jump to navigation

પુનર્જન્મ August 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
trackback

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

હમણાં જુલાઈમાં અમેરિકામાં ૨૫ વર્ષ પૂરાં થયાની (એક જીવન-મુકામ) વાત કરી હતી અને મારા અનુભવો અને અમેરિકાની જીવનશૈલી વિષે એક ગઝલ લખી હતી. ઘણાં મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા એ બધાંનો ખૂબ ખૂબ આભાર. આજે એક બીજા જીવન-મુકામની વાત કરવી છે. આજે ઓગસ્ટની ૩૦ તારીખ એટલે મારો જન્મદિવસ. હવે કેટલાં થયાં એની ગણતરી કરવા ન બેસતા. હું જ કહી દઉં, ૫૫ થયાં. ઈશ્વરની કૃપાથી શરીર તંદુરસ્ત છે અને સભાનતાપૂર્વક પ્રયત્ન પણ કરું છું કે તંદુરસ્ત રહું. શ્વેત થતા માથાના વાળ અને મૂછો કેમિકલના કમાલ થકી શ્યામ રાખી યુવાન દેખાવાનો ડોળ હજુ જાળવી રાખ્યો છે. આછાં થતા વાળને કારણે પડેલી ટાલને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરતો રહું છું. ઇન્ડિયામાં હોત તો નિવૃત્ત થવાનો સમય થયો ગણાય પણ અહીં અમેરિકામાં તો ૬૮ વર્ષે નિવૃત્ત થવાનો નિયમ છે. અને છેલ્લા થોડા વર્ષોથી વયમર્યાદા ધીરે ધીરે વધારતા જાય છે એટલે કામ કરવાનું (વૈતરું કરવાનું) હજુ ચાલુ જ રહેશે (જીવનકાળ કે આયુષ્ય વધી રહ્યું છે ને?). વાનપ્રસ્થાશ્રમ તરફનું પ્રયાણ હવે કાલ્પનિક લાગે છે. જીવન જે દશામાં અને દિશામાં લઈ જાય એ તરફ પ્રમાણિકતાથી પ્રયાણ કરવું એજ હિતાવહ છે. આ પડાવ પર પહોંચ્યા પછી પાછળની કેટલીય એવી પરિસ્થિતિને કંઈક જુદી રીતે સંભાળી હોત તો સારું એવું લાગે, પણ ભૂતકાળને થોડો બદલી શકાય છે? જન્મદિવસ આવે એટલે પાછલાં વર્ષો અચૂક યાદ આવે અને એ બહુ જલદી વીતી ગયાનો અફસોસ થાય. અને ખાસ કરીને બચપણનો સમય તો બધાંને સાંભરે. ૫૫ વર્ષ પહેલાં બાળકનો જન્મ થાય અને અત્યારે બાળકનો જન્મ થાય તે બંને પરિસ્થિતિ વચ્ચે કેટલાય ફેરફાર થયા છે. કેટલાક સારા તો કેટલાક વણ-જોઇતા અને અજુગતા પણ છે. જો આજે આપણો પુનર્જન્મ થાય તો કેવી પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આજે જન્મતા બાળકો શું નથી મેળવી શકતા એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ગમશે.    

પુનર્જન્મ!

આજ મારો પુનર્જન્મ થ્યો
આજ આનંદ ઘરમાં ભયો

ના સુયાણી, પડોશણ નથી
દાકતર ના સહારે થયો

ના કશો શોર, ઘોંઘાટ ના
નાદ થાળી તણો ના થયો

મા નથી પાસ પડખે હજી
દૂધ પીવા સમય છે થયો

બાટલીમાં અમૂલ પેય પણ
ધાવવાની અધૂરપ ધયો

કેશ લાંબા, હશે ચોટલો
કાપ આ જોઈ હબકી ગયો

મા તણી ગોદ મળશે હતું
પારણે ગોઠવાઈ ગયો

બાપની ગોદ ભીંજાય પણ
સામનો ડાયપરથી થયો

ખોદતાં ભોંયને નખ વતી
મારબલ ફર્શ લસરી ગયો

ભીંતને ખોતરી ચાટવા
ના મળે ચૂનો, એ કાં ગયો

બાપ ઑફિસ જતા છે ખબર
મા ગઈ, તો અચંબી ગયો

આ સજા સમય “જગદીશ” છે
આજ મારો પુનર્જન્મ થ્યો

– જગદીશ ક્રિશ્ચિયન ઓગસ્ટ ૨૦૧૦
છંદ વિધાન: ગાલગા ગાલગા ગાલગા

પુનર્જન્મ પર શ્રી. સૂફી પરમારની સુંદર ગઝલ

 

મારા સાળાએ હમણાં જ મોકલેલ બર્થડે કાર્ડ-૨૦૧૦ નો જગદીશ

Comments»

1. sapana - August 30, 2010

સરસ ગઝલ. વેલકમ બેક જગદિશભાઇ.
સપના

2. ઈશ્ક પાલનપુરી - August 30, 2010

saras gazal !

3. અરવિંદ અડાલજા - August 30, 2010

સરસ ગઝલ મજા આવી ગઈ !

4. cyril macwan CTM - August 30, 2010

very very happy birthday. May Almighty God bless you and give you strength andf good health. I am also retiring on 31-08-2010 after celebrating 60th Birthday on 26-08-2010. Please remember me in your daily prayers for my better retirement.

Thanks.

5. Pancham Shukla - August 30, 2010

NRG/NRIને ગળથૂથીમાં મળેલ બાળઉછેરની સંકલ્પના ને પશ્ચિમીવિશ્વની વાસ્તવિકતા સાથે નાની બહરમાં બરાબર ભીડાવી છે. આ દ્વંદ્વનો ભરડો એક અલગ રસનિષ્પત્તિ કરે છે.

6. સુરેશ જાની - August 30, 2010

વાહ ! શી કળાથી ઉમ્મર વધવાની વાત કહેવા છતાં ઉમ્મર છૂપાવી?! ઉમ્મર વધવાની ચિંતા ન કરો. બસમાં ઊભા રહેવાનો વારો નહીં આવે! અને બુદ્ધિ નાસી જવાનો લાભ. ( બધા ઉધામા એ બુદ્ધિના કારણે જ છે ને?|)
તમે પુનર્જન્મ્માં ના માનનારે એનો ઉપયોગ કરીને તમારો વિચારવ્યાપ પ્રદર્શિત કર્યો એ બહુ ગમ્યું.

7. Dilip Gajjar - August 30, 2010

આજ મારો પુનર્જન્મ થ્યો
આજ આનંદ ઘરમાં ભયો
શ્રી જગદીશભાઈ, આપને જન્મદીનના અભિનંદન આપના વિચારો ખુબ ગમ્યા જે આપણ બધા ને જ લાગુ પડે છે..અને સુંદર ગઝલ..મજા આવી ગઈ.

8. Peter Jadav - August 30, 2010

Happy B’Day.

9. Peter Jadav - August 30, 2010

Happy B’Day.Have gre at long longlife ahead.

10. Narendra Jagtap - August 30, 2010

જગદીશભાઇ… નમસ્કાર.. જન્મદિનની ખુબ ખુબ બધાઇ…વાસ્તવિક્તાની ધાર પર ચાલો છો.. તે ગમ્યુ.ઉમ્મર વધવાની બાબતે ખુબ જ સભાન છો…તો આત્માનુ કલ્યાણ કરવાનુ વિચારી રાખજો.. સરસ ગઝલ્

11. AMRUT MACWAN - August 30, 2010

happy birthday with best wishes and lots of love
very good and nice gazal

12. Nilesh Rana - August 30, 2010

maza aavi,abhinandan
Nilesh

13. Ramesh Patel - August 30, 2010

શ્રી જગદીશભાઈ તમારા શબ્દોમાં નિતરતી ભાવુકતા સ્પર્શી જાય છે. ગઝલ ઘણું ઘણું દર્શન
ધરી જાય છે. એક વર્ષનો આપનો ફોટો એક મમતાની કહાણી હૃદયમાં ઉભરાવી દે છે.
જન્મ દિવસની શુભેચ્છા સાથે આવી ભાવ ભરી લેખિની સદા ખળખળ વહેતી રહે અપેક્ષા.
રમેશ પટેલ(આકાશદીપ)

14. himanshupatel555 - August 30, 2010

જગદીશભાઈ આ નવા બાળકને પણ બીચારાને પચ્ચીસ વરસ -અને બીજાં વધશે તે જુદા!!!-પુરા કરવા મૂક્યો..અને ચશ્માના ડાબા ખૂણા પાસે પેલો કેમીકલમાંથી
છટકી ગયેલો રુપેરી જોયો એમાં પણ – પુનર્જન્મ થયો– છે એક અનુભવીનો !!
જન્મદિન મુબારક વેબ પર મળવાનો આનંદ હમેશા અનેરો છે અને રહેશે…..

15. amit - August 30, 2010

Happy Birthday Mama……

16. rajeshpadaya - August 30, 2010

અતિ સુંદર !!
અને
હેપ્પી બર્થ ડે !!

17. vicky macwan - August 30, 2010

Dear Jagadishbhai,
I wish you a very happy Birthday to you….May our God give you Good Health and Long Life….to be happy more and more.Gazal to kharekhar bahuj sari chhe. Congratulation…….Thanks.Vicky Macwan.

18. "માનવ" - August 31, 2010

Happy b’day

19. flora - August 31, 2010

surprisingly happen to open the email today, and what i see! Its your Birthday! WISH YOU A VERY HAPPY BIRTHDAY AND MANY MORE TO COME.

love
Guddi

20. alfred john - August 31, 2010

Jagdishbhai,

good to read your gazal after long time,best wishes .

21. Harish parmar - September 4, 2010

Respected jagdish bhai

Wish you all the best for belated happy birth day
God may bless you and give long life

Gazal is very fine
take care

22. Patel Popatbhai - September 4, 2010

મા. શ્રી જગદીશભાઈ

સરસ સુંદર ગઝલ.જન્મ દિવસની શુભેચ્છા .

“મા નથી પાસ પડખે હજી
દૂધ પીવા સમય છે થયો”

23. laaganee - September 9, 2010

આપને જન્મદિવસની ખુબ-ખુબ શુભકામના….. આપ હમેશા સ્વસ્થ અને ખુશ રહો એ અંતરમનની પ્રાર્થના . આપે પુનર્જન્મ પર લખેલ અભિવ્યક્તિ અતિ સુંદર છે…. આપને બધા નસીબદાર છીએ કે આપણને મા નું દૂધ, બાપની હુંફ અને એમના તરફથી ક્વોલીટી જ નહી પણ ક્વોન્ટીટી ટાઈમ મળ્યો.
આમ જ લખતા રહો ને તાજી હવા શ્વસતા રહો…….

24. Sandy - February 23, 2012

Shalom!!
very nice Gazal.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: