jump to navigation

નિંદા! જૂન 28, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
trackback

Image from web

નિંદા!

ઊભો રહ્યો વર્ષોથી સાચવતો બહેરો, મૂંગો, અબોલ!
હસતા મુખે!
ના ફરિયાદ!
તાપ-તડકો વરસાદ વેઠ્યાં!
હિમ ઠરી ઠામ!
આંબો કાપ્યો, આસોપાલવ ને મહુડોય
ખોદી નાંખ્યાં ખેતર!
મોરનો ટહુકો અને કોયલની કૂક
એમ.પી.થ્રી થઈ ગુંજે છે…
ટેનામેન્ટના વાતાનુકૂલિત ખંડમાં!
સલ્ફેટિયાં હાઇબ્રીડ ઘઉં ચોખા અને બીજું બધુંય!
પચાવવા ચવનપ્રાશ!
હાર્ટબર્ન માટે ઝેન્ટેક!
મારા હ્રદયમાં તું…
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ! 
પ્લાસ્ટિકીયા તોરણ અને બ્લેક લેબલ!
દ્વાર પર દરવાન આતંકવાદની રાહ જોતો!
પણ ઊભો છે બીતો અધખુલ્લી આંખે
લઠ્ઠાથી લદાયેલો!
સ્ટોકમાર્કેટમાં ગેસ પાતાળથી આકાશ પર
ને બધા તારા ધૂંધળા!
દૂધનો પાઉડર અને મેન્ગો પલ્પ…
બદામ ખાઈ ઇન્ટરનેટ પર ખાંગાં-ખોણું!
ચંગીઝખાન, હિટલર, ઓસામા?
રીસાયકલ યાર્ડમાં પડેલો છું
હજુય!
હું ચાડિયો કોઈ ચાડી કર્યા વગર!
– જગદીશ ક્રિશ્ચિયન – જૂન ૨૦૧૦

ચાડિયા વિષે થોડી પંક્તિઓ (શેર)

ખેતર વચ્ચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો
સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો !
– લાલજી કાનપરિયા

ચાડિયો દેખીને પથ્થર ચૂગવા માંડે,
છૂટતા ગોફણથી પથ્થર ચણ બનાવીએ.
– દત્તાત્રય ભટ્ટ

પંખીઓ આવી ખભા પર બેઠા,
ચાડિયો આજ અચંબામાં છે.
– ભાવેશ ભટ્ટ

ચાડિયાના કારણે એક ખેડૂતને જેલ જવું પડેલું. વાંચવા માટે ક્લિક અહીં કરો. 

Advertisements

ટિપ્પણીઓ»

1. Ramesh Patel - જૂન 28, 2010

મોરનો ટહુકો અને કોયલની કૂક
એમ.પી.થ્રી થઈ ગુંજે છે…

દૂધનો પાઉડર અને મેન્ગો પલ્પ…
બદામ ખાઈ ઇન્ટરનેટ પર ખાંગાં-ખોણું!
……………….
ચાડિયો આજ અચંબામાં છે.
very nice and creative.greatly expressed feelings.

Ramesh Patel(Aakashdeep)

2. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ - જૂન 28, 2010

આંબો કાપ્યો, આસોપાલવ ને મહુડોય
ખોદી નાંખ્યાં ખેતર!
મોરનો ટહુકો અને કોયલની કૂક
એમ.પી.થ્રી થઈ ગુંજે છે
કૃત્રિમ અને કુદરત વચ્ચે તૂટતા સંબંધ ને ખુબ સારીરીતે સાંકળવા પ્રયત્ન કરેલ છે.. ઉત્તમ રચનાછે

3. harish parmar - જૂન 28, 2010

good kavita. it took me in my village site

4. Fr. Titus DeCosta - જૂન 28, 2010

Hi Jagdish,
Tamne mara Trivar Abhinandan. Tamari rachna zordar chhe. Keep it up.

5. agnes k stephan - જૂન 28, 2010

hi jagadish,
its awesome…
karamsadni yad avi gai….

6. સુનીલ શાહ - જૂન 28, 2010

ભઈ વાહ…ખૂબ સુંદર અછાંદસ રચના.
એક વાત કહું..? ચાડિયાની તસવીરને કારણે આખી વાત ચાડિયા વિશેની છે તે અગાઉથી જાણી જવાયું…જો એમ ન હોત તો રહસ્ય જળવાત.

7. Joyce solanki - જૂન 28, 2010

મારા હ્રદયમાં તું…
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ!

Vah vah Kya baat hai!!!!!!!!!!!!!!

8. vicky macwan - જૂન 28, 2010

Dear Jagdish
very nice…congratulations…keep it up….Gamda na khetaro ane bhutkaal nu jivan yaad avi gayuu. tks. vicky macwan.

9. વિશ્વદીપ બારડ - જૂન 28, 2010

દૂધનો પાઉડર અને મેન્ગો પલ્પ…
બદામ ખાઈ ઇન્ટરનેટ પર ખાંગાં-ખોણું!
ચંગીઝખાન, હિટલર, ઓસામા?
રીસાયકલ યાર્ડમાં પડેલો છું
હજુય!
હું ચાડિયો કોઈ ચાડી કર્યા વગર!
very nice…

10. ડૉ.મહેશ રાવલ - જૂન 28, 2010

સરસ રચના થઈ છે,
આધુનિકતાને આડાહાથે લઈ મૂળ વાતને વળગી રહેતી અને એક પછી એક સરસરીતે અભિવ્યક્ત થતી વિષયોક્તિ સશક્ત લાગી.
પ્રમાણમાં થોડી લંબાતી પણ ગઈ…!
છતાં, જે કહેવાનું હતું એ બહુજ સચોટતાથી કહી શકાયું છે.
-અભિનંદન.

11. rajeshpadaya - જૂન 28, 2010

very good !!

12. Pancham Shukla - જૂન 28, 2010

સરસ કાવ્ય. ચાડિયાના પ્રતીકથી વેધકતા વધી છે.

13. himanshupatel555 - જૂન 28, 2010

..ઊભો રહ્યો વર્ષોથી સાચવતો બહેરો, મૂંગો, અબોલ! ‘ એક સ્થગિત હયાતિ ચોફેર ધબકતો લયલિલાનો મદિલો કલશોર છેવટે આત્મ સ્થગિત અસ્તિ પ્રત્યે જાગ્રત થાય છે અને કવિ સભાનતા ( એ જ વેદનાને?) પોતાની અનભિવ્યક્તિ વિશે ફરિયાદ કરે છે કે ” ? ”
ચિહ્નદ્વારા શંકા ઉપ્જાવે છે…..સરસ પ્રયત્ન છે જગદીશભાઈ.
મોરનો ટહુકો અને કોયલની કૂક
એમ.પી.થ્રી થઈ ગુંજે છે…
આ વાક્ય-મોરનો ટહુકો અને કોયલની એમ. પી. થ્રી ગુંજે છે –.

14. pragnaju - જૂન 28, 2010

બદામ ખાઈ ઇન્ટરનેટ પર ખાંગાં-ખોણું!
ચંગીઝખાન, હિટલર, ઓસામા?
રીસાયકલ યાર્ડમાં પડેલો છું
હજુય!
હું ચાડિયો કોઈ ચાડી કર્યા વગર!

ખૂબ સુંદર

15. laaganee - જૂન 29, 2010

અતિ સુન્દર….!!!
કુદરત અને માનવ સર્જિત કૃત્રિમ દુનિયાની સુંદર સરખામણી ભરી રજૂઆત……

પંખીઓએ કરી કલશોર એક-બીજાને કીધું…,
આ ખેતરે જશોના ત્યાં હાથ ફેલાવી કોઈ ઉભું…..!!!

મૌસમી મકવાણા – ‘સખી’

16. A.V.John. - જૂન 30, 2010

it is nice many thoughts in one presentation only, well done.

17. પટેલ પોપટભાઈ - જૂન 30, 2010

મા. શ્રી જગદિશભાઈ

ખૂબ જ સુંદર રચના થઈ છે,

” આંબો કાપ્યો, આસોપાલવ ને મહુડોય
ખોદી નાંખ્યાં ખેતર! ”

” ખેતર વચ્ચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો
સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો ! ”

બચપનની યાદ તાજી કરાવી.
આટલા તગડા નહિં, પણ મયકાંગલા, ભાગવાન ઈશુના “ક્રોસ”ની જેમ બે લાક્ડીઓ જોડી, ટોચ પર ઘાસનો પૂળો ગોઠવી ચાડિયાઓ બનાવ્યા હતા, ખેતરની જુવારના કણસલાં ચકલાંઓથી સાચવવા.

18. Mayurkumar - જુલાઇ 1, 2010

khub j sundar

19. sudhir patel - જુલાઇ 11, 2010

Enjoyed your nice poem !
Sudhir Patel.

20. narendrajagtap - જુલાઇ 25, 2010

ફાઇન રચના..અને ફોટા સારા ગોતી કાઢો છો…..ખરે….. ખર.. મસ્ત રચના.

21. Sandy. - ફેબ્રુવારી 4, 2012

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: