jump to navigation

સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર July 18, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
trackback

હાર્મોનિયમ પર રથીન મહેતા અને સાથે ઐશ્વર્યા મજમુદાર

મારી આગળની પોસ્ટ “આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં” ના સંદર્ભે ઘણા બધાં મિત્રોએ મુલાકાત લીધી એના માટે હું બધાંનો આભારી છું. બ્લોગ પર પ્રતિભાવ આપી અભિનંદન આપ્યા એ મિત્રો અને શુભેચ્છકોનો અને મને સીધી ઇમેલ કરી શુભેચ્છા આપનારા બધા મિત્રોનો પુરા દિલથી આભાર માનું છું. દરેકને વ્યક્તિગત જવાબ નથી આપી શક્યો એનો અફસોસ છે. ઘણાં વડીલોના આશીર્વાદ પણ મળ્યા એમને પ્રણામ.

સપ્ટેમ્બર ૧૯ ૨૦૦૯ ના દિવસે એક પોસ્ટ મૂકી હતી જેમાં મેં જણાવ્યું હતું કે છેલ્લા થોડા વરસથી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત સમાચાર અને સમન્વય ના સહયોગથી કાવ્યસંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૨૦૦૮ ના કાર્યક્રમ દરમ્યાન એક નવો અવાજ સાંભળવા મળેલો અને ગમી ગયેલો તે શ્રી. ઓસમાન મીર. આ વરસના ફેબ્રુઆરીમાં કાર્યક્રમ થયો એમાં એક અલગ સમન્વય જોવા મળ્યો. પ્રખ્યાત ગઝલકાર શ્રી. આદિલ મન્સૂરીના ૬૦ મા જન્મદિવસની ઉજવણી અને તેમના પુસ્તક “મળે ન મળે” નું વિમોચન કરવા ૧૮ મે ૧૯૯૬ ના દિવસે એડિસન ન્યુ જર્સી ખાતે ગઝલ મહેફિલ ‘૯૬ નામના એક કાર્યક્રમનું આયોજન થયેલું. એ કાર્યક્રમ દરમ્યાન એક સ્થાનિક યુવાન કલાકારને સાંભળીને દિલ ખુશ થઈ ગયેલું – રથીન મહેતા. તેઓ સારા કંઠના માલિક તો છે જ અને એટલાં જ મધૂરાં સ્વરાંકન પણ કરે છે. ત્યાર પછી ઘણા કાર્યક્રમ દરમ્યાન તેમને સાંભળવાનો મોકો મળ્યો અને મન ભરીને માણ્યા છે. હમણાં “સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ” દરમ્યાન રથીન સાથે મુલાકાત થઈ અને આ કાર્યક્રમમાં શ્રી. ઓસમાન મીર આવવાના હતા પણ આવી ન શક્યા એનો રંજ મેં બતાવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે આ વખતના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન તેમનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. મને પુષ્કળ આનંદ થયો. મારા ગમતા આ બે કલાકારનો સમન્વય સાંભળવો જ પડશે. તો તેમણે એક નાની ઝલક આપતી વીડીઓ ક્લિપ મોકલી આપી છે. તો માણો કવી શ્રી. ભગવતીકુમાર શર્માની ગઝલ જેનું સ્વરાંકન રથીન મહેતાનું છે અને સ્વર શ્રી. ઓસમાન મીર. આ ગઝલની એક ખાસિયત એ છે કે શેરનો પહેલો મિસરો હિન્દીમાં અને બીજો મિસરો ગુજરાતીમાં.

આ કાર્યક્રમનો અહેવાલ ગુજરાત સમાચારમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.



Comments»

1. himanshupatel555 - July 18, 2010

ઇન્ડીયા જતાં પહેલા દળદાર સંગીતથી આ ઇલેક્ટ્રોનને રમતું મૂક્યું અને તબિયત લયબધ્ધ કરી દીધી અને આંખોથી જોયા અલાપ અને આંખોથી સાંભળ્યા આલાપ
બહોતખૂબ મિત્ર, આભાર

2. ડૉ. ભરત મકવાણા ‘મિત્ર’ - July 19, 2010

Thanks for providing video!

3. Dr P A Mevada - July 20, 2010

Shri Osman Mir is a versatile singer, I also had occassion to personally meet him & hear him. Nice to see him again in your video.

4. Ramesh Patel - July 21, 2010

Thanks for sharing memorable events.

Ramesh Patel(Aakashdeep)

5. rajeshri - August 1, 2010

thanks 4 memorable events

6. શબ્દ, સંગીત અને સૂર-સ્વર નો સમાગમ – चाँद से लिपटी हुइ सेी रात है पर तु नहीँ…. | જગદીશ ક્રિશ્ચિયન - - April 23, 2019

[…] ૧૮, ૨૦૧૦ ના દિવસે “સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર&#… નામે એક લેખ અહીં પ્રકાશિત કરેલો. […]


Leave a comment