Mr. Janak Desai – A poet who is embossing his poetry by wind. His book was published on September 18, 2016 September 19, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.Tags: કુમાર જેમિની શાસ્ત્રી, કૃષ્ણકાંત ઉનડકટ, જનક દેસાઈ, જ્યોતિ ભટ્ટ, ધૂની માંડલિયા, પ્રાર્થના જહા, ભાગ્યેશ જહા, મનીષ પાઠક, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, વિનય દવે, શ્રી. ચિનુ મોદી, હરદ્વાર ગોસ્વામી, Bhagyesh Jha, Chinu Modi, Dhooni Mandaliya, Divya Bhaskar, Hardwar Goswami, Janak Desai, Jyoti Bhatt, Krishnakant Unadkat, Kumar Jaimini Shastri, Manish Pathak, Prarthana Jha, Raksha Shukla, Ramesh Thakker, Vinay Dave
1 comment so far
Pictures by Mr. Manish Pathak
સર્જકો સાથે સાંજ – ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા June 7, 2010
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, મારી કવિતા, સમાચાર-હેવાલ.Tags: ઇર્શાદ, કવિતા, ગુજરાતી લિટરરી એકેડેમી, જગદીશ ક્રિશ્ચિયન, પૂજ્ય શ્રી. મોરારી બાપુ, શ્રી. ચિનુ મોદી, ghazal, Jagadish Christian, kavita
21 comments
રવિવાર જૂનની ૬ તારીખે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાંજે સાંજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ કવિ ગઝલકાર અને નાટ્યકાર શ્રી. ચિનુ મોદી “ઇર્શાદ” મુખ્ય અતિથિ તરીકે હાજર હતા અને તેમણે સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપી હતી. કાર્યક્રમનું સંચાલન અમારા ન્યુ જર્સીના જાણીતા હાસ્યરસિક સાહિત્યકાર શ્રી. હરનિશ જાનીએ કર્યું હતું. કાર્યક્રમમાં બાર સ્થાનિક સર્જકોએ પોતાની ગદ્ય-પદ્ય રચનાઓ રજૂ કરી હતી. સૌથી પહેલાં મેં મારી એક ગઝલ રજૂ કરી હતી. બીજા સર્જકોમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ, ડૉક્ટર નીલેશ રાણા, શ્રી. વિરાફ કાપડિયા, મોના નાયક “ઊર્મિસાગર”, શ્રીમતી હંસા જાની, શ્રી. પવિણ પટેલ “શશી”, શ્રીમતી બિસ્મિલ મન્સુરી, શ્રી. રોહિત પંડ્યા, ચિરાગ પટેલ રચના ઉપાધ્યાય અને શ્રી. અશોક વિધવાંશ અને શ્રી. હરનિશ જાનીએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.
શ્રી. ચિનુ મોદીની સૂચના પ્રમાણે મારી ગઝલ સુધારી છે તથા એક શેર પણ ઉમેર્યો છે. જે હાઈલાઈટ કરેલ છે. આ ગઝલ ડિસેમ્બરમાં આજ બ્લોગ પર મૂકી હતી.
હોય છે!
આંસુ હર્ષનું હોય કે દુઃખનું મારું જ હોય છે
સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે
આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધારું જ હોય છે
આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભારું જ હોય છે
રેલના પૈડાં ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે
તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે
આમ તો મિત્રો ઘણાં દુશ્મન પણ એટલા જ છે
આવશે જો મોત એ તો નોંધારું જ હોય છે
જીવતાં શાયદ મળે ના છો ‘જગદીશ’ નામના
કબર ને કબ્રસ્તાન શણગાર્યું સારું જ હોય છે
-જગદીશ ક્રિશ્ચિયન જૂન ૦૭ ૨૦૧૦
છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાગાલ ગાલગા
કાર્યક્રમના અંતે એકેડેમીના પ્રમુખ શ્રી. રામ ગઢવીએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના એક ભાગ તરીકે યોજાનાર એક કાર્યક્રમની જાહેરાત કરી હતી. પૂજ્ય શ્રી. મોરારી બાપુની સાત દિવસની કથા એડિસન ન્યુ જર્સી ખાતે આવેલા એક્ષ્પો સેંટરમાં યોજવામાં આવી છે. જુલાઈની ૩-૧૧ સુધી ચાલનાર આ કથા દરમ્યાન સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.