jump to navigation

આદત! October 25, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , ,
12 comments

આદત!

રોજ સાંજે ઘર તરફ પ્રયાણ, આદત ફકત આદત, 

રોજ અટકે મયકદાને દ્વાર, આદત ફકત આદત!

આમ તો જોયાં નથી મેં ઊંઘ માંહે સોણલાંઓ

આંખ ખૂલી માણવાની સતત, આદત ફકત આદત! 

સાંજથી જુઓ કરી છે આગમનની રાહ આમજ

દોષ કોનો છે, નથી, શા કાજ, આદત ફકત આદત!  

પ્રેમના વાદા કરી ભૂલી ગયા હો એમ માની 

રાહ જોવાની અમારી એજ, આદત ફકત આદત!

આ રણ વચાળે ભમું છું કેટલા ભવથી છતાંયે

ઝાંઝવાં પીધાં કરું હર બાર, આદત ફકત આદત!

ફૂલ ડૂબે છે જુઓ તરતા રહે પથ્થરો છતાંયે

ઝૂઝવાની જીવવાની એજ, આદત ફકત આદત! 

લો ફરી પેલો જ પથરો છે વચાળે એજ માર્ગે

રોજ એને મૂકવો કિનાર, આદત ફકત આદત!

ના કરે સારું કદાચિત્ હોય “જગદીશ” તવ આદત

થાય ના સારું, કરું ભૂંડું ન, આદત ફકત આદત!

 જગદીશ ક્રિશ્ચિયન  ઑક્ટોબર ૨૦, ૨૦૦૯

છંદ વિધાન – ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા | ગાલગાગા

વ્હાઇટ હાઉસ દિવાળીના રંગે October 18, 2009

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
4 comments

શ્વેત ઘરમાં અશ્વેત કહો ન અજાયબી
દીપ દલમાં જલાવ નથી જ અલાયદી

રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અનુવાદિત કવિતા યાદ આવે છે.

ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે,

નજરૂં માંડું તો સૂઝે પથ ના રે પગથારે

એક રે પગલીનો આજ પથ તો બતાવો નાથ

કેડીને અજવાળો! દીવો રે પ્રગટાવો નાથ

મહાત્મા ગાંધી – સત્યના પ્રયોગો October 1, 2009

Posted by jagadishchristian in અવનવું, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
9 comments

૧૪૦ વર્ષ પહેલા આપણા દેશમાં એક મહાન આત્માએ જન્મ લીધો હતો જેને આખી દુનિયા મહાત્મા ગાંધીના નામે ઓળખે છે, યાદ કરે છે. આજે આપણા બાપુ, મહાત્મા ગાંધીનો  જન્મદિવસ છે. પૂજ્ય બાપુએ એમની આત્મકથા લખી હતી “સત્યના પ્રયોગો”. ૫૦-૬૦ પહેલાના દાયકામાં જન્મેલાઓએ તો વાંચી જ હશે. ન વાંચી હોય તો વાંચવી જોઈએ અને વાંચી હોય તો ફરી એક વાર. વાંચવા માટે કમ્પુટર છોડી બહાર ન જવું હોય તો ઓનલાઈન પણ વાંચી શકો અને વાંચવાનો પર્યાય શોધતા હોય તો એની સીડી પણ ઉપલબ્ધ છે.

વાંચવા માટે ગુર્જરી.નેટ પર આ પુસ્તકના ૨૪ પ્રકરણો ઓનલાઈન છે. અને આશા છે કે બીજા પ્રકરણો ઉમેરાશે.

સાંભળવા માટે નવભારત કમ્યુનિકેશન નિર્મિત સીડી (MP3) તમારા મનપસંદ ઓડિયો-વીડિયો સ્ટોરમાંથી મેળવી લો.

satyanaaprayogo

ન્યુ જર્સીમાં રહેતા લોકો ઈઝલીનમાં આવેલા સંગીત સરિતા (ગુજરાતી સુગમ સંગીત અને સાહિત્યનું એક માત્ર સ્તોત્ર) સ્ટોરમાંથી મેળવી શકે છે.  

બન્ને સુવિધાના સ્વાદ-પ્રસાદ.

પ્રકરણ-૨૦ ધાર્મિક પરિચયો. નીચે ક્લિક કરો સાંભળવા માટે.

પ્રકરણ-૨૦ વાંચવા માટે આગળ નીચેની તરફ આગળ વધો.

સ્તોત્ર: ગુર્જરી.નેટ પર પુસ્તક ઓનલાઈન છે.

પુસ્તક: સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા

પ્રકરણ – ૨૦ – ધાર્મિક પરિચયો

વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટા મિત્રોની ઓળખાણ થઇ. બન્ને સગા ભાઇ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવીન આર્નલ્ડનનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી ! મારે તેમને કહેવું પડયું કે મેં ગીતાજી વાંચેલ જ નથી, પણ તમારી સાથે હું તે વાંચવા તૈયાર છું. મારો સંસ્કૃ તનો અભ્યાસ પણ નહીં જેવો જ છે. હું તે એટલે સુધી સમજી શકીશ કે તરજુમામાં અવળો અર્થ હશે તો સુધારી શકાશે. આમ આ ભાઇઓની સાથે મેં ગીતા વાંચવાનો આરંભ કર્યો. બીજા અધ્યારયના છેલ્લા શ્ર્લોકોમાંના
‘ વિષયોનું ચિંતન કરનારનો પ્રથમ તેને વિશે સંગ ઊપજે છે, સંગની કામના જન્મેલ છે. કામનાની પાછળ ક્રોધ આવે છે, ક્રોધમાંથી સંમોહ, સંમોહમાંથી સ્મૃતિભ્રમમાંથી બુદ્ધિનાશની થાય છે, ને અંતે તે પુરુષનો પોતાનો નાશ થઇ શકે છે.
એ શ્ર્લોકની મારા મન ઉપર ઊંડી અસર પડી. તેના ભણકારા મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ધીમે ધીમે વધતી ગઇ અને આજે તત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોતમ ગ્રંથ ગણું છું. મારા નિશાનના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું. પણ એડવિન આર્નલ્ડંનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથ તરજુમા જેવો નથી જણાતો. મેં ભગવદગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય. તે મારા હમેશના વાચનનો ગ્રંથ તો કેટલાંક વર્ષો પછી થયો.
આ જ ભાઇઓએ મને આર્નલ્ડયનું બુદ્ધચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધચરિત્ર મેં ભગવદગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું કર્યે જ છોડી શકયો.
આ ભાઇઓ મને એક વખત બ્લૅ વૅટસ્કી લૉજમાં પણ લઇ ગયા. ત્યાંર મને મૅડમ બ્લૅ વૅટસ્કી નાં દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં. મિસિસ બેસંટ તે વખતે તાજાં જ થિયૉસૉફિકલ સોસાયટીમાં દાખલ થયાં હતાં, એટલે તે વિશેની ચર્ચા અખબારોમાં ચાલતી તે હું રસપૂર્વક વાંચતો. આ ભાઇઓએ મને સોસાયટીમાં દાખલ થવા પણ સૂચવ્યું. મેં વિનયપૂર્વક ના પાડી ને કહ્યું, ‘મારું ધર્મજ્ઞાન કંઇ જ નથી, તેથી હું કોઇ પણ પંથમાં ભળી જવા નથી ઇચ્છાતો. ’ મને એવો ખ્યાલ છે તે જ ભાઇઓના કહેવાથી મેં મૅડમ બ્લૅકવૅટસ્કીનું પુસ્તબક ‘કી ટુ થિયૉસૉફી’ વાંચ્યું . તે ઉપરથી હિદું ધર્મનાં પુસ્તાકો વાંચવાની ઇચ્છા થઇ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓને મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.
આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટ રના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું, ‘હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું; પણ બેમાંથી એકે વસ્તુ્ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું. ’ મેં એ સલાહ માની. બાઇબલ તેમણે જ ખરીદી આપ્યું. મને કંઇક એવો આભાસ છે કે આ ભાઇ પોતે જ બાઇબલ વેચતા. તેમણે નકશાઓ, અનુક્રમણિકા વગેરેવાળું બાઇબલ મને વેચ્યું. મેં તે શરૂ કર્યું. પણ હું ‘જૂનો કરાર’ વાંચી જ ન શકયો. ‘જેનેસિસ’ – સૃષ્ટિમંડાણ – ના પ્રકરણ પછી તો વાંચું એટલું મને ઉંઘ જ આવે. ‘વાંચ્યું ’ એમ કહી શકાય તે ખાતર, રસ વિના ને સમજયા વિના, મેં બીજા પ્રકરણો બહુ કષ્ટપૂર્વક વાંચ્યાં એમ સ્મંરણ છે. ‘નંબર્સ’ નામનું પ્રકરણ વાંચતા મને અણગમો થયો.
જયારે ‘નવા કરાર’ ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઇ. ઇશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્રદયમાં ઉતાર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે તેની સરખામણી કરી. તારું પહેરણ માગે તેને અંગરખું આપજે. ’ , ‘ને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે. ’ , એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળ ભટનો છપ્પોં યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડનકૃત બુદ્ધચરિત અને ઇશુના વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.
આ વાચનથી બીજા ધર્માચાર્યોનાં જીવન વાંચવાનું મન થયું. કાર્લાઇલનું ‘વિભૂતીઓ અને વિભૂતિપૂજા’ વાંચવાની કોઇ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિશે વાંચી ગયો ને તેમની મહત્તાનો, વીરતાનો ને તેમની તપશ્ર્ચર્યાનો ખ્યાલ આવ્યો.
આટલા પરિચયથી આગળ હું ન વધી શકયો. મારાં પરીક્ષાનાં પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ હું ન મેળવી શકયો. પણ મારે ધર્મપુસ્તકો વાંચવા જોઇએ અને બધા મુખ્ય ધર્મોનો યોગ્ય પરિચય મેળવી લેવો જોઇએ એવી મારા મને નોંધ કરી.
નાસ્તિકતા વિશે પણ કંઇક જાણ્યા વિના કેમ ચાલે ? બ્રૅડલૉનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલૉ નાસ્તિક ગણાય. તેથી તેમને વિશેનું કંઇક પુસ્ત ક વાંચ્યુંન. નામનું મને સ્મયરણ નથી રહ્યું. તેની મારા પર કંઇ જ છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો. મિસિસ બેસંટની કીર્તિ તો તે વેળા પણ ખૂબ હતી જ. તે નાસ્તિક મટી આસ્તિક થયાં છે એ વાતે પણ નાસ્તિકવાદ તરફ મને ઉદાસીન બનાવ્યો . ‘હું થિયૉસૉફિસ્ટિ કેમ બની ? ’ એ મિસિસ બેસંટનું ચોપાનિયું મેં વાંચી લીધું હતું. બ્રૅડલૉનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એક પણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારુ કેટલાક પાદરીઓ પણ આવ્યા હતા. પાછા ફરતાં એક જગ્યાયએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળામાંના કોઇ પહેલવાન નાસ્તિકવાદીએ આ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરી:
‘કેમ સાહેબ, તમે કહો છો ના કે ઇશ્ર્વર છે ? ’
પેલા ભલા માણસે ધીમે સાદે જવાબ આપ્યો : ‘હા, હું કહું છું ખરો. ’
પેલા હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: ‘વારુ, પૃથ્વીતનો પરિઘ ૨૮,૦૦૦ માઇલ છે એ તો કબૂલ કરો છો ને ? ’
‘અવશ્ય. ’
‘ત્યારે કહો જોઇએ ઇશ્ર્વરનું કદ કેવડુંક હશે ને તે કયાં હશે ? ’
‘આપણે સમજીને તો આપણાં બંનેનાં હ્રદયમાં તે વાસ કરે છે. ? ’
‘બાળકોને ફોસલાવો બાળકોને, ’ કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું. પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું. આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.