jump to navigation

મારો જન્મ દિવસ – મા, મારી! August 30, 2011

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
trackback

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

પ્રિય મિત્રો,

વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.

આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.

મા, મારી!

પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!

ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી

બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!

પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!

પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!

પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?

જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.

જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧

Comments»

1. Vicky Macwan.... - August 30, 2011

Dear Jagadishbhai, i wish you a very happy Birthday…and many happy returns of the day…..God bless you with Good health n long life with real peace, joy and happiness in your life….very good …i appreciate all your services to All Our People….thanks….Rachna Gami…Saras Chhe….

2. Rajesh Christian - August 30, 2011

Dear Mr Jagdish, First of all, wishing you Many Many Happy Returns Of The Day. HAPPY BIRTHDAY !!!!!

Yes, it is sad that you will be without your mother for the first time on your birthday. But just recollect the sweet memories you have about her and thank God for a beautiful gift of a mother.

Rajesh Christian

3. પરાર્થે સમર્પણ - August 30, 2011

શ્રી જગદીશભાઈ,

જન્મ દિવસના ખુબ ખુબ વધામણાં

4. Kamlesh Parmar - August 30, 2011

Dear Jagdishbhai,
Happy Birthday,
Many Many Happy Returns of the Day.
God Bless you n entire your family Forever n ever n ever.

With Lots of Love.
Kaushik n Family

5. વિવેક ટેલર - August 30, 2011

જન્મદિવસની શુભકામનાઓ…

6. Ravi M'cwan - August 30, 2011

Dear Mr.Jagdidh
Happy birthday,Yr poem reflects that yr beloved mother is with y..in yr thoughts and in yr words..forever in yr heart..may almighty father gives her peace and life everlasting..
Ravi

7. jshree - August 30, 2011

hi sir,

Many many happy returns of the day.Happy b’day

2 days ago was my b’day.

tame tya raheta hova chhata pan gujarati ma lakho chho khub j saru kahevay. keep it up.

8. sapana - August 30, 2011

જન્મદિવસની શુભેચ્છા…માની યાદ આપની સાથે જ છે અને આત્માથી એમનાં આશિર્વાદ પણ આપની સાથે …સુંદર રચના બની મા માટે..
સપના

9. Sr. Josephine Macwan - August 30, 2011

Dear Jagdishbhai,

A very Happy Birthday and God Bless you.

Many thanks for the good service you are providing to many people.

With Best wishes,

Sr. Josephine Macwan

10. jjkishor - August 30, 2011

માતાની આ તીવ્ર યાદ તમારા અસ્તીત્વમાં જન્મીને એમનોય જાણે જન્મ થયો છે – તમારી ભીતરમાં ! હું એને બન્નેના જન્મદિનરૂપ ગણીને વધાવું તો સ્વીકારશો….!!

11. SARYU PARIKH - August 30, 2011

જગદીશભાઈ,
જન્મદિવસે માતા વિશેષ યાદ આવે.
તમે અંજલી માયાળુ રચનાથી આપી છે.
સરયૂ

12. વિશ્વદીપ બારડ - August 30, 2011

happy birthday

13. હિરેન બારભાયા - August 30, 2011

Dear Jagdishbhai,

Happy Birthday!!!!

14. himanshupatel555 - August 30, 2011

happy birthday અને નિખાલસ અંજલી એ બન્ને resurrection પ્રક્રિયા છે જે સંસ્મૃતિની ખાઇમાંથી ફરી ફરી ઉદભવે છે.કોઇ સાયકોલોજિસ્ટૅ કહ્યું છે કે કમ્યુનિકેશન માટે સંસ્મૃતિ આવશ્યક્તા છે-
“આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે….
આ વેદનાજ આત્મ સંવાદ છે તમારી કવિતા સમ….

15. Peter Jadav - August 30, 2011

Mother’s love is a gift of God,cherishing the memories,best way to tribute the mother on the birthday,many many happy returns of the day.Thanks for sharing, “Sharing is caring”.

16. Hasmukh Mecwan - August 30, 2011

mother is mother.nobody can take her place.she knows everything for her child.God wants to stay with every home so he creates mother.mother is shadow of god. we are so lucky for this.lets pray for your beloved mother.
Hasmukh Mecwan,Gandhinagar.
(M) 09426578326

17. Eric Leo - August 30, 2011

Dear Jagadishbhai,

Happy Birthday, God Bless you and keep you happy and healthy.

Good poem on mother, the words of the poem have come from the bottom of your heart. No one can take place of mother.

18. chandravadan - August 30, 2011

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે……
Jagdishbhai,
Happy Birthday to you !
Nice tribute to your Mother by your words/feelings in your Poem.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
http://www.chandrapukar.wordpress.com
Jagdishbhai….You had visited before…now inviting you again to my Blog ! Hope to see you !

19. nabhakashdeep - August 31, 2011

શ્રી જગદિશભાઈ
આપને જન્મદિન નિમિત્તે ખૂબખૂબ શુભેચ્છાઓ. સંસ્કાર અને વતનનો લગાવ સાથે માવતરનો પ્રેમ, સઘળું આપે શબ્દોમાં મઢી લીધું. શીશુવયની
એ મહામૂલી સ્મૃતિસમ છબી એ કિમતી ઘરેણું છે.
રમેશ પટેલ(આકાશદીપ)

20. Fr. Jagdish sj - August 31, 2011

Dear Jagdishbhai,

Many Happy Reruns of the DAY! God bless you abundantly.

Fr. Jagdish sj

21. rajeshpadaya - August 31, 2011

Dear Jagdishbhai,
Wish you,
Many Many Happy Returns of the Day.
God Bless you n entire your family Forever n ever n ever.
Happy Happy Birthday,

22. narendrajagtap - September 1, 2011

જગદીશભાઇ… નમસ્કાર…. મારા હાર્દીક હેપી બર્થડે….
તમે બ્લોગ અને મેલ કરવાનુ છોડી દીધેલુ તમને હુ ખુબ જ મિસ કરતો હતો….
અને હા તમારા મમ્મીના ગયા પછી તમારી પ્રથમ બર્થ ડે એટ્લે ‘મા’ તો યાદ આવે જ …તમારી ભાવનાઓની સરાહના કરુ છું …. અને એક વિનંતી કે હવે અમારી વચ્ચે જ રહેજો…..

23. nilesh rana - September 2, 2011

Welcome back,happy Birth Day,nice presentation.
Nilesh Rana

24. MANHAR MODY - September 6, 2011

મુબારક હો જીવનની રાહમાં આગે કદમ
આવે હજારો જન્મદિન આવા સનમ
જિંદગીમાં બસ રહે પ્યાર-ઓ -અમન
દુવા ગુઝારે એજ તમારો જ ‘મન’.

જન્મ દિનની લાખ લાખ મુબારકબાદ.

‘માં’ વિષે તો દરેક ભાષાના સાહિત્યમાં કેટકેટલું લખાયું છે છતાં ય જેટલું લખાય એટલું ઓછું છે..

25. dhiraj pereira - September 10, 2011

જન્મ દિવસની ખુબ ખુબ જ શુભેચ્છાઓ

ધીરજ પરેરા

26. manojkumar umedbhai parmar (mariyampura, Petlad) - September 13, 2011

Dear jagdishbhai
Many Many Happy Returns of the Day.
God Bless you n entire your family Forever n ever n ever.
Happy Happy Birthday,
I pray to god your family

27. manojkumar umedbhai parmar (mariyampura, Petlad) - September 13, 2011

20, September on my birthday
my name is
Mr manojkumar umedbhai parmar

28. Navinchandra umedbhai parmar (mariyampura, petlad) - September 14, 2011

Dear Jagdishbhai,
Wish you,
Many Many Happy Returns of the Day.
God Bless you .
Happy Happy Birthday,


Leave a comment