jump to navigation

Congratulation to my friend and poet Mr. Janakbhai Desai for publishing two poetry books. September 9, 2016

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.
Tags: , ,
2 comments

અમેરિકાસ્થિત મારા સુહૃદજન અને કવિશ્રી. જનકભાઈ દેસાઈના બે કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા દર્શાવતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ બે પુસ્તકો એમના પરદેશમાં રહેવા છતાં માતૃભાષા પ્રત્યેની વંદનીય ભાવના સાથે એ ભાષાને ગૌરવપૂર્વક ધબકતી રાખવાના સફળ પ્રયત્નોનું પરિણામ અને પરિમાણ છે.

 

“હાથ મેં ઝાલ્યો પવનનો”

“આભ ખોલે વાંસળી”

 

સપ્ટેમ્બરની ૧૧ તારીખે “હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ”, રાજકોટ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર સમારોહમાં કવિ શ્રી. ભાગ્યેશ જહા (અધ્યક્ષ, ગુ.સા. અકાદમી, ગાંધીનગર) ના હસ્તે વિમોચન થશે. જનકભાઈની કાવ્ય-યાત્રા આજે એક મુકામ પર પહોંચી છે તેનો શ્રેય પંડને પરાણે મૂકી પોતાના મિત્રોને ફાળે નોંધાવે છે. આ પ્રસંગે તેઓ શ્રી. હર્ષિદા અને દીપક ત્રિવેદી, પારસ હેમાની અને રાકેશ હાંસલિયાના યોગદાન માટે વિશેષ આભારી છે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.

14192663_10210674369960053_7183017482505623762_n

સપ્ટેમ્બરની ૧૮ તારીખે “ગોવર્ધનસ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સાંજે ૪:૦૦ કલાલે યોજાનાર સમારોહમાં સુપ્રસિધ્ધ લેખક શ્રી. કૃષ્ણકાંત ઉનડકટ ના હસ્તે વિમોચન થશે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.   

14233047_10210703828856507_7660162092380327997_n

આ ઉપરાંત એમની ભારત (ગુજરાત) યાત્રા દરમ્યાન તેઓએ ઘણાં સાહિત્યકારોની મુલાકત લીધી છે અને લેવાના છે. આ યાત્રા દરમ્યાન એમણે ઘણાં કવિ સંમેલનોમાં હાજરી આપી છે અને આપવાના છે. આજ પછી યોજાનારા કવિ સંમેલનની જે માહિતી મને ઉપલબ્ધ છે તેની જાણકારી નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.

14222216_10210744071862557_7175726219160077078_n14238144_10210744072662577_7089852555796443255_n

 

શ્રી. જનકભાઈ દેસાઈ જ્યારે પાછા અમેરિકાના ન્યુ જર્સી ખાતે પરત પધારશે ત્યારે અમેરિકાસ્થિત સાહિત્યરસિક અને મિત્રો એમને વધાવવા ઉત્સુક છે. અહીં આવ્યા પછીના કાર્યક્રમની માહિતી માટે હવે પછી જણાવીશ.      

 

print-_-news-rajkot-_-akilanews

jdazadsandesh9916

jd-n-jc

Mr. Janak Desai, his wife, me, my son, my sister, my niece on July 04, 2016

આપનો આભાર અને ફરી મળીશું – જગદીશ ક્રિશ્ચિયન – September 09, 2016.

જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪. સાઠ દિન કે સાઠ વરસ – શરૂઆત કે…… August 29, 2014

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags:
2 comments

મિત્રો, 

કાલે મારો ૫૯ મો જન્મ દિવસ છે. એક મુકામ તરફનું પ્રયાણ છે. આમ તો મજાનો માદ હોય પણ હવે સાઠે પહોંચવાની ચિંતા પણ હોય એ સ્વાભાવિક છે એવું મારું માનવું છે. આજે જ એક ગઝલ ના.. ના.. હઝલ નો અયોગ બન્યો તો લખાઈ ગઈ. આશા છે આપને ગમશે.

my595th

 

 

સાઠમાં પ્રવેશ!

ઉજવાય છે આજે જુઓ મારો જનમ દિન તાનમાં!

દાખલ થયો છું આજથી મારા વરસ આ સાઠમાં!

 

સાઠે એતો નાઠી એવી કહેવત ઘણી ચર્ચાય છે,

કોને ખબર મારી હશે બુદ્ધિ યથાવત સાથમાં!

 

છે પાનખર બેઠી મથાડે આમ તો વરસો થયાં,

બદલાણ કેરી રાહ હું જોયા કરું છું ખામખાં!

 

સોડા અને આચર-કુચર ખાતો નથી દસકો થયો,

પડતો નથી તો પણ તફાવત એજ મારી ફાંદમાં!

 

ધોળાં થયાં છે વાળ સૌ માથે અને બીજે બધે,

પખવાડિયે કાળો કલર કરતો રહું છું વાળમાં!

 

“જગદીશ” તારા આયખાની છે ઉપજ તો એટલી,

ભેગી કરી સંભાળથી યાદો બધી લે બાથમાં!

 

જગદીશ ક્રિશ્ચિયન – જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪.

છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

રિસાયા! July 18, 2013

Posted by jagadishchristian in ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
8 comments

પ્રિય મિત્રો,

આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. આશા છે આપને ગમશે. આપની ટકોર અને ટિપ્પણી આવકાર્ય છે.

Risaya

શકાય છે! June 17, 2013

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
11 comments

મિત્રો,

ઘણા સમય પછી આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. જીવનમાં ક્યારેક એક સમય એવો પણ આવે છે જ્યારે સાહિત્ય લક્ષી વિચારનો અભાવ સતાવતો હોય છે. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપના સહકારની અપેક્ષા સહ…..

Shakaaychhe

પરી! May 1, 2012

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
10 comments

Image from web.

પ્રિય મિત્રો

ઘણા વખત પછી આજે એક નવી કવિતા લઈને આવ્યો છું. કવિતા જાણે કે મારાથી રિસાઈ જ ગઈ હોય એમ લાગે છે. એને પાછી મેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. આશા છે કે ગમશે. 

 

પરી!

 

ઓ નદીની રેત લીંપેલી
જળપરી!
ક્યાં છે તું?
એજ આકાશ છે,
એજ કિનારો છે,
મળતાં હતાં જ્યાં રોજ!
આજે
અદૃશ્ય બની છે તુ?
કે
મારી દ્ગષ્ટિને અંધત્વ?
તારી મહેક શ્વસી શકાય છે!
તારી ચહેક સુણી શકાય છે!
તારા અસ્તિત્વની
લાક્ષણિક સંવેદનાનો
અહેસાસ અનુભવી શકાય છે!
સ્પર્શ્યા વગર પણ
તારી સુંવાળપ
કળી શકાય છે!
તારા તા થૈ કરતાં પગલાંનો પગરવ
પારખી શકાય છે!
તારા ઉચ્છવાસનો ગરમાવો
મારી પીઠ પર વરતી શકાય છે!
તો પછી!
તું છે કે મારી કલ્પના છે તું?
તું છે કે મારી સ્વપ્ન-પરી છે તું?
તું છે તો આવ અને 
મારી વિહ્વવળતાનો અંત લાવ!
નહીં તો મારો સ્વપ્નભંગ કરી
મને જગાવ!
આવ! આવ! આવ!

 

જગદીશ ક્રિશ્રિયન – મે ૦૧, ૨૦૧૨

હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની September 6, 2011

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત.
Tags: , , , , , , ,
8 comments

પ્રિય મિત્રો,

સાત મહિનાના અંતરાલ પછી મારા બ્લોગની વાપસીને આપ સૌનો મીઠો આવકાર મળ્યો છે એના માટે આપ સૌનો આભારી છું.  

ગયા વિકએન્ડમાં (ઓગસ્ટ ૨૭/૨૮) અમારા વિસ્તારમાં હરિકેન આઈરીને હાહાકાર મચાવ્યો હતો. ૮૫ માઈલ કરતાં પણ વધારે ઝડપથી ફૂંકાતા પવન સાથે વરસાદની હેલી. જોકે હવામાન ખાતાએ અઠવાડિયા પહેલાથી ચેતવણી આપવાની શરૂ કરી હતી. જોકે હું જ્યાં રહું છું ત્યાં પૂર કે રેલ આવે એવી શક્યતા ઓછી એટલે ખાસ ચિંતા હતી નહીં. પણ એક વાતની ચિંતા હતી કે વિદ્યુત વ્યવસ્થા ખોરવાઈ જશે. સામાન્ય રીતે અહીં અમેરિકામાં વીજળી ૨૪/૭ હોય જ છે. ભાગ્યેજ કોઈ વખત એકાદ-બે મિનિટ માટે બંધ થાય. અને એમજ થયું (શનિવારની રાત્રે) રવિવારની વહેલી સવારે ૧૨:૩૦ વાગે વીજળીએ વિદાય લીધી તો છેક રવિવારે બપોરે ૩:૧૫ વાગે પાછી ફરી. ખેર બહુ લાંબી વાત કરતો નથી. આના હેવાલ ટીવી અને વર્તમાનપત્રમાં વાંચ્યા જ હશે.

ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ પૂરો થઈ ગયો, શ્રાવણ પૂરો થવાની તૈયારી અને ભાદરવાનો આરંભ એવો આ સમય અને વરસાદ. ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક કે પછી ગરમા-ગરમ ભજિયાં અચૂક યાદ આવે અને માણીએ પણ ખરા. અને જો આ મહિનાઓમાં વરસાદ ના આવે તો ક્યાંક કોઈ પ્રેયસી ચાતક નજરે પ્રિયતમની પ્રતીક્ષા કરતી ઘરના પ્રાંગણમાં બેઠી બેઠી વિરહની વેદના નીતરતું કોઈ ગીત ગણગણતી હોય અને આંખથી અશ્રુ સ્ખલિત થઈ સુકા આંગણ પર પડતાં જ બાષ્પ થઈ ઉડી જતું કલ્પી કંઈ કેટલાય સાહિત્યકારો પોતાની નવલકથામાં એકાદ-બે પ્રકરણ ઉમેરી દે. તો કોઈ કવિ વેદના ચીરતું ગીત લખી નાખે. આવા જ કંઈક વિચારોને રજૂ કરતું કંઈક બ્લોગ પર આપ સૌ સાથે વહેંચવું હતું. ત્યાં જ ગઈકાલે પાલનપુરના મારા મિત્ર (અને આપના પણ હશે) શ્રી. નરેન્દ્રભાઈ જગતાપે આવા મિજાજનું એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશનું એક ખૂબજ સુંદર ગીત અને એટલીજ સુંદર સ્વરરચના આપ મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા ને કારણ મળી ગયું. આશા છે આપ સૌને ગમશે.        

શબ્દ – કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશ.
સ્વર અને સ્વરકાર – શ્રી.નયનેશ જાની
પ્રાપ્તિસ્થાન – સમન્વય ગુજરાત સમાચાર આયોજિત કાર્યક્રમની સીડી.

Image from web.

Image from web.

હેજી એવાં કોરાં રે અષાઢ!

હેજી એવાં કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હોજી
હેજી એવાં મેહુલિયા વરસેને હૈયાં કોરાં હોજી

અમને હાંભરે મેળા ને હાંભરે ફરતા ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર હેજી
તમે દૂર રે દેશાવર નથી કાંઈ ઓરાં હોજી…..

ચિતડાંના ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કૂણાં રે કાળજડાં કકડે આંખ્યું રાતી રાતી
હેજી એવાં યાદ્યું લઈને આવે તારલાના ટોળાં હોજી….

થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે
હેજી મારો નાવલિયો વરસે જેમ ઘનઘોરાં હોજી……

કવિશ્રી. શિવરાજ અવકાશ, કલોલ.

મારો જન્મ દિવસ – મા, મારી! August 30, 2011

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
28 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

પ્રિય મિત્રો,

વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.

આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.

મા, મારી!

પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!

ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી

બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!

પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!

પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!

પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?

જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.

જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧

મારા બ્લોગના વર્ષ ૨૦૧૦ ના લેખાં-જોખાં January 3, 2011

Posted by jagadishchristian in અવનવું, સમાચાર-હેવાલ, Uncategorized.
Tags: , , ,
3 comments

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 12,000 times in 2010. That’s about 29 full 747s.

In 2010, there were 34 new posts, growing the total archive of this blog to 66 posts. There were 52 pictures uploaded, taking up a total of 36mb. That’s about 4 pictures per month.

The busiest day of the year was November 9th with 293 views. The most popular post that day was અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ..

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, mail.live.com, mysite.verizon.net, gu.wordpress.com, and WordPress Dashboard.

Some visitors came searching, mostly for મહાત્મા ગાંધી, સત્યના પ્રયોગો, pointing finger, સ્કેટીંગ, and નકશા.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 2010
41 comments and 4 Likes on WordPress.com

2

મહાત્મા ગાંધી – સત્યના પ્રયોગો October 2009
4 comments

3

સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન – માર્ચ ૨૮, ૨૦૧૦. March 2010
43 comments

4

Renunciation of Indian Citizenship and Obtaining Surrender Certificate May 2010
1 comment

5

મારો પરિચય May 2009
31 comments

માર્ગ મળશે હે હ્રદય – જનાબ ગની દહીંવાલા – શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાય December 5, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , , , ,
6 comments

ઘણા સમયથી જનાબ ગની દહીંવલાની એક ગઝલ જેનું સ્વરાંકન ગુજરાતી સુગમ સંગીતના શહેનશાહ શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું છે, અને એ ગઝલ એમણે ગાઈ છે પણ ખરી, એને આપ મિત્રો સાથે માણું. આજે એ દિવસ આવી ગયો લાગે છે. ઇન્ટરનેટ પર તપાસી લીધું કે કોઈએ આ ગઝલ ક્યાંય રજૂ કરી છે કે નહીં. અને ક્યાંય આ ગઝલ મળી નહીં સિવાય કે એકાદ શેરનો ક્યાંક ઉલ્લેખ થયો હોય. શબ્દો ગઝલ સાંભળીને લખ્યા છે તો કોઈ ભૂલચૂક હોય તો અવશ્ય જણાવજો.

૨૦૦૧ ની સાલમાં શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયના અનમોલ આલબમમાં આ ગઝલ છે. જેની ઑડિયો રજૂ કરું છું. આજ ગઝલ એમણે ૭૫ (ઑગસ્ટ ૧૫ ૨૦૦૯ ના દિવસે) વર્ષની ઉંમરે સપ્ટેમ્બરની ૧૨ ૨૦૦૯ના દિવસે એક ખાનગી બેઠકમાં ગાયેલી, જેમાં હાજર રહેવાનું સૌભાગ્ય મને સાંપડેલું તો એની વિડિયો પણ આ સાથે રજૂ કરું છું.

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો બેઉ ગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને 
જૂજવા મૃગજળ જતાં તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
– જનાબ ગની દહીંવાલા

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
43 comments

Clera & Jagadish getting married on Novermber 09 1985

આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે.