jump to navigation

પરી! May 1, 2012

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
trackback

Image from web.

પ્રિય મિત્રો

ઘણા વખત પછી આજે એક નવી કવિતા લઈને આવ્યો છું. કવિતા જાણે કે મારાથી રિસાઈ જ ગઈ હોય એમ લાગે છે. એને પાછી મેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. આશા છે કે ગમશે. 

 

પરી!

 

ઓ નદીની રેત લીંપેલી
જળપરી!
ક્યાં છે તું?
એજ આકાશ છે,
એજ કિનારો છે,
મળતાં હતાં જ્યાં રોજ!
આજે
અદૃશ્ય બની છે તુ?
કે
મારી દ્ગષ્ટિને અંધત્વ?
તારી મહેક શ્વસી શકાય છે!
તારી ચહેક સુણી શકાય છે!
તારા અસ્તિત્વની
લાક્ષણિક સંવેદનાનો
અહેસાસ અનુભવી શકાય છે!
સ્પર્શ્યા વગર પણ
તારી સુંવાળપ
કળી શકાય છે!
તારા તા થૈ કરતાં પગલાંનો પગરવ
પારખી શકાય છે!
તારા ઉચ્છવાસનો ગરમાવો
મારી પીઠ પર વરતી શકાય છે!
તો પછી!
તું છે કે મારી કલ્પના છે તું?
તું છે કે મારી સ્વપ્ન-પરી છે તું?
તું છે તો આવ અને 
મારી વિહ્વવળતાનો અંત લાવ!
નહીં તો મારો સ્વપ્નભંગ કરી
મને જગાવ!
આવ! આવ! આવ!

 

જગદીશ ક્રિશ્રિયન – મે ૦૧, ૨૦૧૨

Comments»

1. Sunita - May 1, 2012

It was such a pleasure to read your new kavita after a loooong time. Keep up the good work.
Sunita

2. rajmacwan - May 1, 2012

ખુબજ સરસ છે…

3. himanshupatel555 - May 2, 2012

તમે September 6, 2011 પછી પાછા આવ્યા અને પ્રેમની વિવ્હળતા લઈને આવ્યા, સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચે જે ફરક છે તે લાક્ષણિક સંવેદનાનો જ છે, આ સિક્કાની બે બાજુ પણ અડોઅડ સજ્જડ છે એવું આ પ્રેમ અને તેની અનુભૂતિનું છેઃ તારા ઉચ્છવાસનો ગરમાવો
મારી પીઠ પર વરતી શકાય છે! સરસ ગમ્યુ, અને સ્વાગત છે.

4. Twinkle Lawrence - May 2, 2012

Very nicely written. There is vast difference in dreams and realitiy. However, I still dream my life the way I want believing that one day I will have that life. This poem made me recall my dreams again. Thanks you for sharing such a beautiful poem.

5. Sandy - May 2, 2012

Shalom!
It is realy Beautiful Poem as Your Thought !! Nice Work..

6. પંચમ શુક્લ - May 2, 2012

Welcome. Nice poem.

7. Manish Parmar - May 2, 2012

Very nice sir, really i like it.

8. Tamanna - May 2, 2012

very nice

9. Manoj K. Macwan. anand - May 2, 2012

very good nice poem. congratulation jagdishbhai.

10. venunad - May 7, 2012

Highly expressive poem! Keep it up!


Leave a reply to Tamanna Cancel reply