jump to navigation

દીવો રે પ્રગટાવો… October 31, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
trackback

image from myorkutglitter.com

હમણાં દશેરા (વિજ્યાદશમી) ઊજવાઈ ગઈ અને થોડા દિવસ પછી દિવાળી ઊજવાશે. દર મહિને ઇઝલીનમાં આવેલા ગુજરાત-દર્પણના કાર્યાલય માં સાહિત્ય-સભાનું આયોજન થાય છે. ૧૬ ઑક્ટોબરના રોજની સાહિત્ય-સભામાં દિવાળી વિષય પર ગદ્ય કે પદ્ય રચના રજૂ કરવી એવું નક્કી કર્યું હતું ત્યારે મેં નીચેનું કાવ્ય રજૂ કર્યું હતું. આશા છે કે તમને ગમશે. આ દુનિયામાંથી આતંક અને વેરભાવથી ફેલાયેલો અંધકાર દૂર થાય અને શાંતિનો પ્રકાશ પ્રજ્વળે એવી પ્રભુને પ્રાર્થના.

દીવો રે પ્રગટાવો…

પાપી રાવણ હણાયો
વિજય રામને વર્યો
સીતાનો છુટકારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રાજાનો તાજ ધર્યો
સિંહાસન વિરાજ્યો
પૂરો વનવાસ વારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

સૂણી ધોબીની વાતો
સતી સીતાને જાકારો
કેવો ભરથાર સહારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો 

અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૦૧૦

Comments»

1. પરાર્થે સમર્પણ - October 31, 2010

વાહ જગદીશભાઈ વાહ,

રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

લાખો રાવણોનો વધારો. એકદમ સત્ય હકીકત..

અભિનંદન.

2. Ramesh Patel - October 31, 2010

શ્રી જગદીશભાઈ…ઉત્તમ વિચાર પ્રસાદી અને ભાવના ભારતીયતાની મહેક સાથે.
અભિનંદન અને શુભ દીપાવલી.

રમેશ પટેલ(આકાશદીપ)
“Iron Man Of India” ….Sardar Patel

-Pl find time to visit my site and leave a comment

સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/

With regards
Ramesh Patel
ઓ અમારી મનગમતી દિવાળી …..રમેશ પટેલ(આકાશદીપ)

November 1, 2010 by nabhakashdeep | સંપાદન

શુભ દીપાવલી …..આંગણ રંગોળી…..આનંદ મંગલ કરૂં વધામણી

diwali1

http://nabhakashdeep.wordpress.com/

With regards
Ramesh Patel

3. himanshupatel555 - October 31, 2010

દરેક વ્યક્તિના મનમાં તમે કહ્યું તેમ અપેક્ષા છે..
અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો ……તમસો મા જ્યોતિર્ગમય
અને છતાં બીજો માણસ એજ સમ્યે રાક્ષસ પણ છે, માણસ હોવાની એ વિચિત્રતા
છે!!!
દિવાળી મુબારક.

4. Peter Jadav - October 31, 2010

Thanks for sharing,excellent

5. SARYU PARIKH - November 1, 2010

દિવાળી મુબારક. શુભ સર્જનની શુભેચ્છા. સરયૂ પરીખ
http://www.saryu.wordpress.com

6. agnes kstephan - November 1, 2010

excellent…..

7. Victor Macwan - November 1, 2010

Dear Jagdish
Excellent, Even though too many RAWANA will Light the DIYA of DIWALI Every Year…..in the happiness of Ram’s Vijay…and Share and Enjoy the Parva of Diwali….Ram and Rawana are no other than Ourselves…that is the Trazady of Human being.I enjoy the DIVO RE PRAGATAVO RE….thanks.
Vicky Macwan

8. Jagadish Christian - November 1, 2010

સબમીટનો પ્રશ્ન છે તેથી ઈ મેઇલ
……………………………………………………………………….
સુંદર
અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
વાહ
આપને દિવાળી મુબારક

9. Jagadish Christian - November 1, 2010

ઉપરની ઈમેલ શ્રી. પ્રગ્નાબેન વ્યાસ તરફથી મળી છે.

10. cyrilmacwan - November 1, 2010

very go pl go ahead cyril uncle ctm ahmedabad

11. madhuvan1205 - November 2, 2010

દિપાવલી પર્વની શુભેચ્છાઓ.

12. Lalita Raphael - November 3, 2010

Thanks for the message ‘DIVO RE PRAGATAVO ‘.
Let us all light a lamp in our hearts on this occasion of the festival of lights..
with all the best wishes..
Lalita..

13. ravi macwan - November 4, 2010

Dear Jagdish
v.good thought.Today the world is full of injustice,poverty in terms of health & wealth and insecurity.
Who will sweep out all these devils ?
will there occur one more holy incarnation ?
I don’t believe !!!!
these devils will have to be defeated by me & you only!!
by the awareness & contribution of a common man !!

14. Narendra Jagtap - November 7, 2010

રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો ….ઉપરની એક લીટી મને મુંઝવે છે તે છે લાખો રાવણ વધારો … આનો શબ્દાર્થ ઝટ ગળે ઉતરતો નથી આ મૂઝવણ માત્ર મારી જ ગણવી…

jagadishchristian - November 7, 2010

“ઉપરની એક લીટી મને મૂંઝવે છે તે છે લાખો રાવણ વધારો … આનો શબ્દાર્થ ઝટ ગળે ઊતરતો નથી આ મૂંઝવણ માત્ર મારી જ ગણવી…”

નરેન્દ્રભાઈ તમારા પ્રતિભાવ માટે આભાર. આપને અને આપના પરિવારને નવું વર્ષ લાભદાયી અને ફળદાયી નીવડે એવી અભ્યર્થના.

આ ચાર પંક્તિઓમાં એ કહેવા માંગું છું કે આપણે બધા રામરાજ્યના સપનાં જોઈએ છીએ અને નારા પણ લગાવતા હોઈએ છીએ. અને આપણે જ આતંકવાદ, જાતિવાદ, ધર્મના નામે લડાઈ, ભ્રષ્ટાચાર, બેઇમાની કરતા રહીને લાખો રાવણ થઈને દુનિયાની શાંતિ અને કલ્યાણનું સીતાહરણ કરતા રહીએ છીએ. દુનિયાભરમાં હિંસાનો આતંકનો અંધકાર છવાયો છે તો ચાલો એવો દીવો પ્રગટાવીએ કે દુનિયામાં રામરાજ્ય સુખ-શાંતિનો ઉજાસ ફેલાય.

15. યશવંત ઠક્કર - November 8, 2010

જગદીશભાઈ,
નૂતન વર્ષાભિનંદન.
સુંદર કાવ્ય રજૂ કરવા બદલ આભાર.


Leave a comment