jump to navigation

“સૂરસફર” ની યાદગાર સફળતા બાદ “સૃજના” યોજે છે “શબ્દસંગત” – શ્રી. કૃષ્ણ દવે સાથે ગીત-ગઝલની મસ્તીભરી સાંજ November 20, 2014

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ.
Tags: , , , , , , ,
add a comment

We would like to bring a superb end to our shows for the year 2014 by presenting a unique “Shabd Sangat” with our own Mr. Krushna Dave.​

Cordially we invite you to attend a special evening “Shabda Sangat” with a well known Poet Mr. Krushna Dave from Gujarat, India along with our home grown creative Poets. Please try to bring all Family members, Friends and support this event at your best. Details are given in this flyer, if you need to have more details please feel free to ask any of these contact number.

Hope to receive wonderful support from all of you.

Srujana Shabda sanget Flyer

જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪. સાઠ દિન કે સાઠ વરસ – શરૂઆત કે…… August 29, 2014

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags:
2 comments

મિત્રો, 

કાલે મારો ૫૯ મો જન્મ દિવસ છે. એક મુકામ તરફનું પ્રયાણ છે. આમ તો મજાનો માદ હોય પણ હવે સાઠે પહોંચવાની ચિંતા પણ હોય એ સ્વાભાવિક છે એવું મારું માનવું છે. આજે જ એક ગઝલ ના.. ના.. હઝલ નો અયોગ બન્યો તો લખાઈ ગઈ. આશા છે આપને ગમશે.

my595th

 

 

સાઠમાં પ્રવેશ!

ઉજવાય છે આજે જુઓ મારો જનમ દિન તાનમાં!

દાખલ થયો છું આજથી મારા વરસ આ સાઠમાં!

 

સાઠે એતો નાઠી એવી કહેવત ઘણી ચર્ચાય છે,

કોને ખબર મારી હશે બુદ્ધિ યથાવત સાથમાં!

 

છે પાનખર બેઠી મથાડે આમ તો વરસો થયાં,

બદલાણ કેરી રાહ હું જોયા કરું છું ખામખાં!

 

સોડા અને આચર-કુચર ખાતો નથી દસકો થયો,

પડતો નથી તો પણ તફાવત એજ મારી ફાંદમાં!

 

ધોળાં થયાં છે વાળ સૌ માથે અને બીજે બધે,

પખવાડિયે કાળો કલર કરતો રહું છું વાળમાં!

 

“જગદીશ” તારા આયખાની છે ઉપજ તો એટલી,

ભેગી કરી સંભાળથી યાદો બધી લે બાથમાં!

 

જગદીશ ક્રિશ્ચિયન – જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪.

છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 28, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગઝલ, સંગીત.
Tags: , , ,
add a comment

પ્રિય મિત્રો,

 

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.

 

FinalNayanPancholi

 

તારીખ: શનિવાર, ઑગસ્ટ ૧૬, ૨૦૧૪

 

સમય: સાંજના ૮ વાગે

 

સ્થળ: ટીવી એશિયા ઓડિટોરિયમ
૭૬ નેશનલ રોડ, એડિસન, ન્યુ જર્સી

 

પ્રવેશ ફી: ફક્ત ડોલર – $8.00

 

તો જરૂર આવો અને આપના મિત્ર સગાં સંબંધીઓને પણ જણાવજો અને લેતા આવજો.

“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 1, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: ,
1 comment so far

પ્રિય મિત્રો,

 

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે. સ્થળ, તારીખ, સમય અને પ્રવેશ ફી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કાર્યક્રામ શુક્રવાર, જુલાઈ ૨૫, ૨૦૧૪ અથવા શનિવાર, જુલાઈ ૨૬, ૨૦૧૪ ના રોજ ગોઠવવાનું વિચારી રહ્યા છીએ.

NayanPancholiflyer

“બુધવારની બપોરે” કોલમના સર્જક શ્રી. અશોક દવેનો વાર્તાલાપ – આયોજક “ગુજરાત ફાઉન્ડેશન” April 18, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.
Tags: , , , , ,
1 comment so far

પ્રિય મિત્રો,

 

શ્રી. અશોક દવે એ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય લેખકો પૈકીનું એક જાણીતું નામ છે. છેલ્લા ઘણા વરસોથી “ગુજરાત સમાચાર” માં “બુધવારની બપોરે” કટાર દ્વારા તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૧૮ પુસ્તકો પણ લખ્યા છે. તો એમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.

FlyerAshokDave

આદમથી ઓબામા સુધી! February 17, 2014

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags:
2 comments

Image

આદમથી ઓબમા સુધી!

 

ફળ ખાવું ના ખાવું મૂંઝવણ આદમથી ઓબામા સુધી!
વિચલિત થઈ ખાધા નું ભારણ આદમથી ઓબામા સુધી


રાજા હો કે ઘરનો રામો સૌ છે સરખા જોગી ભોગી
જીવનમાં આવે છે અડચણ આદમથી ઓબામા સુધી


આમ જુઓ તો નમણું નાજુક દિલ તો પાગલ છાનું માનું
ખોવાતું વીના કોઈ કારણ આદમથી ઓબામા સુધી


શૂળી પર લટકાવી ખીલા ઠોકે છે સૌ રોજ ઈસુને
તો પણ કરતો આવ્યો તારણ આદમથી ઓબામા સુધી


માંહી પડ્યા તે મ્હાસુખ માણે દેખણહારા દાઝે જોને
સદીઓથી સરખું બંધારણ આદમથી ઓબામા સુધી


અપરાધી કે આતંકવાદી દસ મારો દસ થાય ઊભા
સારા નરસાની અથડામણ આદમથી ઓબામા સુધી


ચાહો સૌને ખુદની માફક ‘જગદીશે’ તો કહ્યું સહુને
ધરતા કાને કોણ શિખામણ આદમથી ઓબામા સુધી?

જગદીશ ક્રિશ્ચિયન  ડિસેમ્બર ૨૦૧૩

છંદવિધાન – ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા

AdamthiObamasudhi

નવા વરસની નવી રીત, જૂની વાત! January 1, 2014

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags: ,
4 comments

મિત્રો સૌને નવા વરસની સલામ. નવું વર્ષ નવી ઉષ્મા અને નવી દિશા લઈને આવે એવી અભ્યર્થના!

happynewyear2014

નવા વરસની નવી રીત, જૂની વાત!

વરસ નવું છે!

વર્તન નવું છે?

જુની એ શીશીમાં

જોબન નવું છે?

!

આંખો જૂની છે

વાતો પુરાણી

લાગે છે તાજી

વલણ નવું છે?

!

આખે જ આખો

બદલાઈ ગયો છું!

હતું એજ છે કે

નાટક નવું છે?

!

કરતો રહ્યો છું

પ્રતીક્ષા તમારી

વરસોથી આમ જ

એમાં કશું નવું છે?

!

જગદીશ ક્રિશ્રિયન – જાન્યુઆરી 01, 2013

રિસાયા! July 18, 2013

Posted by jagadishchristian in ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
8 comments

પ્રિય મિત્રો,

આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. આશા છે આપને ગમશે. આપની ટકોર અને ટિપ્પણી આવકાર્ય છે.

Risaya

શકાય છે! June 17, 2013

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
11 comments

મિત્રો,

ઘણા સમય પછી આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. જીવનમાં ક્યારેક એક સમય એવો પણ આવે છે જ્યારે સાહિત્ય લક્ષી વિચારનો અભાવ સતાવતો હોય છે. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપના સહકારની અપેક્ષા સહ…..

Shakaaychhe

ગુજરાત દર્પણ સાહિત્ય સભા – શ્રી. ચંદ્રકાંત દેસાઈ ના બે પુસ્તકોનું વિમોચન – સપ્ટેમ્બર ૧૬ ૨૦૧૨ September 18, 2012

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.
Tags: , , ,
9 comments

રવિવાર સપ્ટેમ્બરની ૧૬ તારીખે ગુજરાત દર્પણ સાહિત્ય સભાના અનુક્રમે માસિક સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય સભાના સૌ પરિવારજનો આ સભામાં પોતાની મૌલિક અને તરો-તાજી રચના (ગદ્ય કે પદ્ય) રજૂ કરે છે. આ સભાના આયોજક અને ગુજરાત દર્પણના તંત્રી શ્રી સુભાષ શાહ અને આ સભાના સંચાલક શ્રી. કૌશિક અમીન દરેક સભા દરમ્યાન જાણીતા ગુજરાતી સાહિત્યકારોને પણ આમંત્રણ આપતા હોય છે.

 

આજની સભામાં ગુજરાતથી પધારેલા બે વિખ્યાત સાહિત્યકારો આવ્યા હતા. કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ અને રણમાં ખીલ્યું ગુલાબ અને ડોક્ટરની ડાયરી કોલમના સર્જક તથા ઢગલાબંધ પુસ્તકોના લેખક અને કર્મે ગાયનેકોલોજીસ્ટ એવા ડો. શરદ ઠાકર.

 

સંચાલક શ્રી. કૌશિક અમીને સૌનું સ્વાગત કરતા આજની સભાનો દોર શરૂ કર્યો. અને સાહિત્ય સભાના પરિવારજનોને ક્રમવાર પોતાનો ટૂંકો પરિચય આપી પોતાની રચના રજૂ કરવામાં આમંત્રણ આપ્યું. આજની રજૂ કરવાની રચાનાનો વિષય હતો પાનખર. એક પછી એક સ્થાનિક રચનાકારોએ પોતાની કૃતિ રજૂ કરી. મેં પણ મારી એક અછાંદસ રચના રજૂ કરી. સમય-મર્યાદાને કારણે ઘણા સભ્યોએ પોતાની રચના રજૂ કરવાનું ટાળ્યું જેને બધાનો આવકાર મળ્યો. પરિવારના એક સદસ્ય જાણીતા નિર્માતા-નિર્દેશક અને નાટકકાર શ્રી. શૈલેશ ત્રિવેદીએ કોઈ રચના રજૂ ના કરી પણ તાજેતરમાં જ યોજાઈ ગયેલ ચાલો ગુજરાત ના ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન રજૂ થયેલ મલ્ટી-મીડિયા શોની ટૂંકમાં માહિતી આપી જેના નિર્માણ અને રજૂઆતમાં એમનો બહુમૂલ્ય ફાળો હતો. આ કાર્યક્રમ માટે બાળક ગાંધીના પાત્ર માટે અહીં જ જન્મેલા અને ક્યારેય કોઈ નાટકમાં ભાગ ન લીધેલા કુશની પસંદગી થઈ અને પાંચ હજારની મેદની સામે એણે સુંદર અભિનય કરી બધાંનાં દિલ જીતી લીધાં હતાં. શ્રી. શૈલેશભાઈએ એની ઓળખાણ આપી તો બધાંએ એને તાળીઓથી વધાવી લીધો. કુશ એ ગુજરાત દર્પણના માલિક અને તંત્રી શ્રી. સુભાષ શાહના પુત્ર અને દર્પણના મેનેજીંગ તંત્રી શ્રી. કલ્પેશ શાહનો પુત્ર છે.

 

હવે સમય આવ્યો આજના મુખ્ય મહેમાનોને સાંભળવાનો. સંચાલક શ્રી. કૌશિક અમીને ડો. શરદ ઠાકરનો ટૂંકો પરિચય આપી એમને પોતાનું વક્તવ્ય આપવા આમંત્રણ આપી વિનંતી કરી કે તેઓ પોતાના પુસ્તક સિંહપુરૂષ વિષે વિસ્તૃત વાત કરે. ભારતની આઝાદીની લડાઈનો જે ઇતિહાસ આપણે જાણીએ છીએ તે એકતરફી છે અથવા અધૂરો છે એવી એમણે રજૂઆત કરી. સિક્કાની બીજી તરફની વાતો એમણે આ પોતાના પુસ્તક સિંહપુરૂષમાં રજૂ કરી છે. એમના વક્તવ્ય પછીની પશ્રોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો. કેટલાક પ્રશ્નો એમને અકળાવી ગયા હોય એવું લાગ્યું. પણ એક વાત નક્કી છે કે કોઈ પણ પરિસ્થિતિ કે પ્રસંગને પોતાની દ્રષ્ટિથી જોઈને સમજવી એ આપણો અધિકાર છે પણ બીજાની દ્રષ્ટિકોણનો પણ અભ્યાસ કરવો જોઈએ અને જરૂર પડ્યે આપણી પોતાની સમજને પરખવી જોઈએ. આઝાદી કે સ્વતંત્રતા મેળવવા માટે બધા પ્રયોગો થતા હોય છે એને યોગ્ય-અયોગ્યની ચારણીથી ગાળીએ તો અહિંસા એ અતિ ઉત્તમ પ્રયોગ છે.

 

બીજા અતિથિ  પોતાનું વક્તવ્ય આપે એ પહેલાં જાણીતા સાહિત્યકાર અને આ સાહિત્ય સભાના અગ્રણી શ્રી. ચંદ્રકાંત દેસાઈના બે પુસ્તકનું વિમોચન કરવાની જાહેરાત થઈ. આજના અતિથિ  વિશેષ શ્રી. ધીરુભાઈ પરીખ અને ડો. શરદ ઠાકર ના હસ્તે સાગરનાં મોતી (મુક્તક સંગ્રહ) અને નથી એક જ માનવી (કાવ્યસંગ્રહ) નું તાળીઓના ગળગળાટ વચ્ચે વિમોચન કરવામાં આવ્યું.

 

હવે સમય હતો બહુમુખી પ્રતિભાના માલિક અને ઉમદા વક્તા કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ ના ઉદબોધનનો. નીચેના વિડીયોમાં પુસ્તકનું વિવેચન અને એમનું થોડું વક્તવ્ય સાંભળી શકો છો.

 

 

અંતમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ એ પોતાના વિમોચિત પુસ્તકમાંથી થોડાં મુક્તકો અને કવિતાઓ રજૂ કરી. સાંજના નવ વાગે સંચાલક શ્રી. કૌશિક અમીને બધાંનો આભાર માની ભોજન માણવા બધાને આમંત્રણ આપ્યું.

 

આજના આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતી બ્લોગ દ્વારા બનેલા મિત્ર અને પાલનપુરના ગઝલકાર શ્રી. મનહર મોદી (મન પાલનપુરી) ને મળવાનો મોકો મળ્યો તો બહુ જ આનંદ થયો. તેઓ હજુ બે મહિના અહીં જ છે તો ફરી મુલાકાત કરવાના વાયદા સાથે છુટા પડ્યા.

This slideshow requires JavaScript.

Follow

Get every new post delivered to your Inbox.