jump to navigation

કેવડિયાનો કાંટો – સ્વર અને શબ્દ સાથે જાન્યુઆરી 10, 2011

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , ,
trackback

જાન્યુઆરી બીજી તારીખે ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી. રાજેન્દ્ર શાહની પ્રથમ પુણ્યતિથિ હતી. ટહુકો.કોમ પર જાન્યુઆરીની ચોથી તારીખે આ ગીત શબ્દ સ્વરૂપે મુકાયું હતું. આ ગીતને સ્વર સ્વરૂપે ઇન્ટરનેટ પર શોધ્યું પણ મળ્યું નહીં. તો મારા સંગ્રહમાં આ ગીત હતું તે શોધીને આપને સંભળાવવાની ઇચ્છા થઈ.  

આ ગીત ૧૯૫૮ માં સૌથી પહેલાં મુંબઈ આકાશવાણી પર શ્રીમતી સરોજબેન ગુંદાણીના કંઠે રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. આ જ ગીત પછીથી સ્વ. ગીતા દત્ત ના કંઠે પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ગુજરાતના મૂર્ધન્ય કવિ શ્રી. રાજેન્દ્ર શાહનું આ ખૂબ પ્રખ્યાતિ પામેલું ગીત છે. આ ગીતનું સ્વરનિયોજન શ્રી. અજિત મર્ચન્ટનું છે. મે ૦૪ ૨૦૦૨ ના દિવસે ગુજરાતી લીટરરી અકાદમી આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી સરોજબેન ગુંદાણીએ આ ગીત રજૂ કર્યું હતું. તો માણો.

 

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Advertisements

ટિપ્પણીઓ»

1. rajani macwan - જાન્યુઆરી 10, 2011

Golden Voice of Guajrat…..very fortunate to to able to learn and sing with her.

2. pragnaju - જાન્યુઆરી 10, 2011

ભાવભર્યા શબ્દો
મધુર ગાયકી
અર્ધી સદી પહેલાનો અમારો જમાનો યાદ કરાવવા બદલ

અભિનંદન

3. પરાર્થે સમર્પણ - જાન્યુઆરી 10, 2011

આદરણીય શ્રી જગદીશભાઈ,
આપે રાજેન્દ્ર શાહ ને યાદ કરી તેમના રચાયેલ ગીત મૂકી
તેમને સાચી શ્ર્ધ્ધન્જ્લી આપવાનો જે પ્રયાસ કર્યો તે એક
સરાહનીય બાબત છે. બાકી આવા જુના ગુજરાતના
ગૌરવ ને કોણ યાદ કરે છે ? ધન્યવાદ..

4. Pancham Shukla - જાન્યુઆરી 10, 2011

ફાઈલ મળતી નથી- એવી એરર આવી. સાંભળી ના શક્યો.

Jagadish Christian - જાન્યુઆરી 10, 2011

ક્ષમા ચાહું છું. કોઈક ટેકનિકલ ખામીના કારણે હશે પણ મેં નવેસરથી અપલોડ કરી છે અને ચકાસી પણ જોયું અને વાગે છે.

Pancham Shukla - જાન્યુઆરી 10, 2011

હવે બરાબર. સરસ સ્વરાંકન અને ગાયન. મઝા આવી ગઈ.

5. himanshu patel - જાન્યુઆરી 10, 2011

ગીત ગવાયું છે સરસ પણ જૂની રંગભૂમિ પર ગવાતું હોય તેવો અવાજ સંભળાય છે તેથી વધારે ગમ્યું.

6. Dr P A Mevada - જાન્યુઆરી 11, 2011

સાંભળીને ડોલી જવાયું, ગામઠી શબ્દો અને ગાવાની ગામઠી રીત. સરસ ગીત મૂકીને આપે સ્મરણો તાજા કરી આપ્યા સરસ માહિતિ આપીને. આભર.

7. Ramesh Patel - જાન્યુઆરી 13, 2011

કેવડિયાનો કાંટો એટલે કેવડિયાનો કાંટો…શ્રી જગદીશભાઈ,–મઝા આવી ગઈ.
રાજેન્દ્ર શાહના આપે સ્મરણો તાજા કરી આપ્યા .
Ramesh Patel(Aakashdeep)

8. Harish - જાન્યુઆરી 19, 2011

khubaj saras geet, tan anr man ne bhinjave tevu. thanks for this song

9. Ken - ઓગસ્ટ 30, 2011

Hello Jagdishbhai,

Very good song…….keep them posting……

I am interested in posting this type of Audio but don’t know how?

Could you write me a step by step process on how to post exactly this type of AUDIO on my blog.

Thanks,

http://kenpatel.wordpress.com/
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

.ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: