jump to navigation

સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન – માર્ચ ૨૮, ૨૦૧૦. March 28, 2010

Posted by jagadishchristian in ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
trackback

જન્મ- ઓક્ટોબર ૦૯, ૧૯૩૫ મરણ- માર્ચ ૨૮, ૨૦૧૦

પ્રિય મિત્રો, ઘણા દુઃખ સાથે જણાવું છું કે આજે ભારતીય સમય પ્રમાણે સાંજે ૪:૧૮ વાગે ગુજરાતના જાણીતા અને માનિતા સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન થયું છે. ગુજરાતે અને ખાસ કરીને ગુજરાતી ખ્રિસ્તી સમાજે એક ઉમદા સાહિત્યકાર, આદર્શ વ્યક્તિ, સાક્ષર શિક્ષક અને સામાજના સેવક ગુમાવ્યા. એમના કુટુંબીજનો મિત્રો અને એમના સાહિત્ય રસિકોને એમની ખોટ સાલશે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને આપણ બધાંને આ શોકજનક આઘાત સહન કરવાની શક્તિ આપે એવી અંતરથી પ્રાર્થના. ભારતીય સમય પ્રમાણે આજે સાંજે ૬:૩૦ વાગે આણંદમાં એમની દફનવિધિ રાખવામાં આવી છે.

શ્રી. જોસેફ મેકવાન મારા પપ્પા-મમ્મીના મિત્ર અને એટલે અમારા કુટુંબના મિત્ર. ૧૯૮૬માં તેમની બીજી નવલકથા લક્ષ્મણની અગ્નિપરીક્ષા મારા મમ્મી-પપ્પાને અર્પણ કરેલી.

અર્પણ

જેમની સદાશયતા, સામાજિક ધખના, પ્રસન્ન દામ્પત્ય,
પારિવારિક વાત્સલ્ય અને સ્નેહ-સૌહાર્દની માવજત
એક આદર્શ પુરવાર થયાં છે. એવા એન. આર. આઈ.
અમેરિકાસ્થિત સન્મિત્ર
જોસેફ બેડા પરમાર
તથા
અ. સૌ. બહેન સુશીલાને
અશેષ પ્રેમભાવે….
૨૩ જૂન ૧૯૮૬ – જોસેફ મેકવાન

ત્યાર બાદ ૨૦૦૯માં આ પુસ્તકના ચોથા સંસ્કરણ સમયે એમણે થોડું ઉમેર્યું:

અર્ધ્ય:

મારી અત્યંત લોકપ્રિય આ નવલકથા મિત્ર જોસેફ પરમારનાં પ્રસન્ન મધૂર સાયુજ્યને અર્પણ કરાયેલી. એ પછી એઓ અમેરિકા ગયાં ભારે સંઘર્ષ વેઠી પુત્રી-પુત્રાદિકને થાળે પાડ્યાં. સુખ-શાંતિનો સમય આવ્યો ને કપરી કસોટી થઈ. બહેન સુશીલા લકવાઈ ગયાં. લગાતાર એક દાયકાથી જોસેફભાઈ સહચરીની સેવા-સુશ્રુષામાં કટિબદ્ધ-પ્રતિબદ્ધ છે. હમણાં સ્વદેશ પધાર્યા તો સુશીલાબહેનના ચહેરે પરમ સુરખી ઓપતી જોઈ દિલ બાગ-બાગ થઈ ગયું. જૉસેફભાઈ આટલેથી અટક્યા નથી. ત્યાંના સિનિયર સીટીઝન્સના માર્ગદર્શનાર્થે ત્રણ-ચાર સંદર્ભગ્રંથ રચ્યા. કાઉન્સેલીંગ અને ગાઈડેન્સ આપ્યું. આજે તેઓ સિનિયર્સ એસોસિયેશનના અધ્યક્ષ છે. જ્યેષ્ઠ સુપુત્ર જગદીશ અને વચ્ચેટ કેતન સમાજસેવાર્થે પિતાનાં પગલાં દબાવી રહ્યા છે. આ પરિવારને આત્મીય ભાવાંજલી.
ચતુર્થ સંસ્કરણ – જોસેફ મેકવાન   

શ્રી. જોસેફ મેકવાનની સાહિત્યસેવાની વધુ માહિતી નીચે આપી છે. જો વાંચવામાં તકલીફ થાય તો પિકચર પર ક્લિક કરી એને થોડું મોટું બનાવવું.

Comments»

1. સુરેશ - March 28, 2010

પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

જોસેફ મેકવાન, Joseph Macwan

2. Bharakumar Parikh - March 28, 2010

With deep pain it is accepted that Shri Joseph Macwan is not with us. His Sole may rest in peace.

3. dhavalrajgeera - March 28, 2010

WE LOST THE JOSEPH BY BODY.
HIS WORK WILL STAY.
PRAYER TO JISUS TO COMFORT HIM AND FAMILY HERE.

RAJENDRA M.TRIVEDI, M.D.
http://WWW.BPAINDIA.ORG

4. નટવર મહેતા - March 28, 2010

જોસેફ મૅકવાન એક મુર્ધન્ય સાહિત્યકાર.. રીડગુજરાતી દ્વારા ૨૦૦૮માં યોજાયેલ આંતરરાષ્ટ્રિય વાર્તા સ્પર્ધાના એઓ એક નિર્યાણક હતા, અને મારી વાર્તા ‘ત્રીજો જન્મ’ ને પ્રથામ ઈનામ મળેલ ત્યારે મેં એમને ફોન કરી આભારની લાગણી વ્યક્ત કરેલ એટલે ફોન મારફત વાત થયેલ..
પ્રભુના દરબારમાં સાહિત્યકારની ખોટ પડી હશે એટલે એઓ હવે એમની સાહિત્યસાધના માટે ત્યાં પહોંચી ગયા…
પ્રભુ એમના અમર આત્માને ચિર શાંતિ બક્ષે એજ વંદના..

5. Francis G. Parmar - March 28, 2010

My heartfelt condolences to the family. Mr. Joseph Macwan, called, “Dalit Sahityana dada” has rendered yeoman service to Gujarati literature and more specifically to Dalit literature. Bringing to the fore Vyathana veetak of those left behind is his great contribution to Dalit literature. His use of language, a mix of high sounding, Sanskritized Gujarati with extremely local dialect of Charotar is his great contribution to Gujarati language. His use of nouns as verbs is quite striking.
At last he is at rest. May God grant him eternal rest. May many more carry on the work that he pioneered.

6. rajeshri panchal - March 28, 2010

Ishawar temana atma ne shanti arpe.

7. Shailesh Raval - March 28, 2010

Prabhu ae ek star temni pase bolavyo chhe. chokkas nava star no uday thase.Prabhu temna family members par akhut ashish aprpe. temne himmat aape

8. chetu - March 28, 2010

પ્રભુ એમના આત્મા ને સદગતી આપે એવી પ્રાર્થના .

9. Vijay Shah - March 28, 2010

sadgatane bhava bharee shradhdhanjali

10. Dr. Vijay Macwan - March 28, 2010

Only 15 days back he came to my hospital, when his wife was admitted. He talked to me about life and death for almost half an hour. He even told me that he was ready for everything in his life including death as according to him life had given him much more than expected. I was fortunate enough to serve him in his illness before transferring him to Kidney Hospital, Nadiad. In number of times he has visited me in the past, and gifted me his novels with wishes in his own handwritings. I deeply morn his death and pay my heartfelt condolences to his family.

Dr. Vijay Macwan, MD, Maa Hospital, ANAND.

11. rajeshpadaya - March 28, 2010

પ્રભુ યીશુ વડિલશ્રી જોસેફ મેકવાન સાહેબ ના આત્માને પોતાનામાં સમાવી લે એવી પ્રાર્થના અને શ્રધાંજલી………….

12. Lina Christian - March 28, 2010

May his soul rest in peace. My prayers for the family..

13. Peter Jadav - March 28, 2010

Gujarat has lost a great teacher,writer,orator.May his soul rest in peace.

14. અશોક મોઢવાડીયા - March 28, 2010

પરમાત્મા સદ્‌ગતના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

15. Ramesh Patel - March 28, 2010

સાહિત્યકારની સાથે આત્મિય ભાવે

સૌના હૃદયમાં આદર ભાવ જન્માવનાર

સ્વજન જેવી વિભૂતિની બધાને ખોટ સાલશે.

પ્રભુ તેમના આત્માને પરમ શાન્તિ બક્ષે.

રમેશ પટેલ(આકાશદીપ)

16. narendrajagtap - March 28, 2010

સદગત ના આત્માને પ્રભુ સદગતી અર્પે તેવી પ્રાર્થના….ઇશ્વરના દરબારમાંથી આવેલા બુલાવાને કોણ ટાળી શકે…

17. sudhir bhatia - March 28, 2010

May his soul rest in peace.

18. sapana - March 28, 2010

ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે..આમીન..
સપના

19. Amrut Macwan - March 28, 2010

Sorry for we loss Joseph saheb. I know him last 30 yrs. In 1981 I was married and he live next door to my father-in-law Pius Mahiji parmar ‘s house at bank colony gamdi Anand. few yrs later , in 1989 joseph saheb came to california and 10 days he stay with us . we have same old memories… such we all ( mostly gujarati catholic community ) we loss a good person . God bless all his family memers.
I deeply morn his death and pay my heartfelt condolences to his family.

20. ANIL VICTOR MACWAN - March 28, 2010

Dear Regina Aunty and Entire Family:

I was stunned to learn of Joseph Uncle’s untimely departal from all of us. I have known him since my childhood and he was our family friend.

He was loved by many, the Gujarati Christian community has lost a jewel. He was a great writer and speaker. He will be missed by one and all.

Our thoughts and prayers with the family and we extend our deepest sympathy to all family members. May Eternal Lord grant him peace.

21. Saupriya Solanki - March 28, 2010

પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

22. Prakash Macwan - March 28, 2010

GOD BLS HIM

we shall MISS you always

deeply morn his death and pay my heartfelt condolences to his family.

23. Govind Maru - March 28, 2010

‘આંગળીયાત’ નવલકથાના સર્જક (કેન્દ્રીય સાહીત્ય અકાદમીનો પુરસ્કાર વીજેતા), દલીત સાહીત્યકાર અને નવલકથાકારની આપણેને ખોટ સાલશે. સદગતને હાર્દીક શ્રધાંજલી ……

24. kashyap vachhrajani - March 29, 2010

samachar jani ne ghanu dukh thayu. aapne ishwar ne preyar karie ke emna atmane param shanti arpe.

25. Ketan & family, Fiji Islands - March 29, 2010

Dear Chandrvadan, Madhuram and whole Macwan family

Catholic Samaj in particular lost a graet educator and a great Gujarati writer. We extend our condolence and deepest symapthy on sad demise of Joseph sir. We pray Almighty God to receive him in His Kingdom and May his soul rest in peace.

26. Ketan - March 29, 2010

Dear Chandravadan, Madhuram and whole Macwan Family

Gujarat Catholic samaj in particulat lost a great educator and a great Gujarati writer. We extend our condolence and deepest symapthy on the sad demise of Joseph Sir. We pray Almighty God to receive him in His Kingdom and May his soul rest in peace.

Ketan & Family, Fiji Islands

27. વિવેક ટેલર - March 29, 2010

પ્રભુ સદગતના આત્માને શાંતિ બક્ષે…

28. cyril macwan - March 29, 2010

we have lost a vertan social leader and writer.may God bless him and give Eternal Peace to the departed soul.

cyril macwan CTM,Ahmedabad 380026.(Gujarat)India

29. Ashru Macwan - March 29, 2010

Dear Annpurna Chandravadan & the Macwan fly
May God bless him and give eternal peace to his soul;

30. shardul bhalgariya - March 29, 2010

prabhu temna atmane shanti arpe,gujarati sahitya ma temnu yogdan nondhniy che.

31. Swati Dehnuwala, Dublin, Ireland - March 29, 2010

Prabhu Temna Atmane shanti appe. He was Father-in-law of my Masi. everyone in the family were calling him BAPU, so me n my brother n sisters were also calling him BAPU. RIP.

Swati Dehnuwala
Dublin, Ireland

32. Capt. Narendra - March 29, 2010

Sad loss to Gujarati literature. The Late Mr. Joseph Macwan transcended parochialism of mundane constraints and became the true son of all encompassing world of literature. His loss is universal, but more so, to his family, friends and admirers of his authorship. We all join them in sharing their grief and send condolences to the family.

33. JOSEPH EDWARD WALTER. - March 29, 2010

May God give him eternal peace.
We have not only lost an author or teacher, but we have lost a great man of our gujarati catholic samaj.

34. Francis Canis - March 29, 2010

We have lost a fearless Leader. He gave a good reputation to the Dalit Sahitya through his writting. He introduce the “inner world ‘ of the Dalit to the ‘other world”. It was my last meeting with him in Nadiad on 14/03/10 when we sit together and talk a lot that evening.May almighty Lord receive him in his Kingdom.

Francis Canis Mariampura Petlad 388450

35. પટેલ પોપટભાઈ - March 29, 2010

પ્રિય જગદીશભાઈ

મા. મેકવાન સાહેબના નિધન થયાના સમાચાર, સમાચારપત્રોમાં વાંચ્યા હતા.તેઓશ્રી માત્ર પાર્થિવ દેહ છોડી ગયા, પાછળ સામાજીક,સંસ્થાકિય કાર્યો્ની મહેક સાથે સાહિત્ય સર્જનનો અમૂલ્ય એવો વારસો આપણા માટે મૂકી ગયા. સાહિત્ય જગતના વાચકોએ એક સર્જક ગુમાવ્યો. ઈશુ એમના આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાથના. વિચારો-વર્તનથી ગર્ભશ્રીમંત એવા મા. મેકવાન સાહેબ એમના કાર્યો અને સર્જન દ્વવારા આપણી વચ્ચે હંમેશાં જીવંત રહેશે .

સદગતના પરિવારને, છત્ર ગુમાવયાનું દુખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે.

36. વિવેક દોશી - March 30, 2010
37. Manish Peter - April 1, 2010

Its Indeed a loss to the society of Literature… If little known to me, he was a great visionary writer, who always motivated the minorities towards prosperity through literature.

I believe the sad demise of Joseph Uncle is end of an era, who knows who would be the next torch-bearer like him ?

My heartfelt condolences for his sudden demise.

May his eternal soul rest in peace.

I am really infant to describe him.

38. Dilip Gajjar - April 2, 2010

પ્રિય જગદીશભાઈ, હું આવ્યો હતો આપને ઈસ્ટરની શુભ કામના આપવા અને આ સમાચારથી ખુબ ગમગીન થયો છૂં…આપના પરિવાર સાથે પણ તેઓ વધુ નિકટ હતા.. જોસેફ મેકવાનના અવસાનને સહન કરવાની પરમાત્મા આપના અને તેમના પરિવારને શક્તિ આપે તેમનું કાર્ય સદાકાળ રહેશે તેજ ભાવના.

http://geetgunjan.wordpress.com/

39. himanshupatel555 - April 7, 2010

સાહિત્યને પડેલીખોટ પુરાતી નથી-પણ સર્જકને યાદ કર્યા કરવા તે કે એને મમળાવ્યા કરવા તે જ સાતત્ય છે.હું જોસેફ મેકવાનને આજે યાદ કરીશ અને કાલે પણ..અસ્તુ.

40. JAYANT SUTARIA - April 9, 2010

shri jagdishbhai,
sadar vandan,
paratibadhddh ane pratishthavant , apana samajna anmol ratna sama,
valvalta ,ravravta, khetar ane khalima jat nichovi nakhata , dalito , shoshito ane vanchito na , masiha sama JOSEPHBHAI NA JAVATHI EK MOTO SHUNYAVAKASH PEDA THAYO CHHE. TEMANI KHOT KADI PURASHE NAHI.JOSEPHBAI TO,. APANA KHRISTI SAMAJ NE , PRABHU TARAFTHI MALELI EK ANMOL BHET SAMAN HATA. .ISHWAR DIVANGAT ATMANE SANATAN SHANTI AAPO jayant

41. Ramesh Patel - April 18, 2010

આપના બ્લોગ પર ફરીથી વિઝીટ કરી

અને જોસેફ સાહેબના વિશાળ સાહિત્ય વૈભવને

જાણ્યો અને માણ્યો.આપની આત્મીયતા પણ

હૃદયને સ્પર્શી ગઈ.

રમેશ પટેલ(આકાશદીપ)

42. Francis Contractor - April 20, 2010

શબ્‍દ માનવ થઇને અવતયો અને માનવ શબ્‍દ થઇને સ્‍વગમાં વસ્‍યો. શબ્‍દના માનવ ને શબ્‍દોથી આપેલી સ્નેહાજલી ઓછી પડે તેમ છે. આ સદીનો મહામાનવ …….. ગુજરાતી ખસ્તિ સમાજ ને 100 વરસ સુધી ન પુરાય તેવી ખોટ.

francis contractor
gandhinagar

43. Ashwinbhai Solanki - May 9, 2010

Prabhu temna atma ne ahanti aape ane temna dukhi parivar ne dilaso ape e j prarthna………………

44. મારા બ્લોગના વર્ષ ૨૦૧૦ ના લેખાં-જોખાં « જગદીશ ક્રિશ્ચિયન – દશાની દિશા - January 3, 2011

[…] […]


Leave a comment