jump to navigation

માર્ગ મળશે હે હ્રદય – જનાબ ગની દહીંવાલા – શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાય ડિસેમ્બર 5, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , , , ,
trackback

ઘણા સમયથી જનાબ ગની દહીંવલાની એક ગઝલ જેનું સ્વરાંકન ગુજરાતી સુગમ સંગીતના શહેનશાહ શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું છે, અને એ ગઝલ એમણે ગાઈ છે પણ ખરી, એને આપ મિત્રો સાથે માણું. આજે એ દિવસ આવી ગયો લાગે છે. ઇન્ટરનેટ પર તપાસી લીધું કે કોઈએ આ ગઝલ ક્યાંય રજૂ કરી છે કે નહીં. અને ક્યાંય આ ગઝલ મળી નહીં સિવાય કે એકાદ શેરનો ક્યાંક ઉલ્લેખ થયો હોય. શબ્દો ગઝલ સાંભળીને લખ્યા છે તો કોઈ ભૂલચૂક હોય તો અવશ્ય જણાવજો.

૨૦૦૧ ની સાલમાં શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયના અનમોલ આલબમમાં આ ગઝલ છે. જેની ઑડિયો રજૂ કરું છું. આજ ગઝલ એમણે ૭૫ (ઑગસ્ટ ૧૫ ૨૦૦૯ ના દિવસે) વર્ષની ઉંમરે સપ્ટેમ્બરની ૧૨ ૨૦૦૯ના દિવસે એક ખાનગી બેઠકમાં ગાયેલી, જેમાં હાજર રહેવાનું સૌભાગ્ય મને સાંપડેલું તો એની વિડિયો પણ આ સાથે રજૂ કરું છું.

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો બેઉ ગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને 
જૂજવા મૃગજળ જતાં તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
– જનાબ ગની દહીંવાલા

Advertisements

ટિપ્પણીઓ»

1. Ramesh Patel - ડિસેમ્બર 6, 2010

Thanks for sharing nice gazal and my favorat shri Purushottambhai.

ramesh Patel(Aakashdeep)

2. પરાર્થે સમર્પણ - ડિસેમ્બર 6, 2010

.
આદરણીય શ્રી જગદીશભાઈ,

જનાબ ગની દહીવાલાની શ્રી પુરષોતમ ઉપાધ્ધાયના દ્વારા

સ્વરાંકિત થયેલી ખુબ સુન્દર ગઝલ રજુ કરી છે.

વાચવાની ને માણવાની મઝા આવી. ધન્યવાદ.

3. Ramesh Patel - ડિસેમ્બર 25, 2010

.
આદરણીય શ્રી જગદીશભાઈ,
wish you a very Merry Christmas and Happy New Year.
નાતાલની શુભેચ્છા…રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment

સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/

With regards
Ramesh Patel

4. Dilip Gajjar - ડિસેમ્બર 26, 2010

શ્રી જગદીશભાઈ, આપને તથા પરિવારને નાતાલની શુભેચ્છા અમે સહુ પણ નાતાલ સાથે તાલમય સંવાદમય થયા છે સંગીતના સૂર સાંભળવા મળત પણ ઓડીયો સંભળાઈ નહી ફાઈલ નોટ ફાઊન્ડ..કઈ નહી વામ્ચીને મેસેજ લઈશ..
માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે
ખુબ સુંદર વાત છે મૂઢ માણસને ગમે તે રત્ન મળે તેના કરતાં જ્યારે તે સુખ મંજિલ પ્રેમ છૂટિ જાય ત્યારે ખુબ રાજી રેડ થઈ જાય અને વિશ્વાસ ગયો હ્રુદય તૂટિ ગયુ ઓય મા ઓયમા કરવા લાગે..તેને માટે ક્ષણ્ભરનુણ દુખ જ પુરતું છે..જીવનને દુખરુપ કહેવા માટે.. જ્યારે ખરા સમજદાર્ને જે મળ્યુ તેનો આભાર માનતા ધરાતો નથી.. સમજણ જૂઠી છે માનસ પોતાની બુદ્ધી ચલાવી સુખ દુખની છીંછરી કિમ્મ્ત આંકતો રહે છે..

5. DR. CHANDRAVADAN MISTRY - જાન્યુઆરી 1, 2011

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે…………….
GaniSahib’s Gazal..Wonderful !
Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Jagdishbhai…Hope to see you on Chandrapukar.
HAPPY NEW YEAR !

6. Jignesh - જુલાઇ 4, 2015

dhenukani aankho ma joya me shyam.

aa gazal mokalo
ne pls


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: