jump to navigation

ફકત દિલની સફાઈ માગે છે – કિરીટ ગોસ્વામી – ઓસમાન મીર September 19, 2009

Posted by jagadishchristian in કવિતા, સંગીત, સમાચાર-હેવાલ, Uncategorized.
Tags: , , , , ,
trackback

છેલ્લાં થોડા વર્ષોથી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં “સમન્વય” અને “ગુજરાત સમાચાર” ના સહયોગથી “કાવ્યસંગીત સમારોહ” નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિઓ, સ્વરકારો, ગાયકો અને સાહિત્યકારો એમાં પોતાની કળા પીરસે છે. ત્રણ દિવસ ચાલતા આ મહોત્સવ રૂબરૂ માણવાનું સૌભાગ્ય હજુ સુધી મળ્યું નથી પણ એની સીડી આવવાની આતૂરતા પૂર્વક રાહ જોતો હોઉં છું. ફેબ્રુઆરી ૨૦૦૮ માં થયેલા કાર્યક્રમની સીડી હમણાં થોડા મહિના પહેલા મળી. આ વખતે પહેલા નહીં આવેલા રૂમકુમાર રાઠોડ-સોનાલી રાઠોડ હતા અને થોડા નવા અવાજ સાંભળવા મળ્યા. નવા અવાજમાં એક પ્રતિભાશાળી અવાજ મને ઘણો ગમી ગયો, શ્રી. ઓસમાન મીર. એમણે ત્રણ ગીત રજૂ કરેલાં અને ત્રણે ગીત લાજવાબ ગાયા છે. એમના વિષે વધારે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતો હતો તો આજે એમની એક વિડીયો YOU TUBE પર મળી ગઈ. જે અહીં રજૂ કરું છું. મને ખાતરી છે કે તમને ગમશે. આ ગુજરાતી ગઝલ શ્રી. કિરીટ ગોસ્વામી ની છે.

ફકત દિલની સફાઈ માગે છે

પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે.

આંખને ઓળખાણ છે કાફી

લાગણી ક્યાં ખરાઈ માગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં

કોણ પીડા પરાઈ માગે છે.

એક ઝાંખીજ એમની ઝંખે

દિલ બીજું ન કાંઈ માગે છે.

–          કિરીટ ગોસ્વામી

હવે આ વિડીયો તો જોઈ લીધી પણ આજ ગીત સીડીમાં સાંભળ્યું હતું તે તમને સંભળાવવાનો મોહ છોડી શકતો નથી. તો સાંભળો…….

Comments»

1. Tejas Shah - September 20, 2009

Excellent. Thanks for sharing.

2. Dilip Gajjar - September 30, 2009

Jagdishbhai,Very nice gazal sang by Osman Mir.I herd him in Leicester in Bapus Mehfil..I lost your comment but thanks. If you provide me Address I can send you Anterdeep my collection od Gazal.

3. પ્રવિણ શ્રીમાળી - October 11, 2009

Very Very Nice and thanks for shearing..

4. સુરેશ જાની - October 31, 2009

જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ પીડા પરાઈ માગે છે.
———————-
ગ્રાઉન્ડ રીયાલીટી – આનું ગુજરાતી નથી આવડતું.

માટે જ નાનકડા જયને જટાયુ રામથી પણ વધારે ગમ્યો હતો !!

આ લઘુકથા વાંચવા ભલામણ છે –

રામલીલા – એક લઘુકથા

5. tilak - November 27, 2009

very nice voice. but where osman mir lives? whr is his home? any body knows?

jagadishchristian - November 27, 2009

તિલકભાઈ
શ્રી. ઓસમાન મીર ક્યાં રહે છે એની મને તો ખબર નથી. પણ એ સૌરાષ્ટ્રમાં રહે છે એટલું ચોક્કસ છે. પૂજ્ય શ્રી. મોરારી બાપુના ગામની આજુબાજુના રહેવાસી હોવા જોઈએ.

6. સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા - July 18, 2010

[…] સપ્ટેમ્બર ૧૯ ૨૦૦૯ ના દિવસે એક પોસ્ટ મૂ… ૨૦૦૮ ના કાર્યક્રમ દરમ્યાન એક નવો અવાજ સાંભળવા મળેલો અને ગમી ગયેલો તે શ્રી. ઓસમાન મીર. આ વરસના ફેબ્રુઆરીમાં કાર્યક્રમ થયો એમાં એક અલગ સમન્વય જોવા મળ્યો. પ્રખ્યાત ગઝલકાર શ્રી. આદિલ મન્સૂરીના ૬૦ મા જન્મદિવસની ઉજવણી અને તેમના પુસ્તક “મળે ન મળે” નું વિમોચન કરવા ૧૮ મે ૧૯૯૬ ના દિવસે એડિસન ન્યુ જર્સી ખાતે ગઝલ મહેફિલ ‘૯૬ નામના એક કાર્યક્રમનું આયોજન થયેલું. એ કાર્યક્રમ દરમ્યાન એક સ્થાનિક યુવાન કલાકારને સાંભળીને દિલ ખુશ થઈ ગયેલું – રથીન મહેતા. તેઓ સારા કંઠના માલિક તો છે જ અને એટલાં જ મધૂરાં સ્વરાંકન પણ કરે છે. ત્યાર પછી ઘણા કાર્યક્રમ દરમ્યાન તેમને સાંભળવાનો મોકો મળ્યો અને મન ભરીને માણ્યા છે. હમણાં “સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ” દરમ્યાન રથીન સાથે મુલાકાત થઈ અને આ કાર્યક્રમમાં શ્રી. ઓસમાન મીર આવવાના હતા પણ આવી ન શક્યા એનો રંજ મેં બતાવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે આ વખતના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન તેમનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. મને પુષ્કળ આનંદ થયો. મારા ગમતા આ બે કલાકારનો સમન્વય સાંભળવો જ પડશે. તો તેમણે એક નાની ઝલક આપતી વીડીઓ ક્લિપ મોકલી આપી છે. તો માણો કવી શ્રી. ભગવતીકુમાર શર્માની ગઝલ જેનું સ્વરાંકન રથીન મહેતાનું છે અને સ્વર શ્રી. ઓસમાન મીર. આ ગઝલની એક ખાસિયત એ છે કે શેરનો પહેલો મિસરો હિન્દીમાં અને બીજો મિસરો ગુજરાતીમાં. […]

7. “Chalo Gujarat” fame AIANA launched “Aiana Cultural Club” and the very first program was held on September 10, 2016 | જગદીશ ક્રિશ્ચિયન - દશાની દિશા - October 1, 2016

[…] લગભગ સાત વરસ પહેલાં ઓસમાનનો અવાજ સાંભ… […]


Leave a comment