jump to navigation

આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં July 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
trackback

Image from web

આજે જુલાઈની ૧૫ તારીખ એટલે મને અમેરિકા આવ્યાના ૨૫ વરસ પૂરાં થયાનો દિવસ. પોતાનો દેશ છોડી અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકન નાગરિકત્વ મેળવીને સ્થાયી થયાનો રંજ સાથે આનંદ છે. કેટલું ગુમાવ્યું તો કંઈ કેટલુંય મેળવ્યું. અલગ સમાજ વ્યવસ્થાને આધીન રહી ગળથૂથીની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી સમતોલન કેળવવાના કપરાં પ્રયત્નો. ભાષા અને ઉચ્ચારણને આત્મસાત્ કરવાની તનતોડ કોશિશ અને આત્મસંતોષ મેળવ્યા પછી અહીં જન્મેલા પુત્ર-પુત્રીઓની ઉચ્ચારણ શુધ્ધીની ટકોર. પણ એજ અહીં જન્મેલા બાળકોને ગુજરાતી બોલતા રાખ્યાનું ગૌરવ. ઇટાલિયન બેકરીના ચીકણા વાસણ ધોવાથી માંડી ન્યૂઝસ્ટેન્ડ પર નોકરી અને કારખાનાની કપરી કામગીરી પછી કન્ટ્રોલરની ખુરશી સુધીનો પરિશ્રમ અને પરિણામ. વૈવાહિક જીવનના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત અમેરિકન જીવનશૈલીથી ઉમેરો થતા પ્રશ્નોને વેઠી, સમજી અને ઉકેલવાની કસોટી. બાળકોના યોગ્ય ઉછેરના પડકાર. ભાઈબહેન પોતપોતાના પરિવાર સાથે રહેવા છતાં સંયુક્ત કુટુંબની ભાવના, પ્રેમ અને લાગણીની જાળવણી. નવા મિત્રો અને જુના સંબંધોનો સમન્વય. ભાડાના મકાનથી પોતાનું ઘર હોવાનો પરિતોષ. કેટલીક ટેવ-કુટેવમાંથી મુક્તિ મળી તો નવી ટેવ-કુટેવનો પગપેસારો. ટેલિવિઝન અને ઈન્ટરનેટના માધ્યમે એવો અટવાવી દીધો કે વાંચવાનું અને એમાંય ખાસ કરીને ગુજરાતી ઓછું થતું ગયું. છત્રીસની છાતીની જગ્યાએ કમર મેદાન મારી ગઈ. જીવનનિર્વાહની વિટંબણા અને કૌટુંબિક જવાબદારીએ શોખને ક્યારે અભરાઈ ઉપર ચડાવી દીધા એ ખ્યાલ પણ ન રહ્યો. ક્યારેક અતીતને વાગોળી લીધો તો ક્યારેક અભરાઈ ઉપરથી ઉતારી ધૂળ ખંખેરી પાછાં મૂકી દીધા. દીકરો મોટો થયો એટલે થોડી હળવાશ અને નવરાશ મળી તો પાછું લખવાનું-વાંચવાનું ચાલું થયું. નિષ્ફળતાને નિસરણી બનાવી સફળતા સુધી પહોંચવાનો શ્રમ. માતૃભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની ખેવના. દરેક દિશા તરફ પ્રયાણ અને દરેક દશાનો સામનો કરવાનો નિર્ધાર.

પણ ઉપર જણાવેલી બધીજ દિશા અને દશા માતૃભૂમિ હોય કે પરદેશ અત્ર તત્ર સર્વત્ર લગભગ સરખી જ હોય છે. કોઈ જગ્યાએ એક પરિસ્થિતિ થોડી હળવાશ કે સરળતાથી ઉદભવે અને બીજે… પણ જીવનનો એક સીધો સાદો નિયમ દુનિયાના બધા ખૂણે, બધી દિશાએ, બધી દશામાં, બધી ભાષામાં એક જ છે. સપનાં જોઈને એને પૂરા કરવા સીધા રસ્તે ઈશ્વર પર સઘળી શ્રદ્ધા સાથે સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્નપૂર્વક બીજાને નડ્યા વગર ચાલ્યા કરવું અને મંજિલ સુધી પહોંચી જ જવાશે. પહોંચ્યા પછી સંતોષ ન થાય તો વાંક આપણો પોતાનો છે. આપણે સપના જોવા અને મંજિલને પહોંચવાના પ્રવાસ દરમ્યાન કશુંક ચૂકી ગયા છીએ કે આડરસ્તો લીધો અને ભટકી ગયા અને મોડા પહોંચ્યા કે બીજાને નડવા માટે એટલો સમય અને શક્તિ બગાડ્યા કે પછી મોડા પડ્યા કે આગળ વધવા માટે તાકાત બચી નહીં.

ખેર! આ જીવનનો ક્રમ છે અને બધા એમાંથી પસાર થતા હોય છે. અમેરિકામાં આપણા લોકો કેવી રીતે રહે છે અને કેવાં ફેરફાર થતા હોય છે એને એક ગઝલ સ્વરૂપ આપ્યું છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. કોઈની લાગણી દુભાવવાનો જરાય આશય નથી. જે હકીકત છે એને રજૂ કરવાનો પ્રામાણિક પ્રયાસ છે.

અમેરિકન દેશી!

દેશ છોડી પાર ખેડી સાત સાગર અમરિકામાં
રૂપિયા ઓગણપચાનો એક ડોલર અમરિકામાં

હાઇ બોલી હાય ડોલર એ જ ઈશ્વર અમરિકામાં
સેલ હો તો લે ખરીદી બસ ભરે ઘર અમરિકામાં

શ્યામ બનતો સેમ તો પ્રદીપ પીટર અમરિકામાં
પાઉન્ડ નહિ ગ્રામ બનતું યાર્ડ મીટર અમરિકામાં

જોબ જેવી તે પ્રમાણે રંગ કૉલર અમરિકામાં
ખુદ કરે છે કામ ખુદનાં, ના જ નોકર અમરિકામાં

ખુદ ચલાવે, સાફ કરતા જાત મોટર અમરિકામાં
વેડફે ના રાખવા આનોય શોફર અમરિકામાં

નામ તો ગાંધી રટે પણ સ્ટોર લીકર અમરિકામાં
ભાલ પર તો છે તિલક, શોપ કિંગબર્ગર અમરિકામાં

માલિકી મોટલ છતાં ખુદ બેડમેકર અમરિકામાં
શાકભાજી ઘેર વાવે, બહુ કરકસર અમરિકામાં

લો દફન સૌ છે ઘરેણાં બેંક લોકર અમરિકામાં
છોકરાંઓ કેડ છોડી શયન સ્ટ્રોલર અમરિકામાં

ના નદી ના વાવ, મિનરલ હોય વોટર અમરિકામાં
સોમરસનું પાન કાળી જોન વોકર અમરિકામાં

રોટલી ને શાક ભેગાં નામ રૅપર અમરિકામાં
પાંવ-ભાજી, ના વડા ના પાંવ, વ્હોપર અમરિકામાં

હાથથી ફુટબોલ પગની લાત સોકર અમરિકામાં
નામ તો પીચર અહીં કહેવાય બોલર અમરિકામાં

ભોગવે આઝાદી તો પણ ગાળ મોં ભર અમરિકામાં
ભાગ પાછો જા તજી આ દેશ ઠોકર અમરિકામાં

હાશ આ “જગદીશ” ખાઈ લાખ ઠોકર અમરિકામાં
આજ ખુશ તો છે બની ગૂર્જર બ્લોગર અમરિકામાં
– જગદિશ ક્રિશ્ચિયન જૂન ૨૦૧૦
છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

આ રજત જયંતિ ઉજવણી ઇન્ડિયાની મુલાકાત વગર પૂરી ન થાય. તો જુલાઈની ૨૨ તારીખે હું મારી પત્ની ક્લેરા અને પુત્ર રૉડની સાથે બસ દસ દિવસ માટે ઇન્ડિયાની મુલાકતે જઈએ છીએ. ૨૪ જુલાઈથી ૨૯ જુલાઈ હું નડિયાદ ખાતે રહેવાનો છું. જુલાઈ ૩૦ થી ઓગસ્ટ ૩ સુધી ચેનાઈ (મદ્રાસ) રહેવાનો છું. આ મુલાકાત દરમ્યાન કોઈપણ ગુજરાતી બ્લોગરની મુલાકાત શક્ય બને તો આનંદ થશે.  

Image from web

Comments»

1. swapnasamarpan - July 15, 2010

શ્રી જગદીશભાઈ,
આજ આપને ૨૫ વરસ અમેરિકામાં પાયા. આભિનંદન. સિલ્વર જ્યુબીલી
તમેતો આજે ઉજવી નાખી. આજની ગઝલ જોઈ ખુબ આનંદ થયો. પ્રભુ
આપને તંદુરસ્ત જીવન અને સર્વ કાર્ય સિદ્ધની ભાવના નું વરદાન અર્પે.
એ જ ભાવના.. કામના. સુધ્ધ દેશપ્રેમ.. વતન પ્રેમ ..ધન્યવાદ.
“સંસ્કૃત તો ધર્મની ભાષા, અંગ્રેજી વેપારે વપરાય,
હિન્દી તો છે રાષ્ટ્રભાષા, પ ગુજરાતીએ વિવેક દેખાય.”

મેળવ્યા વિઝા ને ખાધા પીઝા , પીધી કોક ને મેલી પોક.

આપ ભારત જાવ છો તો ર્વીકુજ વાળા અરવિંદ મેકવાન નો
ફોન ૯૮૨૫૫૭૧૮૧૭ છે. સુશીલ ક્રિશ્યન (મીખ્યેલ અને રૂથબેન)
નો બાબો આનંદ માહિતી ખતમાં છે ફોન ૯૮૨૫૪૪૦૮૮૫ છે.
આપની મુસાફરી સુખદ નીવડે અને સિલ્વર જ્યુબીલી નો
સાચો આનંદ ભારતમાં માનો એવી શુભેચ્છા
ગોવિંદ પટેલ (સ્વપ્ન જેસરવાકર ) ૩૧૦=૬૩૧=૫૯૯૯ કેલીફીર્નીયા

2. dhufari - July 15, 2010

ભાઇશ્રી જગદિશ
મારી ૪૩ વરસની નોકરીની વ્યાખ્યા પણ એવી જ છે, પણ જ્યાં નોકરી કરી ત્યાં કોઇ પણ તકલીફ વગર બાદશાહીથી કરી એટલો નશિબદાર છું અને વધુ ખુશનશિબી એ છે કે,કોઇએ એમ નથી કહ્યું કે આપણાથી એના સાથે ન બને અને સૌથી અગત્યની વાત કોઇ એમ ન કહી જાય કે હું પ્રભુલાલ પર પાંછ પૈસા માંગુ છું (ઉધાર બાકી છે/કે મેં તેને પૈસા આપ્યા હતા) એ બદલ પરમાત્માનો આભાર

3. Peter Jadav - July 15, 2010

Jagdishbhai,
Congratulation,you’re honest and sincere with great faith,these are the keys to success in USA.Have a safe and a pleasant trip to India.
Thanks for sharing.

4. harish - July 15, 2010

Dear jagdish bhai
Congratulation for completing 25years in USA, God may help you in your progress
all the best for future and keep in touch by this way

thanks

5. cyril martin macwan - July 15, 2010

Heartiest Congrats Dear Jagdish for completing your silver jubilles stay in America today ie 15th July 2010- the historical day for you … My family and I pray our Almighty God to bless you and give more strength to continue your services to the Samaj and other needy one.

Wecome to India and especially Gujarat.If possibe I will try my best to meet you personally at Nadiad if address if given to me or mbl.number if any for your contract during your stay in Nadiad. Restall is okeyed,.

I am also going to retire on attending the age of supernnuation on 26-08-2010(Date of Birth) and to be retired from the services of Food Corporaton of India after 39 years .Please pray for me for my good health and further life to be spent with our people after retirement.. Thanks a lot.

6. Pancham Shukla - July 15, 2010

નિષ્ફળતાને નિસરણી બનાવી સફળતા સુધી પહોંચવાના શ્રમભર્યા 25 વર્ષ પૂરા કરી હળવાશ અનુભવતા ગૂર્જર બ્લોગરને ધન્યવાદ.

લાગણી અને અનુભવના નિચોડ જેવી ગઝલ માણવી ગમી.

આપની ભારત યાત્રા આનંદભરી રહે એવી શુભેચ્છા.

7. sapana - July 15, 2010

જગ્દીશભાઈ બિલકુલ યોગ્ય ગઝલ છે..દરેક શેર યોગ્ય અને સાચા છે..આ તન અહીં અમેરિકામા અને મારો માહ્ય્લો ભારતમાં.આ તન અને ખૉળિયા જુદા જીવે અમેરિકામા>તમારી સફર સલામત રહે એવી દુઆ..ભારતમાને પ્રણામ!!
સપના

8. સુરેશ જાની - July 15, 2010

અહોહો . હું તો તમને નવા વસાહતી માનતો હતો. આટલા વર્ષ વિત્યાં છતાં તમારો ભાષાપ્રેમ પ્રશંસાપાત્ર છે.
અમેરિકન દેશીની કવિતા ગમી.

9. Govind Maru - July 15, 2010

આપણો ભારત દેશ અને તેમાંય માદરે વતન ગુજરાતના નડીયાદની મુલાકાત દરમ્યાન નવસારીના ‘અભીવ્યક્તી’ બ્લોગરની મુલાકાત લેવાનો સમય કાઢશો તો આનંદ થશે.
આપની સ્વદેશ યાત્રા આનંદભરી રહે એવી હાર્દીક શુભેચ્છા.

10. Kartik - July 15, 2010

અભિનંદન!!

11. dhavalrajgeera - July 15, 2010

જગ્દીશભાઈ,

અમેરિકન,
ભારત દેશ આટલા વર્ષ વિત્યાં છતાં!
અને લાગણી….હો હો !

ભાષાપ્રેમ પ્રશંસાપાત્ર છે.

Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org

12. narendrajagtap - July 15, 2010

જગદીશભાઇ… ભલેપધારો….. પાલનપુર તરફ આવવાની ઇચ્છા હોય તો મારી મુલાકાત લઇ શકો…મારો મોબાઇલ નંબર…9879198982…..બીજો…9429290033…જો કોઇ કારણસર ના અવાય તો ફોન થી પણ મળજો ….અમેરીકા ગઝલ સરસ …સરસ નિરુપણ…

13. Babu Varma - July 15, 2010

Jagadishbhai…….Congratulations for celebrating your silver jubilee in USA. Its amazing to know that you have very good command on our mother tounge, gujarati. You have mentioned your experiences good and bad in USA. And I am sure most of us have passed through same way. I wish you all the best and happy and safe journey to India. I am proud of you and your community services. You will be in our prayers. God bless you and your family.

14. Milton - July 15, 2010

Dear Jagadish uncle,

Congratulations and all the best for your trip. Ghazal is brilliant. Almost Manhar Udhas like.

Regards

Milton

15. Ramesh Patel - July 15, 2010

શ્રી જગદીશભાઈ …સુભટો કહું તો ચાલશે.
આપની પેઢીને શત શત સલામ. જીવન સંગ્રામે પરદેશી ભૂમિ પર હીમ્મત અને સંસ્કારથી
આપ આગળ વધ્યા છો.ગઝલ એક અંતરના ઊંડાણને સ્પર્શે છે. આપના આગામી દિવસો
સુખમય અને તંદુરસ્ત તાજગીથી ભરપૂર રહે એવી શુભેચ્છા.વતન પ્રવાસ માટે શુભેચ્છા.
રમેશ પટેલ(આકાશદીપ)

સુભટો….રમેશ પટેલ(આકાશદીપ)

દેશ છે અમેરિકા પ્યારો, મુલક મજાનો, સમ્રુધ્ધિથી છલકાતો

આવી વસિયા, સાત ખંડથી, સુભટો મહા સાહસને સથવારે

વિકસ્યું વિજ્ઞાન , પવન પરિવર્તનના, અચરજ શક્તિ દેખી

કામથી મોટા, હૈયે હામ, દોડે ખંતથી આળસને ખંખેરી

પુરુષાર્થ્થી પલટ્યા પ્રારબ્ધ ને , સર કર્યાં મહા સોપાનો

વિપુલ વિકાસની નીરખી ક્ષિતિજો, મુકામ સૌએ કીધો

અંગત આરામ, કુટુમ્બ કબીલા, ભાવનાનાં બંધન તોડ્યાં

સંશોધન કાજે જીવન સમર્પ્યાં, આકરી દીધી પરીક્ષા

16. agnes kstephan. - July 15, 2010

heartly congratulation..
ur gazal is awesome..
best luck for ur journey…enjoy a lotttt

17. himanshupatel555 - July 15, 2010

તમારાથી બે વરસ જ પાછળ છું,કદાચ બીજા બે શેર લખવા જેટલો વધારે અનુભવ થશે
મને. પણ અત્યારે તો તમારી સિલ્વર જ્યુબલી ચાલે છે ” શોલે “૨૫વિકમાં ઉજવે છે
તમને ૨૫ વર્ષ !!!
ખેર ગુજરાતી રહ્યા એજ મહત્વનું હ્તું અને તમે ભાષાપ્રેમ અને સર્જનપ્રેમ અભિવ્યક્ત કર્યો,
એ હયાતીની કલગી છે જે તમારે માથે હજું અને આવનારા સમયમાં શોભા બની રહેશે-અસ્તુ.

18. A.V.John - July 15, 2010

Jagdish bahi congratulation for 25 years achievement in U.S. well done,
our best wishes for your family trip to India.

19. Eric Leo - July 15, 2010

Dear Jagadishbhai,

Congratulations for completing 25 years in USA.

Very nice gazal.

20. હિરેન બારભાયા - July 16, 2010

Congratulations for completing Silver Jubilee in America!!!

Gazal is outstanding… Keep posting…

21. laaganee - July 16, 2010

આપને ર્હદયપૂર્વકના અભિનંદન….. અમેરિકામાં ૨૫ વર્ષ પુરા કર્યાના….
સૌથી વધુ તો આપના લેખની સચ્ચાઈ ગમી . સાથે જ એક પ્રશ્ન ઉઠ્યો મનમાં …આપને ખોટું ના લાગે તો પુછુ….કદાચ નહી જ લાગે એમ માની લઉં છુ….
આપને લાગે છે કે આપે જે મહેનત કોઈ રંગના કોલરની પરવા કર્યા વગર અમેરિકામાં કરી અને જે મેળવ્યું અમેરિકામાં એટલી જ મહેનત ભારતમાં કરી હોત કોઈ પણ કામ કરવાની માનસિક તૈયારી રાખીને તો શું આપ આપના પોતાના દેશમાં જ આ ન મેળવી શક્ય હોત…????
આપે લખેલી પદ્યકૃતિ ખરેખર સુંદર છે….
આપના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્ય માટે આપને દિલથી શુભકામના ….
મૌસમી મકવાણા – ‘સખી’

22. laaganee - July 16, 2010

આપે લેખ સાથે ફોટો ખુબજ સુચક અને બિલકુલ અનુરૂપ મુક્યો છે…તે માટે સ્પેશિયલ અભિનંદન…..
અને વેલ-કમ ટુ ઇન્ડિયા….આપના ઘરમાં, દેશમાં આપનું હુંફાળું હાર્દિક સ્વાગત છે….

23. Dilip Gajjar - July 16, 2010

અમેરિકન દેશી!

દેશ છોડી પાર ખેડી સાત સાગર અમરિકામાં
રૂપિયા ઓગણપચાનો એક ડોલર અમરિકામાં

હાશ આ “જગદીશ” ખાઈ લાખ ઠોકર અમરિકામાં
આજ ખુશ તો છે બની ગૂર્જર બ્લોગર અમરિકામાં

શ્રી જદાદીશભાઈ

આપને ખુબ ખુબ અભિનંદન..જેમ જેમ ભાવના વિશાળ થાય તેમ આખી ધરણી આપની જ લાગે ..પણ માર્તુભુમીને અને સંસ્કૃતિને તો ના જ ભૂલાય જે આપમાં ગુજરાતી ભાવના છે તેનો આદર કરું છું અને આપના બ્લોગકાર્યને પણ બિરદાવું છું ..ખુબ આગળ વધો .

24. venunad - July 16, 2010

Mr Jagdishbhai,
Very nice gazal on life in America. I do not have personal experience, but it is as real as I heard and known American indians. Your comments are touching.
Dr Mevada

25. Gopal Parekh - July 17, 2010

majaa padi gai savara naa pahormaa

26. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ - July 17, 2010

આપની રચના મા ભારતીયપણા ની અને માતૃભૂમિ ની સુવાસ છે, આપની નિખાલસ વાત ખુબ ગમી. ભરત નો પ્રવાસ હદય ની દરેક ઈચ્છા પૂરી કરે તેવી પ્રાર્થના

27. Bhupendrasinh Raol - July 17, 2010

જગદીશ ભાઈ,
આપ કહો કે નાં કહો દરેક ભારતીય અમેરિકન નાં માથે આજ પાઘડી વિરાજમાન છે.એમાં કોઈ નાનમ નથી સચ્ચાઈ છે.ગુજરાતી બ્લોગ જગત માં આવ્યા પછી તો મને પણ ભારત પાછળ છૂટી ગયા નું દર્દ ઓછું પીડે છે.એના માટે બધા બ્લોગર મિત્રો નો પ્રેમ કારણભૂત છે.સિલ્વર જ્યુબીલી ભારત માં મનાવો,અભીનંદન.

28. ANAYAS - July 18, 2010

Jagdish bhai ,

Khub Khub Abhinandan tamane 25 yrs mate. Gazal ni darek panki gami and harday ne sparsh kari gai chhe. Parantu kyaan kyaan na kahelu ghanu samajay chhe. 4 yr mane thava avya etle tamara jetalo anubhav nathi pan ha eke ek liti anubhavi chhe khari .

“ભોગવે આઝાદી તો પણ ગાળ મોં ભર અમરિકામાં
ભાગ પાછો જા તજી આ દેશ ઠોકર અમરિકામાં ”

aatala ma mane saransh mali gayo chhe.

fari var tamane khub khub shubh kamanao india trip mate.

29. Dilip Gajjar - July 18, 2010

જગદીશભાઈ, આપણી ગઝલ ખૂબ ગમી …ખરા અર્થમાં ડાયસ્પોરિક .. આપની સહપરિવાર ભારતની મુસાફરી સુખદ અને ફળદાયી બની રહે તે જ શુભેચ્છા અને પરમાત્માને પ્રાર્થના કરું છું ..હું પણ સાત વિક દેશમાં જઇ આવ્યો ..વતન વિષે એવું છે કે ત્યાં ઘણું બહારથી નથી સારું ભીતરથી અને પાછળથી સારું લાગે છે ..જેમ સુખ માટે પણ કહેવાયું છે ને ..કે યદ તદ અગ્રે વિષમય પરિણામે અમૃતોપમમ

30. rajeshpadaya - July 18, 2010

સુસ્વાગતમ !! સુસ્વાગતમ !! સુસ્વાગતમ!! પ્રભુના વહાલા દિકરા, વિજયી રથ પર, ફુલોની હારમાળા સહ, લાલ જાજમ પર આપના ફેમીલીસહ આપનુ સુસ્વાગામ છે ભારતની ધરા પર પણ વિજયીભવ……..દિલ્હિ આવવાનુ થાય તો ઉભડક મુલાકાત પણ ધન્ય કરશે…….ભલે પધારો ભારતમાં, અહિયા પણ વિજય તમારો છે……..

31. સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા - July 18, 2010

[…] આગળની પોસ્ટ “આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં” ના સંદર્ભે ઘણા બધાં મિત્રોએ મુલાકાત […]

32. AMRUT - July 19, 2010

Jagadishbhai…….Congratulations for celebrating your silver jubilee in USA. I am proud of you and your community services. You will be in our prayers. God bless you and your family.

JOHN SAHEB
AMRUT MACWAN

33. Fr Freddy D'Souza - July 21, 2010

33. 21/07/2010.

Many and heartfelt congratulations for having spent happy and fruitful 25 years in the U.S. I’m looking forward to meeting you soon in India. In case of need, my Mob. No. is 9427332252. I liked your “gazal” giving vent to your feelings and sentiments so smoothly. Wishing Clera, Rodney and you a happy and safe passage to and stay in India.

Fr Freddy

34. vicky macwan - July 21, 2010

Dear Jagadisgbhai,
My heartly Congratulations to you for completing 25 years in US.It is a long period of thee Life. I read above, whatever you wrote, is Facts and most of all the Indians and Gujarati people like you and me, feel the same.I also wish you a very safe and worm journey and YATRA to our Bharat DES….you are Lucky enough to visit our Des…Enjoy your Yatra and meet all Friends in Gujarat.Regards to all at our Home India..Gujarat….Take care.once again Congratulation for 25 years in US.
Vicky Macwan n fly.

35. vishwadeep - August 21, 2010

true gazal of our peoples,


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: