
જગદીશ હવે મને ન શોધ
http://gadyasoor.wordpress.com/power-of-now/

3. Kaushik Amin. - જૂન 21, 2010

aam shu hahmachi gayo,
mazdhaar chhe kinaaro na shodh.
kaalinaagane maathe savaar chhu,
Jagad Ish, have gedi dado na shodh!

4. Ramesh Patel - જૂન 22, 2010

મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ
Enjoyed ,very meaningful nice gazal.

Ramesh Patel(Aakashdeep)

5. SARYU PARIKH - જૂન 22, 2010

થોડા સમય દરમ્યાન વાંચેલી ગઝલોમાં મને આ સૌથી સરસ લાગી. Glad.
સરયૂ
http://www.saryu.wordpress.com

6. વિશ્વદીપ બારડ - જૂન 22, 2010

આભાસ તો રણમાં થશે જ
મૃગજળ તરસ રેલો ન શોધ

very nice..

7. Rupen patel - જૂન 22, 2010

સરસ પ્રેરણાદાયક ગઝલ છે.

http://rupen007.feedcluster.com/

8. Pancham Shukla - જૂન 22, 2010

આકાશનો છેડો ન શોધ
અવકાશનો ગાળો ન શોધ

સરસ.

9. રાજની ટાંક - જૂન 22, 2010

સુંદર ગઝલ,બધા જ શેર સરસ થયા

10. Joseph Parmar - જૂન 22, 2010

samabhav tyajaaya na,
gamati asara na shodh.
Nice & ejoyable Gazal. ghani gami.

11. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ - જૂન 22, 2010

થંભી ગયું તોફાન, બાંધ
નોખો, જુનો માળો ન શોધ……….વાહ સ્પીરીટ થી ભરપુર !

12. pragnaju - જૂન 22, 2010

સુંદર ગઝલ
પડકાર તો મળશે અનેક
કારણ તણો કેડો ન શોધ

નાકામ કે આંબી જવાય
મંઝિલ થકી તાળો ન શોધ

આભાસ તો રણમાં થશે જ
મૃગજળ તરસ રેલો ન શોધ

શેર સરસ

13. himanshupatel555 - જૂન 22, 2010

સરસ ગઝલ નેતિ નેતિ કરી પ્રાપ્ત કરેલી…

14. laaganee - જૂન 23, 2010

અતિ સુન્દર….!!!
મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ
મેં આ માટે લખ્યું છે કે..
મરજીવાને મોતી લેવા છોડવા પડે કિનારા ,
ભૂલી સઘળું પીવા પડે જળ દરિયાના ખારા….!!
આમ જ લખતા રહો ને અમારી સાથે વહેંચતા રહો…

15. હિરેન બારભાયા - જૂન 23, 2010

Truly Amazing!!! Liked it a lot.

16. P Shah - જૂન 23, 2010

enjoyed a nice gazal !

17. Eric Leo - જૂન 23, 2010

Nice gazal
Padkar to malse anek
Karan tano kedo na shodh

18. A.V.John - જૂન 25, 2010

yes it is very nicely arranged gazal, very effective, thanks for the same

19. narendrajagtap - જૂન 27, 2010

બહોત અચ્છે જગદીશભાઇ… બઢીયા હૈ… ફાઇન ગઝલ…..

20. પટેલ પોપટભાઈ - જૂન 30, 2010

મા. શ્રી જગદિશભાઈ

ખૂબ સરસ, સુંદર ગઝલ

” આકાશનો છેડો ન શોધ
પડકાર તો મળશે અનેક

મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ “

21. Harish parmar - નવેમ્બર 26, 2010

this poem gives us inspiration


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: