jump to navigation

આવું તારી કને! October 3, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
trackback

Image from web

આવું તારી કને!

પારદર્શી પહેરણમાંથી
ગંજી પર પડેલા
તારા હાથના થાપા
શોધું છું!
મળતા નથી.
તારી જેમ એ પણ
અદૃશ્ય?
યાદ છે,
અવકાશ છે,
કૅન્વાસ છે,
છબી નથી બનતી!
ધૂંધળું કેમ દેખાય છે?
ચશ્મા ફરી ફરી સાફ કર્યા!
બારીમાંથી ચકલી આવી ફરર…
ઉપર જોયું તો ગાલ ભીના થયા.
આંખ સાફ કરી,
રૂમાલના ખૂણે નામ શોધ્યું,
તારા હાથે
ભરત ભરેલું, 
મળ્યું નહીં!
ચાલ હું જ આવું છું,
તારી કને.
– જગદીશ ક્રિશ્ચિયન – સપ્ટેમ્બર ૨૦૧૦

હમણાં ઓગસ્ટની ૨૯ તારીખે એક કાર્યક્રમમાં હાજર રહેલો ત્યાં અનાથ બાળકો માટે દાન માટે એક ઘોષણા કરવામાં આવી. આ બાળકોની માતાનું અવસાન થયું અને બીજાજ દિવસે એમના પતિનું પણ અવસાન થયું. ત્યારથી પતિ-પત્નીના પ્રેમ અને એમાંથી એકની વિદાય અને પછીનો ખાલિપો આ બધા વિચાર મનમાં ઘોળાતા હતા. તો એ વિષય પર લખવાનો વિચાર આવ્યો.  ત્યાં જ સપ્ટેમ્બરની પહેલી તારીખે મારા કાકાની દીકરીનો ૪૫ વરસનો દીકરો જે પોતે પણ બે દીકરાનો બાપ એ ભારે હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યો અને બચી ન શક્યો. આ આઘાતની કળ વળી ત્યાં જ સપ્ટેમ્બરની ૨૯ તારીખે મારી પત્નીની નાની બહેનના ૨૪ વરસના એકના એક દીકરાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું.  વિચારો બદલાતા રહ્યા પણ વિષય પકડીને ઉપર પ્રમાણેની આ કવિતા લખાઈ ગઈ.

Comments»

1. saryu parikh - October 3, 2010

કરૂણ સમાચારો ઘણા ગહેરા ભાવોનો અનુભવ કરાવે છે. તમે રચનામાં સરસ રીતે અભિવ્યક્ત કર્યા. ઈશ્વરએચ્છા.
સરયૂ પરીખ

2. rajani macwan - October 3, 2010

very nice….. a completely Different Stroke…….

3. Kaushik A. Mevada - October 3, 2010

I’m very very proud of you because i had tear read of poem

Thank You

Kaushik Mevada
Ahmedabad

4. Peter Jadav - October 3, 2010

Our deepest sympathy for the loss of loved ones.

5. sapana - October 4, 2010

સરસ રચના…ભીની આંખે બધાં સ્મરણો ધૂધળા દેખાય..
સપના

6. Ramesh Patel - October 4, 2010

કરૂણ સમાચારો .. વિદાય અને પછીનો ખાલિપો
તારા હાથના થાપા
શોધું છું!
મળતા નથી.
તારી જેમ એ પણ
અદૃશ્ય?
…………………
ભીની આંખે
Ramesh Patel(Aakashdeep)

7. P Shah - October 4, 2010

સંવેદનાની સરસ અભિવ્યક્તિ !

8. ડૉ.મહેશ રાવલ - October 4, 2010

શ્રી જગદીશભાઈ,
જીવનમાં કેટકેટલા આઘાતને જીરવતાં-જીરવતાં જીવવું પડે છે અને તોય એ આઘાત જીરવવા બહુ વસમા થઈ પડે એવા હોય છે…
અહીં વ્યક્ત થયેલ સંવેદનામાંથી પસાર થતાં ઉદભવી એ લાગણી આપને જણાવી.
-અસ્તુ.

9. nilam doshi - October 4, 2010

સંવેદનાથી છલોછલ…વસમા આઘાતો…એને યે પચાવ્યે જ છૂટકો ને ? શો મસ્ટ ગો ઓન ની માફક…

એકમાત્ર ઓસડ..સમય….
સમય જ આઘાત આપે અને એ જ આપે એને જીરવવાની તાકાત…

10. હિરેન બારભાયા - October 4, 2010

Really Superb with lots of emotions…

11. himanshupatel555 - October 4, 2010

સરસ પ્રબળ કાવ્ય તમારી પાસેથી આવ્યું છે.કાવ્ય તળેની નોંધને કારણે એક તર્ફી
અભિપ્રાય મળ્યા.ગમ્યું.

12. Narendra Jagtap - October 5, 2010

સુંદર સંવેદનામા તરબોળ કાવ્ય… ખાસ તો આપની બહેનને તથા આપની સાળીને પ્રભુ આવા કષ્ટ સામે સહન કરવાની શક્તિ આપે … માનસપટ પટ પર અંકિત થયેલા ભાવ આપની રચના મા આવે તે આપની સંવેદન શીલતા પ્રગટ કરે છે….


Leave a comment